બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / rule change 6 monetary changes from budget day 1st feb from lpg price to nps partial withdrawal

Rule Change / LPGથી લઇને FASTAG સુધી... આવતીકાલે બજેટ દિવસ, દેશમાં લાગુ કરાશે 6 મોટા ફેરફાર

Arohi

Last Updated: 08:38 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rule Change From 1st Feb: દેશમાં પહેલી ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં LPGના ભાવથી લઈને ફાસ્ટટેગ અને IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો સુધીનો સમાવેશ થાય છે.

  • પહેલી ફેબ્રુઆરીથી થશે આ ફેરફાર 
  • LPG-FASTagથી લઈને મની ટ્રાન્સફર સુધી
  • બજેટની સાથે લાગુ થશે 6 મોટા બદલાવ 

Rule Change From 1st Feb: દેશની ફાઈનાન્શિયલ હેલ્થ એટલે કે બજેટ આવતીકાલે 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. આ દિવસે સંસદમાં મોટા એલાન થશે સાથે જ દેશમાં પહેલી ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર પણ થવાના છે. આ ફેરફારોમાં LPGના ભાવથી લઈને ફાસ્ટટેગ અને IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો સુધીનો સમાવેશ થાય છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર થશે. 

LPGના ભાવ 
પહેલી ફેબ્રુઆરીથી LPGની કિંમતોમાં ફેરફાર થવાની સંભાવના છે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. સિલિન્ડરની કિંમતોમાં ફેરફારથી સામાન્ય મનુષ્યના ખિસ્સા પર તેની અસર પડી શકે છે. 

IMPS મની ટ્રાન્સફર 
આજના સમયમાં એક બેંકથી બીજી બેંકમાં પૈસા મોકલવા માટે કસ્ટમર્સને બંકના ધક્કા નથી ખાવા પડતા. પરંતુ ઘરે બેઠા મોબાઈલ પર એક ક્લિકથી જ આ કામ થઈ જાય છે. તેના માટે IMPS મની ટ્રાન્સફર સારો વિકલ્પ હોય છે. કાલથી જે બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તે તેની સાથે જ જોડાયેલો છે. 1 ફેબ્રુઆરી 2024થી થતા ફેરફાર હેઠળ યુઝર્સ ફક્ત રિસીવરના ફોન નંબર અને  બેંક એકાઉન્ટનું નામ જોડીને IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર હવે તેમાં Beneficiaries અને IFSC કોડની પણ જરૂર નહીં પડે. 

NPS વિડ્રોલ 
PFRDAએ જાન્યુઆરીમાં એક માસ્ટર સર્કુલર જાહેર કર્યું છે જેમાં NPSમાં રોકાણ કરેલા પૈસાના વિડ્રોલ માટે ગાઈડલાઈન આપવામાં આવશે. PFRDAએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહક ફક્ત પહેલા ઘરની ખરીદી કે નિર્માણ માટે આંશિક વિડ્રેલ કરી શકે છે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. 

ફાસ્ટેગ eKYC
eKYC વગરના બધાજ ફાસ્ટેગને 31 જાન્યુઆરી બાદ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ યુઝર્સે તેમના ફાસ્ટેગ માટે eKYC પૂર્ણ કરેલું હોવું જોઈશે. લગભગ 7 કરોડ FASTag ઈશ્યૂ કરવામાં આવ્યા છે પરંતુ ફક્ત 4 કરોડ જ એક્ટિવ છે. તેના ઉપરાંત 1.2 કરોડ ડુપ્લીકેટ ફાસ્ટેગ છે. 

વધુ વાંચોPost Office ની આ સ્કીમમાં જમા કરો 10 લાખ, 4.5 લાખ તો ખાલી વ્યાજ મળશે: જાણો કેટલા વર્ષમાં

ધનલક્ષ્મી FD Scheme
પંજાબ એન્ડ સિંધ બેંક (PSB)ની સ્પેશિયલ એફડી (FD) જેને 'ધન લક્ષ્મી 444 દિવસ' કહેવાય છે તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. બેંકે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023થી વધારીને 31 જાન્યુઆરી, 2024 કરી દીધી હતી. એવામાં એફડીમાં પૈસા રોકનાર તેમાં રોકાણ કરી શકે છે. આ એફડીનો સમયગાળો 444 દિવસ છે અને વ્યાજદર 7.4% છે અને સુપર સીનિયર માટે 8.05 ટકા છે. તેના ઉપરાંત ભારતીય સ્ટેટ બેંક હાલમાં પોતાના કસ્ટમર માટે હોમ લોન પર છુટ આપી રહ્યા છે. આ 65 બીપીએસ સુધી ઓછા વ્યાજ પર હોમ લોન ઓફર કરી રહ્યું છે. હોમ લોન પર પ્રોસેસિંગ ફીસ અને છૂટની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ