બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / આરોગ્ય / Save! Somewhere the facility of Work From Home does not become a problem for you, thousands of people quit their jobs in this country

હેલ્થ / સાચવજો! ક્યાંક તમારી માટે પણ Work From Homeની સુવિધા સમસ્યા ના બની જાય, હજારો લોકોએ આ દેશમાં નોકરીઓ છોડી દીધી

Vishal Khamar

Last Updated: 05:34 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનના હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ગરદન અને કમરના દુખાવાના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. આ સમસ્યા મોટે ભાગે 25 થી 45 વર્ષની વયના લોકોમાં જોવા મળે છે.

  • કોરોનાએ લોકોની જીવનશૈલી પર ખૂબ ઉંડી અસર કરી છે
  • ઘરેથી કામ કરવાને લીધે કેટલાય કર્મચારીઓ બિમારીનો ભોગ બન્યા
  • ખોટી રીતે બેસવાના આદતના કારણે કર્મચારીઓને ગરદન અને પીઠની સમસ્યા ઉદભવી

કોરોનાએ આપણી જીવનશૈલી પર ઊંડી અસર કરી છે. લગભગ ત્રણ વર્ષ પહેલા રોગચાળો શરૂ થયો હતો અને હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. કોરોના મહામારીએ ઓફિસના કામકાજ પર પણ મોટી અસર કરી છે. રોગચાળા પછી બજારો ખુલવા લાગ્યા છે પરંતુ ઘણા મોટા દેશો કર્મચારીઓની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બદલાયેલી વર્ક પેટર્નને કારણે અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં લોકો નોકરી છોડી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ઘણા મહિનાઓથી ઘરેથી કામ કરવાના કારણે કર્મચારીઓની ગરદન અને પીઠમાં દુખાવો થાય છે.

મળતી માહિતી મુજબ, હજારો કર્મચારીઓને ઘરેથી કામ દરમિયાન સતત ખોટી રીતે બેસવાને કારણે ગરદન અને પીઠની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે તેઓએ તેમની નોકરી છોડી દીધી હતી. બ્રિટનની ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટમાં આ અંગે મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, 3 વર્ષ પહેલા 2019માં દેશમાં બીમારીના કારણે કામ ન કરનારા લોકોની સંખ્યા લગભગ 20 લાખ હતી, જ્યારે હવે આ સંખ્યા 25 લાખને વટાવી ગઈ છે.

62 હજાર કર્મચારીઓએ છોડી નોકરી
એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં 62 હજાર લોકોએ વર્કફોર્મ હોમ દરમ્યાન ગરદન અને કમરમાં દુઃખાવાની ફરિયાદ કરી છે જેના લીધે  તેઓએ નોકરી છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે બ્રિટેનમાં નોકરી છોડવાનું સૌથી મોટું કારણ માનસિક બીમારી છે અને બીજા નંબરે ઘરેથી કામ કરવાથી ગરદન અને પીઠનાં દુઃખાવાની સમસ્યા સર્જાઈ છે.

આ ઉંમરની લોકોનાં લોકોમાં સૌથી વધુ જોવા મળે છે આ બિમારી
લંડનનાં એક હેલ્થ એક્સપર્ટનાં રિપોર્ટ મુજબ છેલ્લા એક-બે વર્ષોમાં ગરદન અને કમરનો દુઃખાવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ત્યારે આ સમસ્યા 25 થી 45 વર્ષની ઉંમરના લોકોમાં વધુ જોવા મળી રહી છે. હેલ્થ એક્સપર્ટે કહ્યું છે કે આના પાછળનું સૌથી મોટું કારણ લેપટોપ પર બેસીને કલાકો સુધી કામ કરવાના કારણે ગરદનને ઝુકેલી રાખવી અને બેસવાની ખોટી રીત. ત્યારે કેટલાક લોકો આ બિમારીથી એટલા પીડાય છે કે હવે તેઓ બેસીને કામ કરવા પણ સક્ષમ નથી.

કર્મચારીઓએ આધુનિક રીતે કામ કરવું જોઈએ
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પીઠ અને ગરદનના દુખાવાથી છુટકારો મેળવવા માટે દર્દીઓએ આધુનિક રીતે કામ કરવાનું શરૂ કરવું જોઈએ. આ માટે કર્મચારીઓએ અઠવાડિયામાં થોડા દિવસ ઓફિસમાં કામ કરવું જોઈએ અને કેટલાકે ઘરેથી કામ કરવું જોઈએ. દરેક વ્યક્તિએ ઘરે કામ કરતા પહેલા ઓફિસ જેવું સેટઅપ તૈયાર કરવું જોઈએ અને ધ્યાનમાં રાખો કે એક નાનો વિરામ લો અને થોડી વારમાં એકવાર ચાલો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ