બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shani Vakri will give maximum benefit to 5 zodiac sign people

લાભ જ લાભ / શનિ વક્રીથી નસીબ પાંદડું ઉડ્યું, આ 5 રાશિવાળાઓને થશે સર્વાધિક ફાયદો, ધન-માન-સન્માન બધુ જ મળશે

Kishor

Last Updated: 07:24 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ પૂર્વવર્તી સ્થિતિમાં વક્રી કરી 15 ઓક્ટોબર સુધી આ જ સ્થિતિમા યથાવત રહેશે. જેને લઈને આ આ પાંચ રાશિના લોકોના જીવનમાં લીલાલ્હેર થઈ જશે.

  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહની ચાલનું ખૂબ જ મહત્વ
  • શનિદેવ પૂર્વવર્તી સ્થિતિમાં વક્રી કરી રહ્યા છે
  • 15 ઓક્ટોબર સુધી આ જ સ્થિતિમા યથાવત રહેશે
  • આ પાંચ રાશિના લોકોના જીવનમાં લીલાલ્હેર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર માણસના જીવનમાં ગ્રહની ચાલનું ખૂબ જ મહત્વ હોય છે. શાસ્ત્ર તો એવું કહે છે કે ગ્રહની ચાલને લઈને જ માણસના જીવનમાં સારાનરસા દિવસો આવતા હોય છે. આવી સ્થિતિમાં ગ્રહમાં મહત્વના ગણાતા શનિદેવ પૂર્વવર્તી સ્થિતિમાં વક્રી કરી રહ્યા છે અને તે 15 ઓક્ટોબર સુધી આ જ સ્થિતિમા યથાવત રહેશે. જેને લઈને અમુક રાશિના લોકોને તો જાણે લીલાલહેર થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

સાચવજો! શનિના કારણે 8 રાશિના જાતકોની વધી ગઈ મુશ્કેલી, ઊંધી ચાલના કારણે  સાડાસાતીનું બગડ્યું ગણિત Shani vakri 2023 sadhe sati and dhaiyya effected

તુલા રાશિ
શનિની આ વક્રી તુલા રાશિના જાતકો માટે આવકારદાયક અને સાનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ તો મજબૂત થશે જ પરંતું કરિયર મામલે પણ તમારો ડંકો વાગી શકે છે. આ સમય દરમિયાન તમારી મહેનત બજારમાં રીતસરની બોલશે અને તેની યશસ્વી પરિણામ પણ તમને હાંસલ થશે.

તુલા અને ધન સહિત આ ચાર રાશિના જાતકોની ચમકી જશે કિસ્મત, આવતીકાલથી 'બુધ' આપશે  બમ્પર લાભ | budh gochar on 27 february 2023 make budhaditya rajyog give big  benefits

ધનુ રાશિ
શનિની પૂર્વવર્તી ચાલ ધનુ રાશિના લોકો માટે પણ સારો સમય લઈને આવશે. આ સ્થિતિમાં ધનું રાશિના લોકો જો નોકરી સાથે સંકળાયેલ હશે તો લોકોને સારા સમાચાર મળશે અને નવી નોકરી માટે મથામણ કરતા લોકોને હવે દરદર ભટકવાનું બંધ થઈ શકે છે.  તેમને સુખદ પરિણામ મળશે. સાથે જ પ્રમોશનનો પણ સ્વાદ ચાખવા મળે તો નવાઈ નહિ!

તુલા અને ધન સહિત આ રાશિના જાતકોનું ભાગ્ય હવે સૂર્યના તેજની જેમ ઝળહળશે: બનશે  આગવી ઓળખ Surya Gochar 2023 by august 17 the fortune of these 3 zodiac signs  will shine

મેષ રાશિ
શનિની આ વક્રી થી મેષ રાશિના જાતકોના જીવનમાં નસીબ આડે રહેલ પાંદડું હટી શકે છે. શનિની આ ચાલ તેઓ માટે ખૂબ જ ફળદાયી બનવાની છે. નવાકામ, આયોજન અને યોજનાનો શ્રી ગણેશ કરવાનો આનાથી વિશેષ સમય તમને ક્યાંય નહીં મળે! શનિની કૃપાથી કરિયરમાં નવી તકો મળશે. અણધાર્યા પૈસા મળવાના પણ સંજોગો વર્તાઈ રહ્યા છે.

મિથુન રાશિ
પૂર્વવર્તી શનિ મિથુન રાશિના લોકો માટે ખુશીઓનો ખજાનો ખોલી દેશે. આ લોકોને 15 ઓક્ટોબર સુધી સફળતાના શિખરો સર કરશે તો વિદેશ પ્રવાસનું સપનું જોયને બેઠેલા આવા લોકોના સપનાને હકીકતની ઉડાન મલશે.

સિંહ રાશિ
વધુમાં પૂર્વવર્તી શનિની વક્રી સિંહ રાશિના લોકો માટે પણ વરદાનરુપ સાબિત થશે. આ દિવસોમાં તમને કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે આ સમયગાળા દરમિયાન, નોકરી કરતા લોકોને સફળતા મળશે અને તગડો નાણા લાભ થાય તેવું પણ જણાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ