બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Satadhar Mahant shree Jivraj bapu funeral

અંતિમયાત્રા / સતાધારના મહંત જીવરાજબાપુને પાલખીયાત્રા બાદ અપાઇ સમાધી

Hiren

Last Updated: 09:44 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢ જિલ્લામાં આવેલ સતાધાર ધામના મહંત જીવરાજબાપુએ 93 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો છે. ભક્તોની શ્રદ્ધાના પ્રતિકસમા આ ધામમાં તેમના ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અંતિમ દર્શન બાદ જીવરાજબાપુની પાલખીયાત્રા નિકળી હતી.

સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. ત્યારે જીવરાજબાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે કાચની પેટીમાં રાખવામાં આવ્યા હતા. જીવરાજબાપુના અંતિમ દર્શન માટે ભક્તો અને સેવકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અંતિમ દર્શન બાદ પાલખીયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના સાધુ સંતો અને અનુયાયીઓ જોડાયા હતા. પાલખીયાત્રા બાદ જીવરાજ બાપુને તેમના ગુરૂ શામજીભગતની સમાધી પાસે સમાધી આપવામાં આવી. જ્યા હવે જીવરાજ બાપુનું સમાધી સ્થાન બનશે. મહત્વનું છે કે, મોરારિ બાપુએ જીવરાજબાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જીવરાજ બાપુ સતાધારના 7મા મહંત હતા

1982માં સંત શામજી બાપુએ તેમના અનુયાયી તરીકે જીવરાજ બાપુની નિમણૂક કરી હતી. રાજ્યના સૌથી મોટા તીર્થ સ્થળ સતાધારના મહંત જીવરાજબાપુના અવસાનથી રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. વિશ્વવિભૂતિ સંત શામજી બાપુના શિષ્ય જીવરાજ બાપુ હતાં.

છેલ્લા ઘણા સમયથી બિમારીથી જીવરાજ બાપુ પીડાઈ રહ્યા હતા

છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. સૌરાષ્ટ્રમાં લાખોની સંખ્યામાં છે સત્તાધાર મહંતના અનુયાયીઓ છે. ગાયોની સેવા માટે ગૌશાળામાં જ બાપુ રહેતા હતાં.

નિધનને લઇ વિસાવદર બંધનું એલાન

સતાધારના મહંત જીવરાજબાપુનું નિધન થતા સમગ્ર વિસાવદરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં શોકનો મોજુ ફરી વળતા બંધનો એલાન કર્યું છે. ચેમ્બર ઓફ કોમર્સમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.

સતાધાર ગાદીના મહંત તરીકે વિજયબાપુની વરણી

આપાગીગાની જગ્યાના મહંત જીવરાજબાપુના અવસાન બાદ સતાધાર ગાદીના નવા મહંત તરીકે વિજયબાપુની વરણી કરવામાં આવી છે. મહામંડલેશ્વરના ભારતી બાપુએ આજે ભારતી બાપુના નામની જાહેરાત કરી છે. તો બીજી તરફ તમામ સાધુ સંતો અને મહંતોએ પણ વિજયબાપુના નામને સમર્થન આપ્યું છે. મહત્વનું છે કે, વિજયબાપુ સ્વ.જીવરાજ બાપુના શિષ્ય છે. જ્યારથી જીવરાજ બાપુ બિમાર હતા ત્યારથી તેઓ જ સતાધાર ધામનો વહીવટ સંભાળતા હતા.

મુખ્યમંત્રી રૂપાણીએ ગત રવિવારે કરી હતી મુલાકાત

ગત રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવરાજ બાપુની તબિયત પૂછી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા જીવરાજ બાપુને ન્યુમોનિયા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. મહત્વનું છે કે મુખ્યમંત્રી રૂપાણીએ બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
 

જીવરાજ બાપુના નિધનથી શોકની લાગણી: નરેન્દ્રબાપુ 

મહંત જીવરાજ બાપુના નિધન પર આપાગીગાના ઓટલાના નરેન્દ્રબાપુએ શોક વ્યક્ત કર્યો છે. આ મામલે તેમણે જણાવ્યુ છે કે, તમામ સેવકોમા શોકની લાગણી પ્રસરી છે. બાપુનું માત્ર નામ લેવાથી લોકો મુસીબતમાંથી બહાર આવ્યા છે. બપોરે બાપુની પાલખી યાત્રી નિકળશે. 4 વાગ્યે બાપુની સમાધી અપાશે.

મહંત જીવરાજ બાપુની યાદ આવશે: હર્ષદ રિબડીયા

સત્તાધારના મહંત જીવરાજ બાપુનું નિધન થયુ છે. હર્ષદ રિબડીયાએ પ્રતિક્રિયા આપી છે કે, મહંત જીવરાજ બાપુની યાદ આવશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ મોટી ખોટ પડી છે. તેઓ નાના-મોટા સૌનું ધ્યાન રાખતા હતા. ગરીબો પાસે ભાડુ ન હોય તો બાપુ ભાડુ પણ આપતા હતા.

દેહાવસાન / મહંત જીવરાજ બાપુ દેવલોક પામતાં વિસાવદર બંધનું એલાન, મોટી સંખ્યામાં લોકો અંતિમ દર્શને ઉમટ્યા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ