બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / RTPCR CORONA VIRUS TEST MANDOTORY FOR ENTRY IN AHMEDABAD

નિર્ણય / ગુજ. હાઇકોર્ટની ટકોર બાદ AMCએ લીધો આ મોટો નિર્ણય, અમદાવાદીઓએ જાણવો જરૂરી

Parth

Last Updated: 08:01 AM, 5 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કોરોના વાયરસની ભયંકર પરિસ્થિતિ વચ્ચે હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ કૉર્પોરેશન દ્વારા કડક નિયમ બનાવવામાં આવ્યો છે.

  • ગુજરાત બહારથી આવતા લોકો માટે ટેસ્ટ ફરજિયાત
  • અમદાવાદમાં આવતા પહેલા ટેસ્ટ ફરજિયાત
  • 72 કલાક સુધીનો RT-PCR ટેસ્ટ માન્ય રખાશે

અમદાવાદમાં આવતા પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે

ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે ગુજરાત હાઇકોર્ટ એક્શનમાં આવી છે. છેલ્લા ઘણા દિવસ ચાલી રહેલા સુઓ મોટો કેસમાં ગઇકાલે સુનાવણીમાં હાઇકોર્ટે અમદાવાદ કૉર્પોરેશનની પણ ઝાટકણી કાઢી હતી. સરકાર અને કૉર્પોરેશનના અલગ અલગ નિયમથી હાઇકોર્ટ નારાજ થઈ હતી જે બાદ હવે કૉર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અમદાવાદના રહેવાસીઓ માટે પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત

ગઇકાલે અમદાવાદ માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી અમદાવાદ આવતા દરેક લોકો પાસે RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવશે. અમદાવાદમાં પ્રવેશ માટે 72 કલાકની અંદરનો આ રિપોર્ટ આપવાનો રહેશે. અત્યારે સુધી અમદાવાદના જે નાગરિકો હતા તે બધાને આ નિયમમાંથી છૂટ આપવામાં આવી હતી અને અમદાવાદના નાગરિકો કોઈ પણ ટેસ્ટ વગર શહેરથી બહાર જઈને પરત ફરી શકતા હતા. જોકે ગઇકાલે હાઇકોર્ટની કડક સૂચના બાદ કૉર્પોરેશન દ્વારા નિયમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બહારથી પ્રવેશ કરવા માટે કોઈ પણ નાગરિકે કોરોના ટેસ્ટ કરાવેલ હોવો ફરજિયાત છે.  

સમગ્ર રાજ્ય માટે જાહેર કરી નવી ગાઇડલાઇન 

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સ્થિતિએ ચિંતા વધારી છે તો ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને આડેહાથ લીધી છે,ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજેલી એક બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. જે સમગ્ર રાજ્યમાં માટે છે

12 મે સુધી લંબાવાયા કડક નિયમો 

તા. ૬ મે-ર૦ર૧થી તા.૧ર મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે

જાણો શું રહેશે ચાલુ  ? 

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે

ઓફિસમાં માત્ર 50 ટકા સ્ટાફની જ હાજરી 

ખાનગી ઓફિસોમાં પ૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ