બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / shocking incident registered on abhayam helpline 181

અંધશ્રદ્ધા / ભૂવાએ યુવતીને કહ્યું, શારીરિક સંબંધ રાખ તો તારી બધી સમસ્યા દૂર થઇ જશે; પછી થયું કંઇક આવું...

Dharmishtha

Last Updated: 10:56 AM, 1 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત લોકો સમસ્યાથી એટલા કંટાળી જતાં હોય છે કે તેઓ નિવારણ માટે કંઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. જેથી ઘણી વખતે અન્ય લોકો ત્રાહિત લોકોનો લાભ પણ ઉપાડતાં હોય છે. આવું જ કંઇક એક યુવતી સાથે બન્યું. આ કેસ અમદાવાદ સ્થિત મહિલા હેલ્પલાઈન અભયમ્ 181માં આવો કેસ આવ્યો હતો.

અમદાવાદની 26 વર્ષીય યુવતી પડોશીના કહેવાથી રાસ્કાના એક મંદિરમાં પૂજારીનું તેમ જ ભૂવાનું કામ કરતાં એક વ્યક્તિને મળવા ગઈ. ભૂવાએ થોડાક દિવસ પછી કહ્યું 'તું મારી સાથે શરીર સંબંધ રાખીશ તો જ તારી બધી સમસ્યાનું નિરાકરણ આવશે.' 

  • સેવા કરવાં આવતી ડિવોર્સી યુવતી સાથે ભૂવાએ શારીરિક સંબંધ બાંધ્યા
  • ભૂવાએ યુવતી સાથેના અંગત પળોના વીડિયો બનાવ્યા
  • યુવતી ભૂવાની પત્નીને ફરિયાદ કરવા ગઈ તો મારઝૂડ કરી

મંદિરમાં સેવા આપવાં જતી યુવતીનો ભૂવાએ લાભ લીધો

અમદાવાદ ડિવોર્સી કાવ્યાના પિયર પક્ષે કોઇ નહોતું. 3 વર્ષના દિકરા સાથે એકલા જીવન વ્યથિત કરી રહી હતી. જો કે તે વધારે ભણેલી ન હોઇ તેને જે કામ મળે તે કરીને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી. દિકરાને સારુ જીવન આપવા માંગતી હતી જેથી આર્થિક સ્થિતીને સુધારવા પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેના પડોશી ભાઇએ તેને ગાંધીનગર પાસે આવેલા રાસ્કામાં એક મંદિરમાં કાવ્યાને સેવા આપવાની સલાહ આપી. કાવ્યા મંદિરમાં સેવા માટે અવર-જવર કરતી હતી. ભૂવાએ તેની સમસ્યા અને મજબૂરીનો લાભ ઉઠાવ્યો.

ભૂવાએ યુવતીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું ને...

રોજ મંદિરે સેવા આપવાં આવતી ભૂવાએ કાવ્યાને કહ્યું કે જો તું મારી સાથે શરીર સંબંધ રાખીશ તો તારી સમસ્યાનું નિવારણ થશે. તારા પૂર્વ જન્મનું કોઇ રુણ હશે તો એ તારો દેહ મને સોંપવાથી ઉતરી જશે. સમસ્યાથી કંટાળેલી સિંગલ મધર કાવ્યા ભૂવાની વાતોમાં આવી ત્યાં જ રહેવા લાગી અને ભૂવા સાથે શરીર સંબંધ બાંધ્યો. 

ભૂવાએ અંગતપળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી

કાવ્યાએ ઘણા દિવસો સુધી ભૂવા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેને પોતાની સાથે છેતરપિંડી થયાનો ભાવ થયો. અંતે કાવ્યા ભૂવા સાથેના સંબંધનો અંત આણી અમદાવાદ પાછી આવી ગઇ હતી. જો કે ભૂવો તેની સાથે સતત સંબંધ રાખવા માંગતો હતો. જેથી તે વારંવાર તેને ફોન કરી હેરાન કરતો હતો. તેમજ કાવ્યા સાથેના શારીરિક સંબંધ બાંધ્યાના ફોટો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. 

ભૂવાએ યુવતી સાથે મારઝૂડ કરી હતી

કાવ્યા ભૂવાની ધમકીઓથી કંટાળી ગઇ હતી. ભૂવાની હકીકત ભૂવાની પત્ની અને બન્ને દિકરીઓને કહેવા કાવ્યા શુક્રવારે ફરી રાસ્કા ગઇ. જોકે ભૂવાએ તેને સંબંધ રાખવા દબાણ કરી ખૂબ માર માર્યો હતો. અંતે કાવ્યાએ મહિલા હેલ્પલાઇન '181 અભયમ્'ની મદદ માંગતા હેલ્પલાઇનના કાઉન્સિલર રીટાબેન ઘટના સ્થળે પહોંચ્યા હતા.

181ના કાઉન્સિલરે વીડિયો ડિલીટ કરાવ્યા

181ના કાઉન્સિલર રીટાબહેને કાવ્યાને ભૂવા સામે ફરીયાદ કરવાની સલાહ આપી હતી. જો કે કાવ્યા તેમ કરવા માંગતી ન હોતી. રીટાબહેને ભૂવાના ફોન તથા અન્ય કોઇ પણ જગ્યાએ રહેલા કાવ્યા સાથે તેણે માણેલી અંગતપળોના વીડિયો અને ફોટો ડિલીટ કરવ્યા હતા.  તેમજ જો તે ફરી કોઇ પણ છોકરી સાથે કે કાવ્યા સાથે ફરી આવુ કૃત્ય કરશે તેની સામે પોલીસ ફરિયાદ જ કરીશું એમ કહ્યું હતું.

( સમગ્ર ઘટનાને સમજાવવા પાત્રોના નામ બદલેલ છે)

આલેખનઃ ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Physical Relationship The superstition ahmedabad harassment અંધશ્રદ્ધા અમદાવાદ ગુજરાતી ન્યૂઝ જાતીય સતામણી Superstition
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ