બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / મનોરંજન / બોલિવૂડ / reena roy Who had to marry a Pakistani cricketer! Currently living such a life

મનોરંજન / કોણ છે એ એક્ટ્રેસ? જેને પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવા ભારે પડ્યાં! હાલમાં જીવી રહી છે આવી જીંદગી

Megha

Last Updated: 08:54 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીઆર ચોપરાની ફિલ્મથી ડેબ્યૂ કર્યું, અમિતાભ બચ્ચનથી લઈને જીતેન્દ્ર સુધીના સ્ટાર્સ સાથે કામ કર્યું. પણ જ્યારે કરિયર પિક પર હતું એ સમયે પાકિસ્તાની ક્રિકેટરના પ્રેમમાં પડી એક્ટિંગ એમજ દેશ બંને છોડી દીધા.

બોલિવૂડ અને ક્રિકેટ વચ્ચેનો સંબંધ નવો નથી. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેનું દિલ અભિનેતાઓ કરતાં ક્રિકેટરો માટે વધુ ધડકે છે અને પ્રેમ ખાતર તેઓએ ઘણું બલિદાન પણ આપે છે. આ લિસ્ટમાં આવી જ એક અભિનેત્રીનું નામ સામેલ છે, જેને એક ક્રિકેટર સાથે પ્રેમ થયો ત્યારે તેણે પ્રેમ માટે પોતાની ટોચની કારકિર્દીનું બલિદાન પણ આપી દીધું. 

આ અભિનેત્રી છે રીના રોય, 70-80ના દાયકાના એ સમયગાળા દરમિયાન તેણી બોલિવૂડ પર રાજ કરતી હતી. અભિનેત્રીએ તેની કારકિર્દીની ટોચ પર હતી એ સમયે રીનાએ લગ્ન કર્યા અને આ તેના જીવનની સૌથી મોટી ભૂલ બની. કારણ કે લગ્ન પછી તેની કારકિર્દીમાં પણ ડાઉન ફોલ શરૂ થઈ ગયો અને થોડા સમય બાદ છૂટાછેડા પણ લઈ લીધા હતા.

રીના રોયે તેણે બીઆર ચોપરાની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું અને સ્ટાર બની ગઈ હતી. અભિનેત્રીએ અમિતાભ બચ્ચનથી લઈને જીતેન્દ્ર, રાજ બબ્બરથી લઈને ઋષિ કપૂર સુધીના તે સમયના ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન, તેણીની જોડી શત્રુઘ્ન સિંહા સાથે સૌથી વધુ જામતી હતી. બંને ફિલ્મોમાં કામ કરતી વખતે ક્યારે એકબીજાની નજીક આવી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો અને એ સમયે એવું લાગતું હતું કે બંને લગ્ન કરી લેશે. 

પરંતુ શત્રુઘ્ન સિન્હાએ અચાનક પૂનમ સાથે લગ્ન કરી લીધા, જે રીના માટે મોટો ફટકો હતો. કહેવાય છે કે લગ્ન બાદ પણ તેઓ એકબીજાને ડેટ કરતા રહ્યા. રીનાને આશા હતી કે તે તેની જીંદગીમાં પાછો ફરશે પરંતુ એવું ન થયું, શત્રુઘ્ન સિંહાએ તેની ગર્લફ્રેન્ડ અને તેની પત્ની વચ્ચે પોતાની પત્નીને પસંદ કરી.

થોડા સમય પછી જ્યારે તે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાનને મળી અને બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. ધીરે-ધીરે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી વર્ષ 1983માં જ્યારે રીના રોયની કારકિર્દી પિક પર હતી ત્યારે રીના અને મોહસીન લગ્ન કરી લીધા. પ્રેમ માટે રીનાએ પોતાનું કરિયર જ નહીં પરંતુ દેશ પણ છોડી દીધો અને પાકિસ્તાન ચાલી ગઈ.

જો કે થોડા જ સમયમાં બંનેના સંબંધમાં તકરાર પણ શરૂ થઈ ગઈ હતી. રીના એક પુત્રીની મા બની ગઈ પરંતુ ઝઘડા વધી જતાં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. રીના અને મોહસીન 1990 માં છૂટાછેડા લીધા હતા. રીના ભારત આવી અને મોહસીનને તેની પુત્રીની કસ્ટડી મળી. પરંતુ ભારત આવ્યા બાદ રીનાએ તેની પુત્રીની કસ્ટડી માટે લડાઈ લડી અને અંતે તેને કસ્ટડી મળી હતી. 

વધુ વાંચો : અજય દેવગનની સિંઘમ અગેઇન અને અલ્લૂ અર્જુનની પુષ્પા 2 વચ્ચે થશે ટક્કર? મેકર્સે કર્યો ખુલાસો

રીના રોય છૂટાછેડા પછી 1992 માં ભારત પરત ફરી એ બાદ ફરી બૉલીવુડમાં ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી પરંતુ આ વખતે તેણી ફરી એ કમાલ કરી શકી નહતી, રીના છેલ્લે ફિલ્મ રેફ્યુજી (2000)માં સ્પોર્ટિંગ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. એ બાદ તેણી ફિલ્મોથી દૂર છે અને કહેવાય છે હાલ રીના તેની બહેન સાથે મળીને એક એક્ટિંગ સ્કૂલ ચલાવી રહી છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Actress Reena Roy Bollywood News Reena Roy and Mohsin Khan reena roy રીના રોય Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ