બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Regarding the Vadodara boat tragedy, the Bar Association decided that no advocate would fight the case of the accused.

BIG BREAKING / કોઈ પણ એડવોકેટ આરોપીનો કેસ નહીં લડે, વડોદરા બોટ ટ્રેજેડીને લઇ વકીલ મંડળનો મોટો નિર્ણય

Dinesh Chaudhary

Last Updated: 02:50 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani lake boat incident: હરણી તળાવ દુર્ઘટના મામલે વડોદરાના વકીલ મંડળે નિર્ણય કર્યો છે કે, કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહી લડે

  • વડોદરાના હરણીમાં બોટ દુર્ઘટના મુદ્દે વકીલ મંડળનો નિર્ણય
  • વકીલ મંડળનો કોઈ પણ વકીલ આરોપીનો નહી લડે કેસ
  • વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે


વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે વડોદરાના વકીલ મંડળએ મહત્વનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે,  કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહી લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

વકીલ મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી
હરણી તળાવમાં 17 જેટલા લોકોના મૃત્યું થયા છે. આ ગોઝારી દૂર્ઘટનાના પગલે વકીલ મંડળે સરાહનીય નિર્ણય કર્યો છે. વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે તેવો એકાત દર્શી નિર્ણય લેવાયો છે

ઘટના હૈયુ હચમાચાવી દે તેવી
ગઈકાલથી દરેક જગ્યા પર વડોદરામાં સર્જાયેલી હોનારતની જ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ ઘટના હૈયુ હચમાચાવી દે તેવી છે. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ હોનારતમાં 17 માસુમો મોતને ભેટ્યા છે. જોકે હવે આ કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે.

સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી!
હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે. 

વાંચવા જેવું:  'માત્ર 8 બાળકોએ જ લાઈફ જેકેટ પહેર્યા હતા', જુઓ શું કહી રહ્યાં છે વડોદરા હરણી લેક દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી

આરોપીના બદલે ફરીયાદી ?
કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવીએ કે, રાજેશ ચૌહાણે યોગ્ય તપાસ ન કરતાં કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી છે. જ્યારે આરોપી બનાવવાને બદલે કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણને જ ફરિયાદી બનાવી દેવાતા પણ અનેક વેધક સવાલો ઉભા થઈ રહ્યાં છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Harani lake boat Harani lake boat incident Vadodara news હરણી તણાવ દૂર્ઘટના Vadodara Harani lake boat incident
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ