બ્રેકિંગ ન્યુઝ
Vidhata
Last Updated: 03:27 PM, 17 April 2024
IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રવિવારે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે તોફાની પ્રદર્શન કરતા રોહિત શર્માએ સદી ફટકારી હતી. જો કે રોહિત શર્માની સદી છતાં મુંબઈ ઇન્ડિયન્સ જીતી શકી નહોતી. મુંબઈની આગામી મેચ પંજાબ કિંગ્સ સાથે છે. રોહિત શર્મા આ મેચ પહેલા નવા બેટ સાથે જોવા મળ્યા. રોહિત શર્માનો એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાનું નવું બેટ તૈયાર કરતો જોવા મળી રહ્યો છે. મુંબઈ અને પંજાબ વચ્ચે આગામી મેચમાં રોહિત શર્મા આ બેટ સાથે મેદાન પર ઉતરી શકે છે.
ADVERTISEMENT
વાસ્તવમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં રોહિત પોતાનું બેટ તૈયાર કરતો જોવા મળી રહ્યો છે. તે પહેલા બેટ પર સ્ટીકર ચોંટાડે છે અને પછી પ્રોટેક્ટર પણ લગાવે છે. આ પછી, રોહિત બેટની પકડ માંજ્બૂર્ત કરવા માટે રબરને એડજસ્ટ કરતો જોવા મળે છે. જ્યારે કોઈપણ ક્રિકેટરના હાથમાં નવું બેટ આવે છે, ત્યારે તે મેચમાં ઉતરતા પહેલા તેને અજમાવે છે. જોકે, એવું જરૂરી નથી કે દર વખતે આવું જ થાય. રોહિત પણ નવા બેટને અજમાવતો જોવા મળ્યો.
That smile @ImRo45 🥺❤️ pic.twitter.com/oYrZKaoRvF
— Mumbai Indians TN FC™ (@MIFansClubTN) April 16, 2024
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રોહિતે ચેન્નઈ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 63 બોલમાં 105 રન બનાવ્યા હતા. રોહિતની આ ઇનિંગમાં 11 ફોર અને 5 સિક્સ સામેલ હતી. જો કે તેમ છતાં મુંબઈને 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે આ સિઝનમાં અત્યાર સુધી 6 મેચ રમી છે. આ દરમિયાન 261 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 105 રન હતો.
વધુ વાંચો: રોહિત શર્મા જે ન કરી શક્યો તે કેવી રીતે કર્યું? જોશ બટલરે જણાવ્યો ધોની-વિરાટનો મંત્ર
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો તે આ સિઝનમાં 6 મેચ રમી છે અને ટીમ આ સમયગાળા દરમિયાન માત્ર 2 મેચ જીતી શકી છે. તેને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈને પ્રથમ ત્રણ મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.