બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Saber Dairy hiked the price of milk by Rs 10 per kg fat

શ્વેતક્રાંતિ / પશુપાલકો માટે ગુડ ન્યૂઝ: આ ડેરી વધાર્યા દૂધના ભાવ, જાણો કેટલો થશે ફાયદો

Dinesh

Last Updated: 06:40 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saber Dairy news: સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કર્યો છે, વધારાના પગલે 3.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે

  • સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે મોટા સમાચાર
  • સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
  • કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો


સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કર્યો છે,  જે ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. અત્રે જણાવીએ કે, ડેરીની નિયામક મંડળની મિટીંગમાં આ પશુપાલોકના હિતમાં નિર્ણય લેવાયો છે. 

ગુજરાતની જનતાને વધુ એક ભેટ: PM મોદીના હસ્તે ખેડૂતોની જીવાદોરી સમાન સાબર  ડેરીના કરોડોના પ્લાન્ટનું લોકાર્પણ | sabar Dairy's 3 big plant launched by  PM narendra Modi

દર મહિને પશુપાલકોને 6 કરોડનો ફાયદો
 સાબર ડેરીના ભાવ વધારાના પગલે 3.50 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, ભેંસના દૂધના જૂના ભાવ 840 હતી જે હવે 850 કરાયા છે એટલે કે, 10 રૂપિયા ભાવ વધવાથી દર મહિને પશુપાલકોને 6 કરોડનો ફાયદો થશે. દૂધના ભાવમાં વધારા કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. 

વાંચવા જેવું: આગામી ભરતીમાં ક્લાર્કના પદ માટે ઉમેદવારોએ સ્નાતક હોવું જરૂરી, ગુજરાતની આ કોર્પોરેશને લીધો મહત્વનો નિર્ણય

દર મહિને પશુપાલકોને 6 કરોડનો ફાયદો થશે
જો કે, એક તરફ પશુઓના ઘાસચારા અને દાણમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જેના પગલે પશુપાલકોને  આ ભાવ વધારા મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ વાત એ છે કે, આ 10 રૂપિયાના વધારાથી 3.50 લાખ પશુપાલકોના ખીસ્સામાં દર મહિને 6 કરોડ રૂપિયા વધુ જશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ