બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / વડોદરા / Scandal over making permanent employees of education department in Vadodara

એજ્યુકેશન / વડોદરામાં આવાસ બાદ શિક્ષણના નામે વધુ એક કૌભાંડ? ખુદ મેયરે 29 લાખ રૂપિયાના કૌભાંડનો કર્યો પર્દાફાશ

Shyam

Last Updated: 05:34 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના વર્ગ-4ના 570 કર્મચારીઓને કાયમી કરવા માટે 29 લાખની માતબર રકમ ઉઘરાવી કૌભાંડ આચર્યા હોવાનો આક્ષેપ

  • શિક્ષણ સમિતિ પર આક્ષેપનો મામલો
  • "અધિકારીઓ અને શાસકો સાથે વાત કરી"
  • "કર્મીઓને કાયમી કરવા કે નહી તે નિર્ણય લઈશું"

વડોદરા કોર્પોરેશનમાં આવાસ કૌભાંડનો મામલો હજી શાંત થયો નથી. ત્યારે પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના જ એક સભ્યએ વર્ગ-4ના કર્મચારીઓને કાયમી કરવા માટે 29 લાખ રૂપિયા ઉઘરાવી કૌભાંડ કર્યા હોવાનો મામલો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

વડોદરામાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના વર્ગ-4ના 570 કર્મચારીઓને કાયમી કરવા માટે શિક્ષણ સમિતિના જ ગત બોર્ડના એક સભ્યએ વચેટિયા તરીકે ભૂમિકા નિભાવી કર્મચારીઓ પાસેથી 29 લાખની માતબર રકમ ઉઘરાવી કૌભાંડ આચર્યા હોવાનું સામે આવ્યું છે. કર્મચારીઓને 30 વર્ષ બાદ પણ કાયમી ના કરતા કર્મચારીઓ હાઇકોર્ટમાં ગયા હતા. બાદમાં હાઈકોર્ટે કર્મચારીઓને નીચલી કોર્ટમાં જવા કહ્યું, જેથી કર્મચારીઓ લેબર કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં કોર્ટે વર્ષ 2019માં ચુકાદો આપ્યો હતો. જે કર્મચારીઓના કામના 720 દિવસ પૂરા થઈ ગયા હોય તેમને કાયમી કરવાનો હુકમ કર્યો હતો. જેથી શિક્ષણ સમિતિએ જૂન 2020માં બોર્ડની બેઠકમાં કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

દરખાસ્ત આખરી મંજૂરી માટે પાલિકાની સામાન્ય સભામાં મોકલી આપી હતી. જેમાં ગત બોર્ડના શિક્ષણ સમિતિના એક સભ્યએ 100થી વધુ કર્મચારીઓ પાસેથી 29 લાખ રૂપિયા ઉઘરાવ્યા અને નાણાં કેટલાક સભ્યોને વહેચી પણ દેવાયા હોવાની માહિતી સામે આવી. બાદમાં કર્મચારીઓને કાયમી કરાવી આપવાનો વિશ્વાસ પણ અપાવ્યો. પણ ગત બોર્ડના મેયરને શંકા જતા દરખાસ્ત મંજૂરના કરી મુલતવી કરી દીધી. પાલિકાના વર્તમાન બોર્ડના મેયરને કર્મચારી મંડળના પ્રમુખ કાયમી કરવાની માંગ સાથે મળવા ગયા ત્યારે મેયર કેયુર રોકડીયાએ કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલા રૂપિયા પહેલા પરત કરવા કહ્યું, બાદમાં કાયમી કરવા વિચારણા કરીશું તેવો જવાબ આપ્યો. 

મેયરની સૂચના બાદ કર્મચારી મંડળના પ્રમુખ નિલેશ રાજે કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલા 29 લાખમાંથી 16 લાખ પરત કરી દીધા. જેમાં 104 બેંક ખાતામાં 16 લાખ જમા કરાવ્યા હોવાની રિસિપ્ટ પણ તેમને બતાવી. કર્મચારી મંડળના પ્રમુખ આજે કર્મચારીઓ સાથે શિક્ષણ સમિતિની ઑફિસ પહોંચ્યા અને સ્પષ્ટતા કરતા કહ્યું કે, હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી વકીલની ફી આપવા કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા. ગત બોર્ડના કોઈ સભ્યએ કોઈ કર્મચારી પાસેથી રૂપિયા લીધા . સાથે જ તેમને વર્ગ 4ના હાલમાં કામ કરતા 200 કર્મચારીઓને કાયમી કરવા માંગ કરી. તો અન્ય કર્મચારીઓએ તેમના પ્રમુખની વાતમાં સૂર પુરાવી વકીલની ફી માટે રૂપિયા આપ્યા હોવાનું કહ્યું. સાથે જ કાયમી કરવા માટે આજીજી કરી. 

ભાજપ શાસિત શિક્ષણ સમિતિમાં કર્મચારીને કાયમી કરવા માટે રૂપિયાની લેતીદેતીનો મામલો સામે આવતા કોંગ્રેસે પણ શાસકો પર પ્રહાર કર્યા છે. ગત બોર્ડના શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્યએ મેયર પર આરોપ લગાવ્યા કે, ભાજપની આંતરિક જૂથબંધીમાં મેયર ભાજપના સભ્યોને જ બદનામ કરી રહ્યા છે. જો કૌભાંડ થયું હોય તો મેયર સાબિત કરી બતાવે.તો કોંગ્રેસ પક્ષના પાલિકાના નેતા અમીબેન રાવતે કહ્યું કે પારદર્શક વહીવટ કરવામાં ભાજપ નિષ્ફળ નીવડી છે, શિક્ષણ સમિતિમાં રૂપિયાની લેતીદેતી મામલે તટસ્થ તપાસ થવી જોઈએ. 

મહત્વની વાત છે કે મેયર કેયુર રોકડીયા પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને પોતે જ સતત ઉજાગર કરી રહ્યા છે. સાથે જ તમામ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને પ્રમાણિક પણે કામ કરી રહ્યા છે. તેમજ તેમના શાસનમાં પાલિકામાં ભ્રષ્ટાચાર નહિ ચલાવી લેવાય તેવો સંદેશો પણ આપી રહ્યાં છે. ત્યારે મેયરની આ ઝુંબેશ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં કેટલી અસરકારક નીવડશે. તે આગામી સમયમાં જ ખબર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ