બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / saif ali khan did not like sara ali khan kartik aaryan love aaj kal trailer

રિએક્શન / દીકરી સારાની ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર જોઈ પિતા સૈફે અલી ખાન કેમ નિરાશ થયાં?

Dharmishtha

Last Updated: 10:42 AM, 18 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ફિલ્મ લવ આજ કલ ફિલ્મનું ટ્રેલર જોઈ પિતા સૈફ અલી ખાન નિરાશ થયાં છે. સૈફ અલી ખાન ઓરિજનલ ફિલ્મમાં એક્ટરની ભૂમિકા ભજવી ચૂક્યાં છે. ત્યારે પોતાની દીકરીની ફિલ્મનાં ટ્રેલરમાં એવું તો શું હતું કે તેણે નિરાશા વ્યક્ત કરી છે....

  • સૈફ અલી ખાને દીકરી સારા અલી ખાનની ફિલ્મનું ટ્રેલર જોઈ કર્યું આમ
  • દીકરી લવ આજ કલનું ટ્રેલર જોઈ સૈફ થયા નિરાશ
  • સૈફ અલી ખાને દીકરીને રોલ માટે શુભેચ્છા આપતાં કહ્યું કે....

લોકો લવ આજ કલનાં ટ્રેલર કોપી ગણાવી રહ્યાં છે

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની લવ આજ કલ મૂવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરને જોઈને લોકો આને સૈફ અલી ખાન અને દિપીકા પાદુકોણની ફિલ્મની કોપી ગણાવી રહ્યાં છે. લોકોને ફિલ્મનું ટ્રેલર પસંદ નથી આવી રહ્યું. ત્યારે સારા અલીના પિતા સૈફ અલી ખાનને પણ આ ફિલ્મનું ટ્રેલર જોઈ રિએક્શન આપ્યું છે .

સૈફ અલી ખાને આપ્યું આવું રિએક્શન

એક અખબારને ઈન્ટરવ્યુંમાં સૈફ અલી ખાને સારા- કાર્તિકની લવ આજ કલનાં ટ્રેલરને પોતાની ફિલ્મની સરખામણીએ નબળું ગણાવ્યું છે. તેણે કહ્યું હતું કે વર્ષ 2009માં દિપીકા પાદુકોણ સાથે કરેલી ઓરિજનલ લવ આજ કલ તેને વધારે પસંદ આવી છે.  જોકે સૈફે ઈમ્તિયાજ અલીનાં આ એક્સપરમેન્ટના પણ વખાણ કર્યાં છે. તેણે સારાને તેનાં રોલ માટે શુભેચ્છા પાઠવી છે.

 

લોકોએ તાનાજીમાં સૈફની એક્ટિંગનાં વખાણ કર્યાં છે

તાજેતરમાં રિલીઝ થયેલી તાનાજી ધ અનસંગ વોરિયર માં સૈફ અલી ખાને ઉદયભાંગ રાઠોડ નામનું નેગેટિવ કેરેક્ટર પ્લે કર્યું છે. સૈફની આ ફિલ્મની એક્ટિંગ લોકોને મુખ્ય કલાકાર અજય દેવગન કરતા વધારે ઈન્પ્રેસિવ લાગી છે. 

બન્ને ફિલ્મ ઈમ્તિયાઝ અલીએ બનાવી છે

બીજી તરફ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની લવ આજ કલ ફિલ્મમાં બે દાયકાની કહાની છે. જ્યાં 90ના દાયકા વાળા ભાગમાં આરુષિ શર્મા નજરે પડશે.  જ્યારે મોર્ડન દાયકામાં સારા અલી ખાન નજરે પડશે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી અને દિપીકા પાદુકોણ વાળી ફિલ્મ લવ આજ કલ ફિલ્મ પણ ઈમ્તિયાદ અલીએ જ બનાવી હતી અને સારા અલી વાળી લવ આજ કલ પણ ઈમ્તિયાજ અલી એ જ બનાવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Love Aaj Kal Saif Ali Khan Sara Ali Khan ગુજરાતી ન્યૂઝ લવ આજ કલ સારા અલી ખાન સૈફ અલી ખાન Reaction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ