બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / Scientists Discover New Way To Create Sustainable Batteries From Lobster Shells: Report

વાહ ભાઈ વાહ / વૈજ્ઞાનિકોની ખરી કમાલ તો આ કહેવાય, કરચલાં અને માછલીમાંથી બનાવી ઈકો ફ્રેન્ડલી વાહનોની બેટરી

Hiralal

Last Updated: 03:00 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની મેરિલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરચલાં અને માછલીના કોચલામાંથી વાહનોની ટકાઉ બેટરી બનાવી છે.

  • અમેરિકાની મેરિલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની નવી શોધ 
  • કરચલાં અને માછલીઓના કોચલામાંથી બનાવી ટકાઉ બેટરી
  • વૈજ્ઞાનિકોએ કરચલાં અને માછલીમાંથી મળતા કેમિકલનો ઉપયોગ કર્યો 

હવે પછીના સમયમાં દરિયાઈ જીવોના કોષોમાંથી બનેલી બેટરીમાંથી વાહનો ચાલે તો નવાઈ નહીં. કારણ કે વૈજ્ઞાનિકોએ માછલી અને કરચલાંના કોષોમાંથી એક ટકાઉ બેટરી બનાવી લીધી છે. વૈજ્ઞાનિકોની આ શોધ આગામી સમયમાં બેટરી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી દેશે. 

અમેરિકાના વૈજ્ઞાનિકોએ દરિયાઈ જીવોમાંથી મળતા કેમિકલમાંથી બનાવી બેટરી 

અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના વૈજ્ઞાનિકોએ કરચલા અને માછલી જેવા દરિયાઈ જીવમાં એક અનોખું રસાયણ શોધી કાઢ્યું છે, જેનો ઉપયોગ ઊર્જાનો સંગ્રહ કરવા માટે ટકાઉ બેટરી બનાવવા માટે થઈ શકે છે. તેઓએ આ રસાયણનો ઉપયોગ ચિટિન તરીકે ઓળખાતી બેટરીઓ બનાવવા માટે કર્યો છે. 

કેવી રીતે બેટરી બનાવી વૈજ્ઞાનિકોએ 
વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં સૌથી પહેલા કરચલા અને માછલી તથા બીજા દરિયાઈ જીવોના શરીરનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં દરિયાઈ જીવોના શરીરમાંથી વૈજ્ઞાનિકોએ એક સખત કેમિકલ મળી આવ્યું હતું. આ કેમિકલને બહાર કાઢી લઈને તેની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાંથી એક બેટરી બનાવાઈ હતી. આગામી સમયમાં આવી બેટરીઓ બજારમાં આવે તો નવાઈ નહીં. 

દરિયાઈ જીવોમાંથી મળ્યું બેટરી કારક કેમિકલ 
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના પ્રોફેસર લિયાંગબિંગ હુએની આગેવાનીમાં વૈજ્ઞાનિકોનું એક જૂથ ઘણા લાંબા સમયથી આ દિશામાં કામ કરતું હતું. શોધમાં વૈજ્ઞાનિકોને દરિયાઈ જીવના શરીરમાંથી ટકાઉ બેટરી બની શકે તેવું એક કેમિકલ મળી આવી આવ્યું હતું અને વૈજ્ઞાનિકોએ આ કેમિકલનો ઉપયોગ કરીને બેટરી પણ બનાવી પણ લીધી હતી. 

દરિયાઈ જીવોમાંથી બનતી બેટરી ઈકો ફ્રેન્ડલી 
વૈજ્ઞાનિકોએ જણઆવ્યુ કે આ પ્રકારની ટેકનોલોજી માટે ઉપયોગમાં લેવાતી બેટરીઓ પણ પર્યાવરણને અનુકૂળ હોવી જોઈએ કારણ કે વિશ્વ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ અને ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ્સના ઉપયોગ તરફ આગળ વધી રહ્યું છે. જો કે, લિથિયમ-આયન અને અન્ય સંયોજનોથી બનેલી પરંપરાગત બેટરીઓ નું અધઃપતન થવા માટે સેંકડો કે હજારો વર્ષો નો સમય લાગી શકે છે. આ પદાર્થો વારંવાર ક્ષયકારી અને દહનશીલ પણ હોય છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બેટરીને કારણે કેટલીક વખત લેન્ડફીલ સાઈટ અને રિસાયક્લિંગની સુવિધા તેમજ એરક્રાફ્ટમાં આગ લાગી જાય છે.

કરચલા, ઝીંગા અને લોબસ્ટર્સમાં હોય છે બેટરી બનાવી શકે તેવું ચિટિન 
કરચલા, ઝીંગા અને લોબસ્ટર્સ જેવા દરિયાઈ જીવોના કોષોમાં ચિટિન હોય છે જે એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે જે તેમના શેલને સખત, સ્થિતિસ્થાપક સપાટી આપે છે. ખોરાકના વ્યવસાયની રેસ્ટોરાં અને અન્ય આડપેદાશોમાંથી થતા ખોરાકના કચરામાં ઘણીવાર આ ઉપયોગી પદાર્થ હોય છે, જે ફૂગ અને જંતુઓમાં પણ હાજર હોય છે અને પ્રકૃતિમાં વ્યાપકપણે વિતરિત થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ