બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી ચર્ચામાં છે. સુશાંતના પરિવાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ તેની પૂછપરછ શરૂ થઇ હતી અને બાદમાં ડ્રગ્સ કેસમાં તે જેલમાં ગઇ હતી. આજે સુશાંતનો જન્મદિવસ છે અને રિયા ચક્રવર્તી ફૂલ ખરીદવા ગઇ હતી તે વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લાગી રહ્યું છે કે રિયાએ સુશાંત માટે ફૂલ ખરીદ્યા છે.
વિરલ ભયાણીએ કર્યો શૅર
ફેમસ ફોટોગ્રાફર વિરલ ભયાણીએ આ વીડિયો શૅર કર્યો છે અને તે આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રિયા ગાડીમાંથી ઉતરીને ફૂલ લેવા જઇ રહી છે તેની આસપાસ પેપરાઝી દેખાઇ રહ્યાં છે. રિયાએ આ દરમિયાન પેપરાઝીને તસવીર લેવાની પણ મનાઇ કરી હતી. તે કહી રહી હતી કે ફૂલ ખરીદી રહી છુ, જાઓને અહીંથી.
રિયાએ સફેદ રંગના ગુલાબ ખરીદ્યા
રિયા ચક્રવર્તીએ સફેદ રંગના ગુલાબ ખરીદ્યા અને પોતાની ગાડી તરફ જવા લાગી. તે દરમિયાન તે હાથ જોડતી નજર આવી અને કહ્યું કે હવે મારો પીછો ન કરતા. આ વીડિયોમાં રિયાએ બ્લેક ટ્રાઉઝર અને ગ્રે ટીશર્ટ પહેરી હતી.
રિયાનુ નાટક
રિયાના આ વીડિયોને લોકો નાટક કહી રહ્યાં છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું કે આને શા કારણે પ્રમોટ કરી રહ્યાં છે. તો બીજી તરફ એક યુઝરે લખ્યું કે, આ ફૂલ ખરીદી રહી છે હવે નવો કોણ છે. અન્ય યુઝર્સે રિયાની સાઇડ લીધી અને લખ્યું કે, બસ કરો એને જવા દો.
રિયા પર આરોપ
મહત્વનું છે કે, સુશાંતના નિધનના એક મહિના બાદ તેના પરિવારના લોકોએ રિયા પર મની લોન્ડ્રીંગ અને સુશાંતને ડ્રગ્સ આપવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ ઇડી, એનસીબી અને સીબીઆઇ જેવી દેશની મોટી તપાસ એજન્સીએ એક્શન લેવાનું શરૂ કર્યુ હતુ. ડ્રગ એન્ગલમાં રિયાની ધરપકડ કરવામાં આવી અને તે મહિના સુધી જેલમાં રહી હતી. જે બાદ કોર્ટે એક્ટ્રેસને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.