બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / ટેક અને ઓટો / siggi digital detox competiton can make you win 8 lakh rupee in 1 month

OMG / 1 મહિનો ફોનની ટેવ છોડી મૂકો અને 8 લાખ જીતો! અનોખા કોન્ટેસ્ટની જાહેરાત, 10 લોકો હશે લકી

Vaidehi

Last Updated: 04:49 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહીં કંપની સિગ્ગીની આ સ્પર્ધાનું નામ છે ' ડિજિટલ ડિટોક્સ પ્રોગ્રામ'. આ કોન્ટેસ્ટમાં સ્પર્ધકને એક મહિના માટે આ એક ચીજ છોડવી પડશે. જાણી લો રજિસ્ટ્રેશનની માહિતી.

  • દહીં બનાવતી કંપની લાવી અનોખી સ્પર્ધા 
  • ડિજિટલ ડિકોક્સ સ્પર્ધાનાં વિજેતાને મળશે મોટી રકમ
  • 8.31 લાખ રૂપિયા સાથે અન્ય ગિફ્ટ્સ

દુનિયામાં ભિન્ન-ભિન્ન પ્રકારની સ્પર્ધા થતી હોય છે જેમાં મોટા-મોટા ઈનામો આપવામાં આવતાં હોય છે. થોડા સમય પહેલાં કોણ સૌથી વધુ સમય સુધી ઊંઘી શકે છે તેને લઈને સ્પર્ધા થઈ હતી. તો હવે દહીં બનાવતી એક કંપનીએ નવી સ્પર્ધાની જાહેરાત કરી છે.  આઈસલેંડિક યોગર્ટ બ્રાંડ સિગ્ગીએ ' ડિજિટલ ડિટોક્સ પ્રોગ્રામ' નામક એક સ્પર્ધા યોજી છે. આ સ્પર્ધામાં સ્પર્ધકે એક મહિના માટે પોતાનો ફોન અને ડિજિટલ આઈટમ છોડવા પડશે. વિજેતાઓમાંથી કોઈ 10 લોકોને 10000 ડોલર એટલે કે 8.31 લાખ રૂપિયા આપવામાં આવશે.

રેટ્રો ફ્લિપ ફોન
લોકપ્રિય 'ડ્રાય જાન્યુઆરી'થી પ્રેરિત થઈને સિગ્ગીએ કહ્યું કે આ સ્પર્ધા અંતર્ગત અમે તમને પોતાના ફોનથી નિકળીને દુનિયા સાથે ફરી જોડાવા માટે ચેલેન્જ આપી રહ્યાં છીએ. કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે સિલેક્ટ થયેલા લોકોએ પોતાના સ્માર્ટફોનને એક બોક્સમાં મૂકી જમા કરાવવો પડશે અને એક મહિના સુધી તેમણે એનાલોગ જીવન વિતાવવું પડશે. એટલે કે ડિજિટલ દુનિયાથી બહાર નિકળીને બહારી દુનિયા સાથે સંબંધ બનાવવો પડશે. તેમના ડિજિટલ બ્રેકનાં બદલામાં વિજેતાઓને 10000 ડોલર મળશે. ઈમરજેંસી માટે પ્રીપેડ સિમ કાર્ડની સાથે એક રેટ્રો ફ્લિપ ફોન અને તેમના ટેકનોલોજી ફ્રી સાહસિક કાર્ય માટે ત્રણ મહિના માટે ફ્રીમાં સિગ્ગી યોગર્ટ આપવામાં આવશે.

સ્માર્ટફોનથી બ્રેકનો ચેલેન્જ
કંપનીએ આ સ્પર્ધાની ઘોષણા પોતાની વેબસાઈટ પર કરતાં કહ્યું કે," અમે આ વર્ષે એક નવા પ્રકારનાં ડ્રાય જાન્યુઆરી થીમ લાવ્યાં છીએ. એક મહિના સુધી દારુથી દૂર રહેવાની જગ્યાએ અમે તમને તમારો સ્માર્ટફોન છોડવાનો ચેલેન્જ આપીએ છીએ. અમે ઓછા ડિસ્ટ્રેક્શનની સાથે એક સરળ જીવન જીવવાની શક્તિમાં વિશ્વાસ રાખીએ છીએ. આજે આપણાં જીવનમાં સૌથી મોટું ડિસ્ટ્રેક્શન હોય તો તે આપણો ફોન છે. એવરેજ વ્યક્તિ દરરોજ પોતાના ફોન પર 5.4 કલાક વિતાવે છે."

વધુ વાંચો: જીમમાં જવા માટે કઇ ઉંમર સૌથી બેસ્ટ? જાણી લો, નહીં તો બોડી બનાવવાના ચક્કરમાં ક્યાંક...!

31 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન 
આ સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. તેવામાં જો તમે તમારી ડિજિટલ લાઈફથી બ્રેક લઈને ઈનામ જીતવા ઈચ્છો છો તો સિગ્ગીની વેબસાઈટ પર રજિસ્ટર કરી શકો છો. જો તમે ભાગ્યશાળી રહ્યાં તો તમે ઈનામ જીતી શકશો. કંપનીની વેબસાઈટ : https://hello.siggis.com/digital-detox

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ