બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / અજબ ગજબ / Post Office national savings certificate scheme gives 7.7 percent annual interest for 5 years
ADVERTISEMENT
બેંકની જેમ પોસ્ટ ઓફીસમાં પણ અનેક પ્રકારની સેવિંગ સ્કીમ્સ ફાળવવામાં આવે છે. આ યોજનાઓમાંની જ એક છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમ. આ સ્કીમ એ લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેમને સુરક્ષિત રોકાણની સાથે-સાથે મોટું વ્યાજદર પણ મેળવવું છે. NSC એક પ્રકારની ડિપોઝિટ સ્કીમ છે જેમાં 5 વર્ષ માટે પૈસા જમા કરવાથી સારું વ્યાજ મળે છે. હાલમાં આ પોસ્ટ ઓફીસની આ સ્કીમ પર 7.7%નાં હિસાબે વ્યાજ આપવામાં આવે છે.
1000 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
NSCમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનાં રોકાણથી શરૂઆત કરી શકાય છે. વધુમાં વધુ રોકાણની કોઈ સીમા નક્કી નથી કરવામાં આવી એટલે કે તમે ઈચ્છો એટલા પૈસાનું રોકાણ કરી શકો છો. કોઈપમ નાગરિક અહીં એકાઉન્ટ ખોલાવી શકે છે. જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા આપવામાં આવે છે. 2-3 લોકો મળીને સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે. માઈનરનાં નામથી તેના માતા-પિતા પણ રોકાણ કરી શકે છે. 10 વર્ષનું બાળક પોતાના નામે NSC ખોલાવી શકે છે.
ADVERTISEMENT
ટેક્સમાં છૂટ
NSCનો એક ફાયદો એ પણ છે કે જો તમે લાંબા સમય સુધી અહીં રોકાણ કરવાની જરૂર નથી પડતી. 5 વર્ષમાં આ સ્કીમ મેચ્યોર થઈ જાય છે. વાર્ષિક આધાર પર વ્યાજનું કમ્પાઉંડિંગ થાય છે અને ગેરંટીડ રિટર્ન પણ મળે છે. રોકાણ સમયે જે વ્યાજદરો લાગૂ હતાં, અંત સુધી એ જ વ્યાજદરનાં હિસાબે વાર્ષિક 5 વર્ષનું વ્યાજ મળે છે. આ વચ્ચે જો વ્યાજદરો બદલાઈ જાય છે તો પણ તેની અસર તમારા એકાઉન્ટ પર નથી પડતી. જમા કરવામાં આવેલી રકમ પર Section 80C અંતર્ગત ટેક્સમાં છૂટ મળે છે એટલે કે દરવર્ષે 1.50 લાખ રૂપિયા જમા કરવા પર ટેક્સની છૂટ મેળવી શકાય છે.
પાર્શિયલ વિડ્રોઅલની સુવિધા નથી
અન્ય સ્કીમ્સની જેમ આ સ્કીમમાં કોઈ પાર્શિયલ વિડ્રોએલ નથી થઈ શકતું. 5 વર્ષ બાદ જ તમે પૈસા મેળવી શકશો. જો કે પ્રીમેચ્યોર ક્લોઝર વિશેષ સ્થિતિઓમાં કરાવી શકાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: થોડા વર્ષની બચત અને કરોડપતિ બનવાનું સપનું થશે પૂર્ણ, આ યોજનામાં કરો સેવિંગ્સ
14-15 લાખનો ફાયદો થશે
જો તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ માટે 10 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો 7.7%નાં વ્યાજદરનાં હિસાબે તમને 4,49,034 રૂપિયા વ્યાજરૂપે મળશે. 5 વર્ષ બાદ તમને કુલ 14,49,034 રૂપિયા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.