બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / મનોરંજન / salaman amir and shah rukh khan and 35 production house file suit against media houses

બોલિવૂડ / ત્રણેય ખાન,કરણ જોહર, અજય દેવગન સહીત 38 પ્રોડ્યુસરે આ ન્યૂઝ ચેનલ્સ સામે કર્યો કેસ, જાણો સમગ્ર મામલો

Parth

Last Updated: 07:49 PM, 12 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે આખું બોલિવૂડ જાણે એક થઇ ગયું હોય તેમ બધા જ મોટા પ્રોડક્શન હાઉસ દ્વારા એક થઇને દિલ્હી હાઈકોર્ટમાં ન્યૂઝ ચેનલ સામે કેસ કરવામાં આવ્યો છે.

  • ત્રણ ખાન, દેવગન, કપૂર, યશરાજ સહીતના લોકોએ એક થઇને કર્યો કેસ 
  • બોલિવૂડને બદનામ કરવા અને અપમાનજનક ભાષા બદલ કેસ કરવામાં આવ્યો 
  • રિપબ્લિક ટીવી અને ટાઈમ્સ નાઉના પત્રકારોને કેસમાં પાર્ટી બનાવવામાં આવ્યા 

ન્યૂઝ ચેનલ સામે બોલિવૂડ એક 

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ ખરાબ કરવા અને છવી બગડવાને લઈને 38 ફિલ્મ કંપનીઓ અને સંસ્થાઓએ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે જેમાં બોલિવૂડનું અપમાન અને બદનામ કરવા બદલ અને મીડિયા ટ્રાયલ્સ કરવા બદલ મીડિયા હાઉસ અને પત્રકારને રોકવા માટેની અપીલ કરવામાં આવી છે. અરજી કરનાર લોકૉમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમીર ખાન, અજય દેવગનની કંપનીઓનો સમાવેશ થાય છે.  

પત્રકારોનો પણ ઉલ્લેખ 

નોંધનીય છે કે છેલ્લા ચાર મહિનામાં વિવિધ મીડિયા અહેવાલોમાં બોલિવૂડ સામે ઘણું બધું કહેવામાં આવ્યું છે, ખાસ કરીને ડ્રગ્સ કેસના મામલે વિવિધ બોલિવૂડ અભિનેતા અને અભિનેત્રીઓનું નામ જોડી દેવામાં આવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટમાં જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં રિપબ્લિક ટીવી, ટાઈમ્સ નાઉના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. સાથે સાથે અર્નબ ગોસ્વામી, પ્રદીપ ભંડારી, રાહુલ શિવશંકર અને નાવિકા કુમાર જેવા પત્રકારને પાર્ટી બનાવવામાં આવ્યા છે. 

કન્ટેન્ટ હટાવવા કરી માંગ 

કેસમાં આખું બોલિવૂડ એક થઇ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેમાં ન્યૂઝ ચેનલને પ્રોગ્રામ કોડનું પાલન કરીને છવી ખરાબ કરતા કન્ટેન્ટ હટાવી દેવાની માંગ કરવામાં આવી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ચેનલોએ બોલિવૂડ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. આ કેસ કરવામાં આખું બોલિવૂડ જાણે એક થઇને બાંયો ચડાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્રણેય ખાન, કરણ જોહર, અજય દેવગન, યશરાજ ફિલ્મ્સ સહીતના મોટા પ્રોડક્શન હાઉસ એક થઇને કેસ કરી રહ્યા છે. ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ આ બધાના નામની લિસ્ટ બહાર પાડી છે. 

કોણ કોણ સામેલ ? 

જે લોકોએ મીડિયા સામે બાંયો ચડાવી છે તેમાં આમિર ખાન પ્રોડક્શન્સ, શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ, સલમાન ખાન ફિલ્મ્સ, કરણ જોહરની ધર્મ પ્રોડક્શન્સ, એડ-લેબ્સ ફિલ્મ્સ, અજય દેવગન ફિલ્મ્સ, અનિલ કપૂર ફિલ્મ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક, અરબાઝ ખાન પ્રોડક્શન્સ, આશુતોષ ગોવારિકર પ્રોડક્શન્સ, ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ, રાકેશ રોશનની ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન્સ, કબીર ખાન ફિલ્મ્સ, નડિયાદવાલા ગ્રેન્ડસન એંટરટેનમેંટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, રિલાયન્સ બિગ એન્ટરટેઇનમેન્ટ, રોય કપૂર ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ, વિનોદ ચોપડા ફિલ્મ્સ, વિશાલ ભારદ્વાજ પિક્ચર્સ અને યશ રાજ ફિલ્મ્સનું નામ સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ