બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / rules change for provisional pension for central govt employees see the details

ફેરફાર / Pensionને લઈને મોદી સરકારે બદલ્યા આ 3 નિયમ, હવે પરિવારને કાગળની કાર્યવાહીથી મળશે છૂટકારો

Bhushita

Last Updated: 09:48 AM, 8 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનને લઈને મોદી સરકારે નિયમોને સરળ બનાવી દીધા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે રિટાયર્ડ લોકોને પેન્શનને લઈને ભટકવું ન પડે તે માટે નિયમોના ફેરફાર કર્યા છે.

  • Pensionને લઈને મોદી સરકારે બદલ્યા આ 3 નિયમ
  • હવે કાગળની કાર્યવાહીથી મળશે છૂટકારો
  • રિટાયર્ડ લોકોને પેન્શનને લઈને ભટકવું ન પડે તે માટે કર્યા ફેરફાર

ફેમિલિ પેન્શન તરત જાહેર કરાશે
કોઈ કેન્દ્રીય કર્મચારીના મોત થવા પર તેના પરિવારના લોકોને તરત જ પેન્શન જાહેર કરવાના આદેશ અપાયા છે. જ્યારે પહેલા પરિવારના લોકોને અનેક દિવસો સુધી કાગળની કાર્યવાહીના ચક્કરમાં રહેવું પડે છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે ફેમિલિ પેન્શનને લઈને નિયમોને સરળ કર્યા છે. હવે જો ફેમિલિ પેન્શન ક્લેમ આવે છે તો ફક્ત ડેથ સર્ટિફિકેટ જોઈને પરિવારને તરત જ પેન્શન આપવામાં આવશે. આ માટે કાગળની કાર્યવાહીની રાહ જોવી પડશે નહીં. મંત્રીએ કહ્યું કે કર્મચારીનુ મોત કોરોનાથી થશે કે પછી કોઈ નોન કોવિડના કારણે તો બંને સ્થિતિમાં આ નિયમનું પાલન કરાશે. 

પ્રોવિઝનલ ફેમિલિ પેન્શનના નિયમ કર્યા સરળ
આ સિવાય  Provisional Family Pensionના નિયમોને પણ સરળ કર્યા છે. તમને જણાવી દઈએ કે CCS (Pension) Rule 1972 ના Rule 80 (A)ના આધારે જો કોઈ સરકારી કર્મચારીનું સર્વિસ સમયે મોત થાય છે તો પ્રોવિઝનલ ફેમિલિ પેન્શન જાહેર કરાય છે. આ કામ Pay and Accounts Office માં દસ્તાવેજ પહોંચ્યા બાદ કરાય છે. પણ કોરોનાના કારણે આદેશ અપાયા છે કે ફેમિલિ પેન્શનનો કેસ Pay and Accounts Officeને ફોરવર્ડ કર્યા વિના જ પેન્શન શરૂ કરી દેવામાં આવે. તેનાથી પરિવારને પ્રોવિઝનલ પેન્શનની તરત મંજૂરી મળે છે.  

પ્રોવિઝનલ પેન્શન હવે 1 વર્ષ સુધી
કેન્દ્રીય કર્મચારી જ્યારે રિટાયર થાય છે તો તેમની પ્રોવિઝન પેન્શનની સીમા પહેલા 6 મહિના હતી હવે તેને વધારીને  1 વર્ષની કરી દેવામાં આવી છે. એટલે કે જે તારીખથી રિટાયરમેન્ટ હશે તે દિવસથી 1 વર્ષ સુધી પ્રોવિઝન પેન્શન કે અસ્થાયી પેન્શન મળતું રહેશે. આ નિર્ણય કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે લેવાયો છે. પ્રોવિઝન પેન્શન નિયમ શરૂ થતાં જ કોઈ સરકારી કર્મચારી રિટાયર થાય તો આપાત સ્થિતિમાં તેને પ્રોવિઝનલ પેન્શન મળશે. પેન્શન તેની છેલ્લી લેવાયેલી સેલેરી પર નક્કી થાય છે.  જો કે વાસ્તવિક પેન્શન અને પ્રોવિઝનલ પેન્શનમાં કોઈ ખાસ ફરક હોતો નથી. 
 

આ કારણે સરળ કરાયા પેન્શનના નિયમો
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે થોડા દિવસ પહેલા એલાન કર્યું હતું કે રિટાયરમેન્ટ દિવસથી 1 વર્ષ માટે આ પેન્શનને લાગૂ કરાશે. તેમના આધારે મહામારીના સમયે કર્મચારીને નિયમિત પેન્શન પેમેન્ટ ઓર્ડર મળે અને પેપર વર્ક પૂરું થવા સુધી પ્રોવિઝનલ પેન્શન અપાશે. આ વ્યવસ્થા ફેમિલિ પેન્શન વાળા માટે પણ લાગૂ થશે. કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું કે મહામારીના કારણે શક્ય છે કે કર્મચારીને ઓફિસમાં પેન્શન ફોર્મ જમા કરાવવામાં તકલીફ થાય. એવુ પણ શક્ય છે કે સર્વિસ બુકની સાથે ક્લેમ ફોર્મ પે એન્ડ એકાઉન્ટ ઓફિસમાં જઈને જમા કરવાની સ્થિતિમાં ન હોય. જો બંને ઓફિસ અલગ અલગ શહેરમાં છે તો આ તકલીફ વધી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ