બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / Royal family in case of property dispute

રાજકોટ / રાજકોટના રાજવી પરિવારની કરોડોની સંપત્તિ મામલે મોટા સમાચાર : માંધાતાસિંહને મળ્યો કોર્ટમાંથી ઝટકો

Kiran

Last Updated: 04:21 PM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના રાજવી પરિવારમાં સ્થાવર-જંગમ મિલ્કતોની વહેંચણી મામલે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે.

  • રાજકોટમાં રાજવી પરિવારનો મિલકત વિવાદનો મામલો
  • ઝાંસી રહેતા બહેનની તરફેણમાં ચુકાદો આવતા અરજી
  • ડેપ્યુટી કલેકટરે નામ કમી કરવાની અરજી ફગાવી

રાજકોટમાં રાજવી પરિવારના વિવાદ જગ જાહેર બન્યા છે ત્યારે રાજવી માંધાતાસિંહે બહેન અંબાલાદેવીનું નામ કમી કરવા માટે જિલ્લા ડેપ્યુટી કલેક્ટર અરજી કરવામાં આવી હતી જે ફગાવી દેવામાં આવી હતી. મહત્વનું છે કે જમીન વિવાદ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો  જેનો ચુકાદો ઝાંસીમાં રહેતા બહેનની તરફેણમાં આવતા માધાપર, સરધારની જમીનમાં બહેનનો હક જતા કરવા રાજવી માંધાતાસિંહે નામ કમી કરવાની અરજી કરી હતી. આ અરજી કરવામાં આવી ત્યારે બહેન અંબાલાદેવીના વકીલ પણ ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં હાજર રહ્યા હતા ત્યારે ડેપ્યુટી કલેક્ટર દ્વારા નામ કમી કરવાની અરજીને ફગાવી દેવામાં આવી હતી.  
 

 

મિલકતમાંથી અંધારામાં રાખ્યાનો આક્ષેપ

વર્તમાન રાજા માંધાતાસિંહે પૈતૃક મિલ્કતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યા મતલબના મુદ્દે તેમના બહેન - રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે. જે પૈકી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનવણી પૂર્ણ થઇ ગઇ છે અને ચુકાદો આવવા પર છે. જ્યારે સિવિલ કોર્ટમાં આગામી તા. ૩૧ ઓગસ્ટની મુદ્દત પડી છે. રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ - બહેન વચ્ચે મિલકતનો વિવાદ ઊભો થયો છે. 

માંધાતાસિંહના બહેને કર્યો આક્ષેપ

જેમાં માજી રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલીલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રીલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો

માંધાતાસિંહ અને તેમના બહેન અંબાલાદેવી કે, જેઓ ઝાંસી ખાતે વસવાટ કરે છે. તેમની વચ્ચે મિલકતને લઈ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લામાં માધાપર અને સરધારની જમીનમાં માંધાતાસિંહ જાડેજાના બહેનનો હક જતો કરવાની નોંધ પછી સમગ્ર વિવાદ સામે આવ્યો છે. માંધતાસિંહે પોતે જ બહેનનું નામ રદ કરવાની અરજી કરી હતી. જે બાદ તેમના બહેનને નોટિસ મળી હતી. તેમના આધારે તેમને તકરારી દાખલ કરી હતી. જો કે, તેઓ ખુદ તો હાજર રહ્યા નહોતા. પરંતુ માંધાતાસિંહના બહેનના વકીલ હાજર રહ્યા હતા. 

સમગ્ર વિવાદ અંગે ખુદ માંધાતાસિંહે મીડિયા સાથે કરી વાતચીત

રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, પરિવારની આંતરીક બાબતોને લઈ કોઈ મીડિયામાં ગેરસમજ ઉભી ન થાય તે માટે સ્પષ્ટતા કરી હતી. માંધાતાસિંહે કહ્યું મારા પિતાજીના વિલમાં જે જે લોકોને સંપત્તિનો ભાગ આપવામાં આવ્યો છે. તે લોકોએ તેને સ્વિકાર કર્યો છે. અને તમામ વારસદારો જ્યારે રાજકોટમાં એકઠા થયા ત્યારે વિલના સમર્થનમાં રજિસ્ટ્રર કરેલા હતા. જે સબ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાયેલું છે. અને મારા પિતાજીએ બધાને જે આપવાનું હતું તે, આપીને અમે આગળ વધ્યા છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ