બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Shocking incident in Ahmedabad: If father could not fulfill his daughter's expensive hobbies, his friends pushed him into prostitution

ચસકો / અમદાવાદની ચોંકાવનારી ઘટનાઃ દીકરીના મોંઘા શોખ પિતા ન પૂરા કરી શક્યા તો મિત્રોએ ધકેલી દેહ વ્યાપારમાં

Mehul

Last Updated: 08:40 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પાશ્ચાત સંસ્કૃતિના આંધળા અનુકરણ ઉપરાંત ફિલ્મી ચસકા પાછળ ઘેલી થઇ ઉઠેલી એક સગીરાને વૈભવી લાઈફ સ્ટાઈલનો એવો તો શોખ વળગ્યો કે દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ.અભયમ વહારે

  • મોજ -શોખના ચસકાએ સગીરાની કરી બુરી વલે 
  • શોખ પુરા કરવા સગીરા ચઢી દેહ વ્યાપારના રવાડે 
  • મહાનગરના માતા-પિતા સંતાનો પર રાખે નજર 

રાજ્યના તરુણ અને સગીર વયના માતા-પિતા માટે લાલબત્તી જેવો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પોતાના અપ્રતિમ મોજ-શોખ અને પાશ્ચાત સંસ્કૃતિના આંધળા અનુકરણ ઉપરાંત ફિલ્મી ચસકા પાછળ ઘેલી થઇ ઉઠેલી એક સગીરાને વૈભવી લાઈફ સ્ટાઈલનો એવો તો શોખ વળગ્યો કે તે ક્યારે દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ તેનો તેણીને ખ્યાલ જ ના રહ્યો.પુત્રીના રહન-સહન અને ચાલ-ચલગતથી વિચલિત પિતાએ 181 અભયમ  મહિલા હેલ્પલાઇન પર મદદ માંગતા આખી ઘટનાનો ખુલાસો થયો છે.

 પિતાની આર્થિક સ્થિતિ વિષમ          

અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતી સગીરાને પોતાની ઉમરના મિત્રોની જીવન શૈલી નાની ઉમરથી જ પ્રભાવિત કરતી હતી. અન્યના શોખ અને તેમના કપડાથી માંડીને રહેણી-કરણીનો એટલો તો પ્રભાવ વધ્યો કે, સગીરાને થયું કે આવું હોય તો જ જીવન છે. પિતાની આર્થિક સ્થિતિની પરવાહ કર્યા વગર સગીરા 'ડીમાન્ડીંગ' બની ગઈ. પોતાના મોજ-શોખ પુરા કરવા તેણી,માતા-પિતા પાસે તેમના આર્થિક ગજા ઉપરાંતની માંગણીઓ કરતી થઇ ગઈ. પિતાની સ્થિતિ તેણીની માંગણીઓ પૂર્ણ કરવા સક્ષમ ના હોય, સગીરાએ જુદો જ માર્ગ પકડ્યો. પોતાના મિત્રોની મદદથી તેમના વૈભવી કહી શકાય તેવા શોખને જાણે કે પાંખો આવી, સગીરા પોતાના શોખનેપંપાળવા -પોષવા માંડી. ધીમે-ધીમે તેની એષણાઓ સંતુષ્ઠ થવા માંડી તો મોજ-શોખની લાલસા વધુ તીવ્ર બનવા માંડી.

સગીરાની બદલાઈ જીવન શૈલી 

પોતાની સગીર પુત્રીનો ઠાઠ અને તેણીની જીવન શૈલી પિતાને ચિંતિત કરતી હતી. કપડાથી માંડીને તેણીની નાની-નાની ચીજ વસ્તુઓ મોંધી દાટ હોવાનો પિતાને અહેસાસ થવા લાગ્યો.તેમને થયું કે, આ બધું આવે છે ક્યાંથી ? કેવી રીતે ? સગીરાના મિત્રો વિષે પિતા વધુ જાણતા નહોતા એટલે તપાસ પણ કેવી રીતે કરે ? પિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી.અને પુત્રીની જીવન શૈલી અને વ્યવહાર વિષે જણાવ્યુ.

પિતાએ માંગી અભયમની મદદ 

અભયમે સગીરાનો કેસ હાથમાં લીધો અને તેણીનું કાઉન્સેલિંગ શરુ કર્યું તો ખુદ અભયમ ટીમ પણ કેફિયત સાંભળીને ચોંકી ગઈ. સગીરા દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ હતી. પોતાના મોજા-શોખ ને વૈભવી જીવન શૈલીના લાગેલા ચસકાને તેણીનાં મિત્રોએ એવી તો હવા આપી કે,સગીરા દેહ વ્યાપારની આગમાં ધકેલાઈ ગઈ. સગીરાની આ કેફિયત સાંભળ્યા પછી,181અભયમ મહિલા હેલ્ટીપ લાઈનએ તેણીને આ રસ્તેથી પાછા વળવા સાથે મોજ-શોખ પાછળ જીવન બરબાદ થઇ રહ્યાનો અહેસાસ કરાવ્યો છે.

સંતાનો પર રાખો નજર 

મહાનગરોની ભાગ-દોડભરી જીંદગીમાં માતા-પિતા આર્થિક રીતે બે છેડા ભેગા કરી,સંતાનોના ભણતર-ઘડતર માટે પેટે પાતા બાંધતા હોય છે ત્યારે, યુવા મિત્રોની સાથે તેમની બરોબરીમાં રહેવા યુવક કે યુવતીઓ કઈ પણ કરી છૂટવા તત્પર હોય છે. વગર વિચાર્યે લેવાયેલા આવા પગલાના પરિણામો,યુવા જિંદગીને કઈ ગર્તામાં ધકેલી દે છે તેનો આ જીવતો-જાગતો દાખલો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ