Shilpa shetty's statement on raj kundra's business on twitter she said dont spread rumours respect our right to privacy
પોર્નોગ્રાફી કેસ /
મારા બાળકો માટે આટલું તો વિચારો, શિલ્પા શેટ્ટીએ 2 પાનાની નોટ સોશ્યલ મીડિયા પર કરી શેર
Team VTV02:15 PM, 02 Aug 21
| Updated: 02:27 PM, 02 Aug 21
રાજ કુંદ્રાની ધરપકડ મામલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મૌન જાળવી રાખ્યું હતું પરંતુ હવે તેણીએ સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરીને પોતાનું નિવેદન જાહેર કર્યું છે.
કોઈ ટિપ્પણી કરીશ નહીં
નેવર કમ્પ્લેઇન એન્ડ નેવર એકસપ્લેઇન
અમારે મીડિયા ટ્રાયલની જરૂર નથી
બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાની ધરપકડ મામલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મૌન જાળવી રાખ્યું હતું પરંતુ હવે તેણીએ સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરીને પોતાનું નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં તેણે મીડિયાને વિનંતી કરી હતી કે તે તેમના પરિવારની ગુપ્તતાના અધિકારનું સન્માન કરે.
કોઈ ટિપ્પણી કરીશ નહીં
છેલ્લા થોડા દિવસ મારા માટે દરેક મોરચે સંઘર્ષમય રહ્યા છે. ઘણી અફવાઓ અને આક્ષેપો થઈ રહ્યા છે. મીડિયા અને મારા નજીકના લોકો દ્વારા પણ અઢળક અનધિકૃત આક્ષેપો થઈ રહ્યા છે. અનેક લોકો મારા પરિવારને ટ્રોલ કરી રહ્યા છે અને સવાલો ખડા કરી રહ્યા છે. અને માત્ર મારા સામે જ નહીં મારા પરિવાર સામે પણ આંગળીઓ ચીંધી રહ્યા છે. મેં હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી અને આગામી સમયમાં હું પોતાને ટિપ્પણી કરવાથી દૂર જ રાખીશ. મહેરબાની કરીને મારા નામે ખોટા નિવેદનો ન ફેરવશો.
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) August 2, 2021
નેવર કમ્પ્લેઇન એન્ડ નેવર એકસપ્લેઇન
એક સેલિબ્રિટી તરીકે મારો એક જ નિયમ રહ્યો છે,"નેવર કમ્પ્લેઇન એન્ડ નેવર એકસપ્લેઇન". (ફરિયાદો ન કરો અને ખુલાસાઓ ન આપો). આ મામલાની તપાસ ચાલુ છે અને મણે મુંબઈ પોલીસ અને ભારતીય ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે.
અમે અમારી પાસે રહેલા ન્યાયીક અધિકારોનો ઉપયોગ કરીને એક પરિવાર તરીકે આનો સામનો કરી રહ્યા છે.
અમારા બાળકોના સારા માટે મહેરબાની કરો
હું એક માતા તરીકે નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે અમારી ગુપ્તતા જાળવો અને અમારા બાળકોના સારા માટે મહેરબાની કરીને અધૂરી માહિતીઓથી દૂર રહો. માહિતીની પુરી ચકાસણી કર્યા વિના અધૂરી માહીતી ન ફેલાવશો.
અમારે મીડિયા ટ્રાયલની જરૂર નથી
હું ભારતની એક ગર્વિત નાગરિક છું જે દેશના કાયદાઓનું સન્માન કરે છે. હું છેલ્લા 29 વરસથી મહેનત કરું છું. જેમને મારા પર વિશ્વાસ છે તે લોકોને મે કડી નીચે નથી પડવા દીધા કે એમને ખરાબ નથી અનુભવવા દીધું. તમને લોકોને મારી વિનંતી છે કે મારા અને મારા પરિવારના ગુપ્તતાના અધિકારનું સન્માન કરો અને અમારે મીડિયા ટ્રાયલની જરૂર નથી એ કામ કાયદાને અને ન્યાયપાલિકાને કરવા દો. સત્યમેવ જયતે!