બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / સ્પોર્ટસ / Cricket / How did Rohit Sharma do what he couldn't? Josh Buttler revealed the Dhoni-Virat secret

IPL 2024 / રોહિત શર્મા જે ન કરી શક્યો તે કેવી રીતે કર્યું? જોશ બટલરે જણાવ્યો ધોની-વિરાટનો મંત્ર

Vishal Khamar

Last Updated: 02:05 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના અનુભવી વિકેટકીપર અને બેટ્સમેન જોશ બટલર માટે IPL 2024ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પરંતુ હવે તેણે વાપસી કરી છે. બટલરે KKR સામે વિસ્ફોટક સદી ફટકારીને રાજસ્થાનને મેચ જીતાડી.

જોશ બટલરની અણનમ સદીને કારણે રાજસ્થાન રોયલ્સે મંગળવારે જોરદાર વાપસી કરી  અને સુનીલ નારાયણની પ્રથમ ટી20 સદીને પરાજય આપ્યો સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટથી હરાવ્યું. નાઈટ રાઈડર્સના 224 રનના ટાર્ગેટનો પીછો કરતા રોયલ્સ ટીમે 13મી ઓવરમાં 121 રન અને 6 વિકેટ પર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ બટલરની અણનમ સદી (60 બોલમાં 107 રન,  9 ચોગ્ગા, 6 છગ્ગા)ની મદદથી છેલ્લા બોલ પર આઠ વિકેટે 224 રન બનાવીને વિજય પોતાના નામે નોધાવ્યો હતો. રિયાન પરાગ (34) અને રોવમેન પોવેલ (26)એ પણ સારી ઇનિંગ્સ રમી હતી. જોશ બટલરને તેની મેચ વિનિંગ સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. એવોર્ડ જીત્યા બાદ બટલરે જણાવ્યું કે તેણે આ કેવી રીતે કર્યું. 

કોહલી અને ધોનીથી પ્રેરણા લીધી

મેચ જીત્યા બાદ જોશ બટલરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે કેવી રીતે તેણે આ ચમત્કાર કર્યો અને રાજસ્થાન રોયલ્સને મેચ જીતાડી. બટલરે જણાવ્યું કે તેણે ભારતીય ટીમના દિગ્ગજ એમએસ ધોની અને વિરાટ કોહલીની રમતથી પ્રેરણા લીધી હતી. કેવી રીતે તે બંને અંત સુધી ટકી રહે છે અને મેચ જીતાડે છે. હું પણ આ જ કરવા માંગુ છું. 

જોશ બટલરે મેચ પત્યા પછી કહ્યું, 'હાર ન માનવું, તે આજે સૌથી મહત્વની બાબત હતી. જયારે મને નકારાત્મક વિચારો આવે ત્યારે હું તેનાથી વિરુદ્ધ વિચારું છું અને મોટા સપના જોવાની હિંમત કરું છું અને ક્યારેક મને ગુસ્સો આવે અથવા મારી જાત પર શંકા થાય ત્યારે હું મારી જાતને કહેતો હતો કે બધું સારું થઈ જશે, ચાલતા રહો, અને શાંત રહેવાનો પ્રયત્ન કરતો હતો. તેણે આગળ કહ્યું, 'અમે IPLમાં ઘણી વખત વિચિત્ર વસ્તુઓ જોઈ છે. ધોની અને કોહલી જેવા ખેલાડીઓ અંત સુધી ટકી રહે છે અને પોતાનામાં વિશ્વાસ રાખે છે. મેં IPLમાં આ  ઘણી વખત જોયુ છે અને હું તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

વધુ વાંચો : 'વિચાર્યું નહોતું કે અમે...', આખરે કેમ કોલકાતા નાઇટ રાઇડર્સ હાર્યું, શ્રેયસ અય્યરે જણાવ્યું કારણ

કુમાર સંગાકારા વિશે પણ વાત કરી

જોશ બટલરે કુમાર સંગાકારા વિશે આગળ કહ્યું કે , 'તે પણ મને આ જ વાત કહે છે ક્યારેક મેચમાં એવું બને છે કે મોમેન્ટમ બરાબર નથી હોતું ત્યારે જબરદસ્તીથી રમવું એ સૌથી ખરાબ છે, નહી તો તમે વિકેટ ગુમાવશો. ત્યારે તમે ટકી રહો કારણ કે વહેલા કે પછી મોમેન્ટમ બદલાશે અને એક સારો શોટ બધું બદલી નાખશે. મને તો એવું જ લાગે છે કે . જ્યારે તમે અંત સુધી રહીને ટીમને જીત અપાવો છો અને તે પણ છેલ્લા બોલ પર, ત્યારે તે ખૂબ જ સંતોષકારક હોય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IPL 2024 Jos buttler Rajasthan Royals આઇપીએલ 2024 ક્રિકેટ ન્યુઝ રાજસ્થાન રોયલસ IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ