બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / reasons for calcium deficiency in the body know about its symptoms and remedies

Health / શરીરમાં કેલ્શિયમની ઊણપ થાય તો શું લક્ષણો જોવા મળે? કમીનું કારણ અને ઉપાય શું, એક ક્લિકમાં જાણો

Manisha Jogi

Last Updated: 03:21 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી બોડી માટે કેલ્શિયમ જરૂરી છે. શરીરમાં લોહીના પરિભ્રમણ માટે કેલ્શિયમ રક્તવાહિનીઓને સહાયરૂપ થાય છે. આ કારણોસર શરીરમાં કેલ્શિયમની માત્રા પર ધ્યાન આપવું જરૂરી છે.

  • હેલ્ધી બોડી માટે કેલ્શિયમ જરૂરી
  • કેલ્શિયમ રક્તવાહિનીઓને સહાયરૂપ થાય છે
  • કેલ્શિયમની ઊણપના કારણે શરીરમાં થાય છે આ તકલીફ

હેલ્ધી બોડી માટે કેલ્શિયમ જરૂરી છે. હાડકાં, દાંત, સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમમાં કેલ્શિયમ મુખ્ય ભાગ ભજવે છે. શરીરમાં લોહીના પરિભ્રમણ માટે કેલ્શિયમ રક્તવાહિનીઓને સહાયરૂપ થાય છે. આ કારણોસર શરીરમાં કેલ્શિયમની માત્રા પર ધ્યાન આપવું જરૂરી છે. 

કેલ્શિયમની ઊણપ કયા કારણોસર થાય છે?
ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને કેલ્શિયમની વધુ જરૂર રહે છે. કિશોર અને વૃદ્ધ વ્યક્તિઓમાં કેલ્શિયમની ઊણપ જોવા મળે છે. વિટામીન ડીની ઊણપ અને કેલ્શિયમ એકબીજા સાથે સંકળાયેલા છે. શહેરીકરણ અને વધતી જતી ઇન્ડોર પ્રવૃત્તિઓને કારણે લોકોને સૂર્યના સંપર્કમાં વધુ આવતા નથી, જેના કારણે લોકોમાં વિટામીન ડી અને કેલ્શિયમની ઊણપ સર્જાઈ રહી છે. કેલ્શિયમના અવશોષણ માટે વિટામીન ડી જરૂરી છે.

કેલ્શિયમની ઊણપના લક્ષણો
થાક લાગવો

સ્નાયુઓના કાર્ય અને ઊર્જા ઉત્પાદનમાં કેલ્શિયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેલ્શિયમની ઊણપને કારણે થાક અને નબળાઈ વર્તાય છે તથા સ્ટેમિનામાં ઘટાડો થઈ શકે છે. 

સ્નાયુઓ ખેંચાવા
વારંવાર સ્નાયુ ખેંચાવાની સમસ્યા થાય તો તે માટે કેલ્શિયમની ઊણપ જવાબદાર છે. મોટે ભાગે પગ અને હાથમાં સ્નાયુઓ ખેંચાય છે, જેના કારણે તીવ્ર દુખાવો થાય છે. 

કળતર થવુ
નર્વસ સિસ્ટમ શરીરના તમામ ભાગો સાથે કમ્યુનિકેટ કરે છે. જે શ્વાસ, હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. શરીરમાં નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે તે માટે કેલ્શિયમ જરૂરી છે. કેલ્શિયમની ઊણપને કારણે હાથ-પગમાં કળતર થાય છે.

નખ અને દાંતની સમસ્યાઓ
કેલ્શિયમની ઉણપને કારણે નખ નબળા પડી જાય છે. આ ઉપરાંત કેલ્શિયમની ઊણપથી દાંતમાં સડો, દાંત નબળા પડવા તથા પેઢાના રોગ તથા દાંતની અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

ઓસ્ટિયોપોરોસીસ અથવા ઓસ્ટીયોપેનિયા
શરીરમાં લાંબા સમય સુધી કેલ્શિયમની ઊણપ હોય તો તેના કારણે ઓસ્ટિયોપોરોસિસ તથા ઓસ્ટીયોપેનિયા જેવી બિમારીઓ થઈ શકે છે. જેના કારણે હાડકાં નબળા અને પોલા પડી શકે છે.

મૂડ સ્વિંગ
શરીરમાં કેલ્શિયમની ઊણપને કારણે મૂડ સ્વિંગ થાય છે. ઉપરાંત ચીડિયાપણું, ચિંતા તથા ડિપ્રેશનની સમસ્યા થાય છે. મૂડ સારો રહે તે માટે શરીરમાં કેલ્શિયમનું સ્તર જળવાય તે જરૂરી છે.

કેલ્શિયમની ઊણપ કેવી રીતે દૂર કરવી
કેલ્શિયમથી ભરપૂર ખોરાકનું સેવન કરવું. પરંપરાગત ભારતીય આહારમાં દૂધ અને ડેરી પ્રોડક્ટને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. હાલના સમયમાં પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડના કારણે શરીરમાં કેલ્શિયમની ઊણપ થાય છે. 

વધુ વાંચો: ઓફિસ કે ઘરકામ કરીને થાકથી કંટાળી ગયા છો? તો પાવર નેપમાં 6 ફાયદાઓ શરીર પ્રફુલ્લિત કરી દેશે

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ