બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Serious allegations were made against student leader Yuvraj Sinh

BIG BREAKING / 'નામ ન લેવા યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા', ડમીકાંડમાં સૌથી મોટો ધડાકો, નજીકના વ્યક્તિનો જ VIDEO વાયરલ

Malay

Last Updated: 02:59 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yuvrajsinh Jadeja Allegations News - વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે. ડમી વિદ્યાર્થી કાંડ મામલે નામ છુપાવવા માટે યુવરાજ સિંહે કરોડો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આક્ષેપ લગાવ્યા છે.

 

  • ડમીકાંડ મામલે યુવરાજસિંહ પર આરોપ
  • નજીકના વ્યક્તિએ લગાવ્યા આરોપ
  • યુવરાજસિંહે કરોડો લીધા હોવાનો આરોપ

રાજ્યવ્યાપી ડમી કૌભાંડ અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. ડમી કૌભાંડમાં 36 આરોપી સામે ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર લાગ્યા ગંભીર આરોપો લાગ્યા છે. તો ડમી કાંડમાં AAPના કાર્યકર રમણીક જાનીની સંડોવણી સામે આવી છે. 

યુવરાજસિંહ જાડેજા (વિદ્યાર્થી નેતા)

55 લાખમાં થઈ હતી ડીલઃ બિપિન ત્રિવેદી
યુવરાજસિંહના નજીકના વ્યક્તિ બિપિન ત્રિવેદીએ ગંભીર ઓરોપો લગાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.'

ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા પૈસાઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. 

રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો 
યુવરાજસિંહ પર તેમના નજીકના વ્યક્તિએ આરોપ લગાવતા રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે. તો ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના આગેવાનની પણ સંડોવણી ખૂલી છે. આમ આદમી પાર્ટી ના આગેવાન રમણિક જાની નામના શખ્સ વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તો રમણીક જાની ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જોકે, યુવરાજસિંહે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.


યુવરાજસિંહ પર આરોપ લગાવનારા બિપિન ત્રિવેદી કોણ છે?
- બિપિન ત્રિવેદી અગાઉ ખાનગી શાળા સાથે સંકળાયેલા હતા
- ખાનગી ક્લાસિસમાં પણ બિપિન ત્રિવેદી કરતા હતા નોકરી 
- પંકજ જોશી કેરિયર ઈન્સ્ટિટ્યુટમાં ભણાવતા હતા
- ભાવનગરના ટોપ થ્રિ સર્કલ નજીક ઇન્સ્ટિટયૂટમાં હતા લેક્ચરર
- 8 દિવસ અગાઉ કરવામાં આવ્યા હતા છૂટા
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ