બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / River dam overflow in Saurashtra, South Gujarat and Kutch, farms flooded

ગુજરાત થયું તરબોળ / દમણગંગા નદીમાં પાણી છોડાતાં પોલીસ કાફલો ગોઠવાયો, સૌરાષ્ટ્રમાં પણ અનેક ડેમ ઓવરફ્લો-બ્રિજ ડૂબ્યાં

Khyati

Last Updated: 04:29 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સારા વરસાદને નદી-ડેમ ઓવરફ્લો થતા ઉભી થઇ મુશ્કેલી, ક્યાંક ખેતરો થાય પાણી પાણી તો ક્યાંક પુલ ધોવાયો

  • ગુજરાતમાં આજે પણ મેઘો મહેરબાન
  • વિવિધ જિલ્લાના ડેમો થયા ઓવરફ્લો 
  • ક્યાંક ગામ સંપર્ક વિહોણા તો ક્યાંક ખેતરો પાણીમાં 

ગુજરાતમાં મેઘરાજાની મહેર થઇ છે. સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે નદી-ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મેઘરાજા વરસતા નદીઓ બે કાંઠે વહી છે. ત્યારે જાણીએ નદી-ડેમોનો કેવો છે માહોલ.. તેમજ કેટલા ગામો બન્યા સંપર્ક વિહોણા 

 મેઢાક્રિક ડેમ ઓવરફ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે લીધો વિરામ લીધો. પરંતુ  ધોધમાર વરસાદને કારણે  કલ્યાણપુરનો મેઢા ક્રિક ડેમ થયો ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે આ ડેમ થકી 10થી વધુ ગામોને સિંચાઇનું પાણી પુરુ પાડવામાં આવે છે. 

પૂર્ણાનદીનું વધ્યુ જળસ્તર 

તો આ તરફ હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થયો છે, ત્યારે નવસારીમાં વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઉપરાંત પૂર્ણા નદી પરનો લો-લેવલ બ્રિજ પાણીમાં ડૂબ્યો છે. સાથે જ કુરેલ ગામનું ગરનાળું પણ પાણીમાં ડૂબ્યું છે. જેને કારણે બે ગામના લોકોને આવન-જાવનમાં સમસ્ય ઉભી થઇ છે.

ઉકાઇ ડેમમાં પાણીની આવક 

આ તરફ તાપીના ઉકાઇ ડેમમાં પાણીની આવક થવા પામી છે. ડેમની સપાટી 316.33 ફૂટ પહોંચી છે. ઉપરવાસમાં વરસાદને લઇને ડેમમાં 55 હજાર 346 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. 

કચ્છમાં 5 ગામો સંપર્ક વિહોણા

તો આ તરફ કચ્છના લખપતમાં ધોધમાર વરસાદને પગલે બાલાપર પાસેનો પુલ ધરાશાયી થયો. પુલ તૂટતા પાંચ ગામોના લોકોને હાલાકી પહોંચી છે. પુલ પરથી પસાર થતી ટ્રક પલટી મારી હોવાનું સામે આવ્યું છે. જાનહાનિ થઇ કે નહી તે જાણી શકાયુ નથી પરંતુ પુલ તૂટતા 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. 

વલસાડમાં નદીઓ બે કાંઠે 

વલસાડ જિલ્લામાં સતત એક અઠવાડિયાથી મેઘમહેર થતા નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વાપી પાસેથી પસાર થતી દમણગંગા નદીમાં પાણીની ભારે આવક થવા પામી છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 22 હજાર ક્યુસેકથી પણ વધારે પાણીની આવક થવા પામી છે. ડેમના 6 દરવાજા 1મીટર ખોલાયા. બીજી તરફ  દમણ ગંગા નદીનો વાપી પાસેનો કોઝવેડેમ ઓવરફ્લો થતા નદી કાંઠા પાસે સાવચેતીના ભાગરૂપે પોલીસને કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. 


ઓઝત નદીમાં પુર

જૂનાગઢના માંગરોળ ઘેડ પંથકમાં ઓઝત નદીમાં પૂર આવ્યુ,  ઓઝતના પાણી હજારો એકર ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.મગફળી સહિતનો  મહામૂલો પાક નુકસાનીમાં જાય તેવી ભીતિ સેવાઇ છે.  દર વર્ષે ઘેડ પંથકમાં આ સ્થતિનું નિર્માણ થાય છે જેને લઇને ખેડૂતોએ   નદી ઊંડી અને પહોળી કરવા માગ કરી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ