બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / Reliance Jio Cinema new deal with Warner Bros, HBO content will available soon

JIO માં જલસા! / IPL બાદ હવે JIO CINEMA એ કરી અફલાતૂન ડીલ, વર્લ્ડ પોપ્યુલર સીરિઝ અને ફિલ્મો જોવા મળશે, જાણો વિગત

Megha

Last Updated: 04:34 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ જિયોએ વોર્નર બ્રધર્સ અને HBO સાથે એક મોટી ડીલ કરી છે, જે બાદ યુઝર્સ જિયો સિનેમા પર ગેમ ઓફ થ્રોન્સ, હેરી પોટર સીરીઝ, ડિસ્કવરી જેવી શાનદાર મૂવીઝ અને શોનો આનંદ માણી શકશે.

  • JIO નવું કન્ટેન્ટ ઉમેરવાની પણ તૈયારી કરી રહ્યું છે 
  • JIO એ વોર્નર બ્રધર્સ અને HBO સાથે એક મોટી ડીલ કરી
  • આ ડીલથી JIO Cinema એ Prime અને Hotstar સાથે સ્પર્ધા કરશે

રિલાયન્સ જિયો તેના OTT પ્લેટફોર્મમાં જીઓ સિનેમામાં ઘણા મોટા ફેરફાર કરવા જઈ રહી છે. એક તરફ સબસ્ક્રિપ્શનની વાત ચાલી રહી છે તો બીજી તરફ જિયો નવું કન્ટેન્ટ ઉમેરવાની પણ તૈયારી કરી રહી છે. જો કે તેના આ પગલાંથી તે આ હોટ સ્ટારના વ્યવસાયને સંપૂર્ણપણે નાશ કરી શકે છે. 

JIO એ વોર્નર બ્રધર્સ અને HBO સાથે એક મોટી ડીલ કરી
જણાવી દઈએ કે રિલાયન્સ જિયોએ વોર્નર બ્રધર્સ અને HBO સાથે એક મોટી ડીલ કરી છે, જેના પછી જિયો યુઝર્સ હવે જિયો સિનેમા પર વોર્નર અને એચબીઓ શો જોઈ શકશે. નોંધનીય છે કે HBO અને વોર્નરના શો હોટસ્ટાર પર આવતા હતા પણ આ ડીલ પછી યુઝર્સ જિયો સિનેમા પર ગેમ ઓફ થ્રોન્સ અને હેરી પોટર સીરીઝ, ડિસ્કવરી જેવી શાનદાર મૂવીઝ અને શોનો આનંદ માણી શકશે.

આ ડીલથી JIO Prime અને Hotstar સાથે સ્પર્ધા કરશે
નોંધનીય છે કે 31 માર્ચથી હોટસ્ટાર પર એચબીઓનું કન્ટેન્ટ હટાવી દેવામાં આવ્યું હતું, ત્યારપછી એવી ચર્ચા થઈ હતી કે એચબીઓ ભારતમાં તેનું નવું ઓટીટી પ્લેટફોર્મ લાવી શકે છે, પણ હવે એક નવી માહિતી સામે આવી છે. Jio સાથેની ડીલ બાદ હવે માત્ર HBO જ નહીં પરંતુ જાણીતા પ્રોડક્શન હાઉસ વોર્નર બ્રધર્સના શો પણ Jio સિનેમા પર જોઈ શકાશે. એટલે કે Jioની આ ડીલ સીધી Amazon Prime અને Disney Hotstar સાથે સ્પર્ધા કરશે. 

કન્ટેન્ટ બીજા કોઈ OTT પ્લેટફોર્મ પર નહીં મળે 
એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની કંપની વાયાકોમ 18 એ એચબીઓ અને વોર્નર સાથે મલ્ટી યર ડીલ કરી છે અને આ અંતર્ગત હવેથી જિયો સિનેમા એપ પર વોર્નર બ્રધર્સ અને એચબીઓનું કન્ટેન્ટ જોઈ શકાશે. સાથે જ આ એક્સક્લુઝિવ ડીલનો અર્થ એ છે કે વોર્નર બ્રધર્સ પ્રોડક્શન હાઉસના શો Jio સિનેમા સિવાય અન્ય કોઈપણ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે નહીં. 

Jio સિનેમાનું પેઇડ સબસ્ક્રિપ્શન લોન્ચ થશે?
આ સાથે જ એ વાત પણ નોંધનીય છે કે IPLના લાઇવ સ્ટ્રીમિંગના અધિકાર જિયો સિનેમા પાસે છે, જે પહેલા ડિઝની હોટસ્ટાર પાસે હતા. અગાઉ IPL જોવા માટે Hotstar સબસ્ક્રિપ્શન લેવું પડતું હતું પરંતુ Jio સાથે એવું નથી.  Jio સિનેમા હાલ ફ્રી છે અને કંપની મૂવી કે અન્ય શો જોવા માટે તેના યુઝર્સ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેતી નથી. જો કે હવે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે Jio IPL 2023 પછી Jio સિનેમાનું પેઇડ સબસ્ક્રિપ્શન લોન્ચ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ