ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ખાંડ વિના ઘરે બનાવો ટેસ્ટી ફ્રૂટ કસ્ટર્ડ, નોંધી લો આ સરળ ડેઝર્ટ રેસીપી
Last Updated: 07:08 PM, 2 May 2026
ADVERTISEMENT
બાળકોથી લઈને મોટા લોકો સુધી, દરેકને કસ્ટર્ડ ખૂબ જ ગમે છે. તમે ઘરે જ સરળતાથી વિધઆઉટ શુગર ફ્રૂટ કસ્ટર્ડ બનાવી શકો છો. ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરીને, તમે તમારા પોતાના રસોડામાં એક સમૃદ્ધ અને ક્રીમી કસ્ટર્ડ બનાવી શકો છો. ગરમીની સિઝનમાં ઘરે કોઇ ગેસ્ટ આવે તો તમે આ ઠંડું કસ્ટર્ડ તૈયાર કરી ડેઝર્ટમાં સર્વ કરી શકો છો. આવો આ સ્વાદિષ્ટ અને હેલ્દી કસ્ટર્ડ બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી જાણીએ.
ADVERTISEMENT
પહેલુ સ્ટેપ
સૌપ્રથમ, એક બાઉલમાં એક કપ મખાના, અડધો કપ બદામ અને અડધો કપ કાજુ લો. પછી, તેમાં એક કપ હુંફાળું દૂધ પલાળી દો.
ADVERTISEMENT
બીજુ સ્ટેપ
સૌથી પહેલા દૂધમાં કેસર મિક્સ કરી દો. કેસર ઉમેરવાથી કસ્ટર્ડને સુંદર પીળો રંગ આવે છે.
ADVERTISEMENT

ત્રીજુ સ્ટેપ
ADVERTISEMENT
15 થી 20 મિનિટ માટે ડ્રાઇ ફ્રૂટ્સને દૂધમાં પલાળી રાખો, જેનાથી તે સોફ્ટ થઈ જશે. આ દરમિયાન, તમે સફરજન, કેળા, દાડમ અને દ્રાક્ષ જેવા ફળો કટ કરી રાખી શકો છો.
ચોથુ સ્ટેપ
ADVERTISEMENT
પલાળેલા મખાના, કાજુ, બદામ અને કેસરના દૂધ લો. ત્યાર બાદ તેને ગ્રાઇન્ડ કરીને ઘટ્ટ અને ક્રીમી પેસ્ટ બનાવી લો.

ADVERTISEMENT
પાંચમું સ્ટેપ
એક મોટા બાઉલમાં બધા સમારેલા ફળો અને દાડમના દાણા મિક્સ કરો. ત્યાર બાદ આ મિશ્રણમાં ઘટ્ટ ક્રીમી ડ્રાય-ફ્રૂટ પેસ્ટ મિક્સ કરો.
આ પણ વાંચોઃ ઉનાળાની કાળઝાળ ગરમીથી શરીરને બચાવશે આ કર્ડ રાઈસ, જાણો બનાવવાની રીત
છઠ્ઠુ સ્ટેપ
હવે, બધું બરાબર મિક્સ કરો. ગાર્નિશિંગ માટે તમે દાડમના દાણા અને પિસ્તાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે મેંગો, ચેરી, બ્લૂ બેરી, બનાના, એપલ સ્ટોબેરી સાથે સિડ્સ પણ ઉમેરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT