બ્રેકિંગ ન્યુઝ
VTV / Shocking explanation about Diabetes: Not only sugar but also eating salt can increase the risk
Last Updated: 10:31 PM, 4 November 2023
ADVERTISEMENT
આજના યુવાનોની લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની આદતો સતત બદલાઈ રહી છે. જેની અસર સ્વાસ્થય પર પડી રહી છે. અત્યારે મોટાભાગના ઘરોમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાયરોડ જેવી બિમારીઓ જોવા મળી રહી છે. ત્યારે ડાયાબિટીશને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે..કહેવાય છે કે ડાયાબિટીસનો ખતરો માત્ર ખાંડ ખાવાથી જ નહીં પણ મીઠું ખાવાથી પણ ડાયાબિટીસનો ખતરો વધી શકે એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે જે મીઠાનો ઉપયોગ કરી રહ્યાં છીએ તે સ્વાદ તો વધારે જ છે પણ તે આપણા સ્વાસ્થયને ખુબ જ નુકસાન કરે છે. જેથી વધારે પડતું મીઠુ ખાવાથી પણ તમને ડાયાબિટીસ થઈ શકે છે.
ADVERTISEMENT
સ્ટડીમાં શું સામે આવ્યું?
ટ્યુલેન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ખોરાકમાં વધારે પડતા મીઠાનો વારંવાર ઉપયોગ કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ રહે છે. અભ્યાસમાં બ્રિટનમાં 4,00,000થી વધુ પુખ્ત વયના લોકો પર તેમની મીઠાની આદતો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વને પાંચ અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી હતી.. આ અભ્યાસ મેયો ક્લિનિક પ્રોસિડિંગ્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.
મીઠું કેવી રીતે ડાયાબિટીસનું કારણ બની શકે?
જો કે અભ્યાસમાં એ સામે આવ્યું નથી કે કેવી રીતે મીઠુ ઉમેરવાથી આપણે ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો રહે છે.. સંશોધકોના મત અનુસાર મીઠું ઉમેરવાથી લોકો વધુ ખોરાક ખાવા માટે આકર્ષાઈ છે.. જેથી સ્થુળતા અને સોજા વધી શકે છે.. જે ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.
નમકનું સેવન ઓછુ કરો
નમકથી થતા ગંભીર નુકસાન અંગે જાણ્યા પછી હવે જો તમે તમારા આહારમાં નમકનું પ્રમાણ ઓછું કરવા માંગો હોવ તો તમે કેટલીક પદ્ધતિઓ અપનાવીને નમકનું પ્રમાણ ઓછુ કરી શકો છો.. જેમ કે તમે નમક કે સોયા સોસ જેવા સોડિયમ-પેક્ડ સીઝનીંગના બદલે તમે હર્બ્સ અથવા લીંબુનો વિકલ્પ પસંદ કરી શકો છો.. આ નાનકડો ફેરફાર જેમ કે મીઠું અથવા સોયા સોસને બદલે જડીબુટ્ટીઓ અને લીંબુનો રસ જેવા વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. આ નાનકડો એવો ફેરફાર કરવાથી સ્વાસ્થને ઘણા ફાયદા થઈ શકે છે..
નમક ખાવાથી નુકસાન શું થાય છે
સંકળાયેલા મુદ્દાઓ
Mahadev Dave is a journalist with VTV Gujarati
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT