બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / "Shubyatra" survives 'Kerala Stories', continues to dominate in third week

સિનેમા / ગંભીરતાનો મેસેજ પહોંચાડવા ‘શુભયાત્રા’ જેવી મનોરંજન સાથે સંપૂર્ણ પારિવારિક ફિલ્મોની વધુ જરૂર

Dinesh

Last Updated: 06:18 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળ અને OTTના વ્યાપ બાદ ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ઝાંખુ દેખાતું હતું. આવામાં સારા કન્ટેન્ટ સાથે આવેલી ‘શુભયાત્રા’ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ઊજળી તકો સર્જશે તેવું લાગી રહ્યું છે.

  • 'કેરલા સ્ટોરીઝ' સામે પણ ટકી રહી ‘શુભયાત્રા’
  • ‘શુભયાત્રા’ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ઊજળી તકો સર્જશે
  •  શુભયાત્રા દર્શકોને થિયેટર્સ સુધી ખેંચવામાં સફળ થતી દેખાઈ રહી છે

“લોકો ડોલર કમાવવા વિદેશ જાય છે, કારણ કે તેની કિંમત વધારે હોય છે. તે શા માટે ખ્યાલ છે? કારણ કે તેની માટે ઘર, પરિવાર અને વતન ઘણું છોડવું પડે છે.” શુભયાત્રાનો આ એક ડાયલોગ આખી ફિલ્મની વાર્તા અને સમાજની વાસ્તવિકતા બંને સમજાવી જાય છે. 

ડિંગુચાનો પટેલ પરિવાર હોય કે કલોલનો યુવક - આવા તાજેતરમાં જ બનેલા ગુજરાતના કિસ્સા છે જે અમેરિકાના મોહમાં મોતના રસ્તે પહોંચ્યા હતા. લોકો ગેરકાયદે આવા રસ્તા ન પકડે તેવો હળવા અંદાજમાં સંદેશો આપતી ફિલ્મ શુભયાત્રા દર્શકોને થિયેટર્સ સુધી ખેંચવામાં સફળ થતી દેખાઈ રહી છે.

નેશનલ એવોર્ડ વિજેતા અને આ ફિલ્મના ડિરેક્ટર મનીષ સૈનીનું કહેવું છે કે “ફિલ્મનું કન્ટેન્ટ સારું હોય તો દર્શક ફિલ્મ ગુજરાતી હોય કે હિન્દી તે ચોક્કસ પસંદ કરે છે. મલ્હાર ઠાકર સાથે આ ગંભીર વિષયને હળવા અંદાજમાં રજૂ કરવું તે મારી માટે પણ ચેલેન્જિંગ કામ હતું. પરંતુ સ્ક્રીન પર બદલાતા સીનની જોડે-જોડે દર્શકોના હાવ-ભાવ બદલાતા જોઈને આનંદ થાય છે કે અમે તેમાં સફળ રહ્યાં.”

મહત્વનું છે કે બોલીવુડ અને હોલીવુડની દમદાર ફિલ્મો વચ્ચે પણ શુભયાત્રા ત્રીજા વીકેન્ડમાં પ્રવેશ કરી ચૂકી છે, રસપ્રદ રીતે શુભયાત્રાનું બોક્સ ઓફિસ કલેક્શન તેના પ્રથમ સપ્તાહ કરતા વધારે બીજા સપ્તાહમાં વધારે થયું હતું તેવું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૂત્રોથી જાણવા મળ્યું હતું.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ક્રિટીક અને ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ પણ ફિલ્મ વિશે ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે “લાગણીશીલ દ્રશ્યો અને સુંદર સંદેશો આપતી મનોરંજક ફિલ્મ.”

બીજી બાજુ ગુજરાતના જાણીતા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અને રૂપમ એન્ટરટેઈનમેન્ટના MD વંદન શાહે જણાવ્યું કે “આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ગુજરાતી ફિલ્મો માટે પણ ઓડિયન્સ તો છે, પરંતુ સારા ફિલ્મમેકર્સની અહીં ખોટ વર્તાય છે. આવામાં શુભયાત્રા ફિલ્મથી આ ખોટ પૂરી થવાની દિશામાં શરૂઆત થઈ છે તેવી આશા છે. ગુજરાતી ફિલ્મો થિયેટર્સમાં ત્રણ-ચાર સપ્તાહના અંતરે રિલીઝ થાય તેવી પ્રોડ્યુસર્સે સ્ટ્રેટેજી રાખવી જોઈએ, જેથી દરેક ફિલ્મોને ઓડિયન્સ અને પ્રોત્સાહન મળી રહે. આગામી સમયમાં આવી નવા કોન્સેપ્ટ અને સારી સ્ટોરીટેલિંગ સાથેની ફિલ્મો વધુ આવે તે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવિષ્ય માટે સારું છે.”

કોરોનાકાળ અને OTTના વ્યાપ બાદ ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ઝાંખુ દેખાતું હતું. આવામાં સારા કન્ટેન્ટ સાથે આવેલી ‘શુભયાત્રા’ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ઊજળી તકો સર્જશે તેવું લાગી રહ્યું છે.

ફિલ્મનું ટ્રેલર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ