બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Gandhinagar Corporation has changed the recruitment rules for clerks, 12 pass, graduation educational qualification

જાહેરાત / આગામી ભરતીમાં ક્લાર્કના પદ માટે ઉમેદવારોએ સ્નાતક હોવું જરૂરી, ગુજરાતની આ કોર્પોરેશને લીધો મહત્વનો નિર્ણય

Dinesh

Last Updated: 04:34 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news: ગાંધીનગર કોર્પોરેશને કલાર્કની ભરતીના નિયમમાં ફેરફાર કર્યો છે, 12 પાસની જગ્યાએ હવે સ્નાતક શૈક્ષણિક લાયકાત કરાઈ તેમજ વય મર્યાદા 20 વર્ષથી વધારીને 35 વર્ષ કરાઈ છે

  • ગાંધીનગર કોર્પોરેશને કલાર્કની ભરતીના નિયમમાં ફેરફાર કર્યા
  • 12 પાસની જગ્યાએ હવે સ્નાતક ઉમેદવારો જ અરજી કરી શકશે
  • કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને અપાઈ મંજૂરી


સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને ઉપયોગી સમાચાર ધ્યાને આવ્યા છે. અત્રે જણાવીએ કે, રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષા પદ્ઘતિમાં ફેરફાર કરાયો છે ત્યારે  ગાંધીનગર કોર્પોરેશને પણ કલાર્કની ભરતીના નિયમમાં ફેરફાર કર્યો છે. 12 પાસની જગ્યાએ હવે સ્નાતક ઉમેવાદરની જ ભરતી કરવામાં આવશે. જો કે, ગૌણ સેવા પસંદગી દ્વારા આ નિયમ અગાઉ લાગૂ કરી દેવાયો છે, સાથો સાથ અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં પણ આ નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ક્લાર્કની ભરતી માટે ગેજ્યુએશનની લાયકાત નક્કી કરી છે  

શૈક્ષણિક લાયકાતમાં ફરેફાર
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વર્ગ-3ની મોટા ભાગની ભરતી 12 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારોની થતી હતી. પરંતુ હવે નિયમમાં ફેરફાર કરીને 12 પાસની જગ્યા સ્નાતક ઉમેદવારોની ભરતીની પરીક્ષા નક્કી કરવામાં આવી રહી છે. જે નવા નિયમ પ્રમાણે જે પણ ગ્રેજ્યુએટ હશે તે આ નિયમ પ્રમાણે પરીક્ષા આપવા માટે અરજી કરી શકશે અને પરીક્ષા આપી શકશે.આ મહત્વપૂર્ણ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે.જેના પગલે પહેલા કરતા ઉમેદવારોની સંખ્યામાં પણ થોડો ઘટાડો થઈ શકે છે. 

વાંચવા જેવું: 2024ની ચૂંટણી માટે BJPએ વિજય રૂપાણી અને પૂર્ણેશ મોદીને જુઓ કયા રાજ્યની આપી જવાબદારી

વય મર્યાદામાં પણ ફેરફાર કરાયો 
શૈક્ષણિક લાયકાતની સાથો સાથ લઘુતમ વય મર્યાદામાં પણ ફેરફાર કરાયો છે. આપને જણાવીએ કે, વય મર્યાદા 20 વર્ષથી વધારીને 35 વર્ષ કરાઈ છે.  જે નિયમોમાં ફેરફાર મુદ્દે ગાંધીનગર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. હવે કલાર્કની ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ