ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉદ્યોગપતિ,સેલિબ્રિટી કે સ્ટાર કિડ્સ જ્યારે કોઇ જાહેર જગ્યામાં હાજરી આપે તો તેમની આગળ પાછળ ટાઇટ સિક્યુરીટી હોય. કેટલા તો મોટા મોટા તામજામ હોય. પરંતુ રતન ટાટાની સાદગી પેહલેથી પહેલેથી જ લોકો પ્રભાવિત થઇ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર તેમની સાદગીએ કરોડો લોકોનું દિલ જીતી લીધુ. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં રતન ટાટાની સાદગીની ચોમેર ચર્ચાઓ થઇ રહી છે.
રતન ટાટાની સાદગીને સલામ
જી હા, આ વીડિયોમાં આપ જોઇ શકો છો કે રતનટાટા એક સફેદ રંગની ટાટા નેનોમાં સવારી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેમની સાથે શાંતનુ નાયડુ પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેમની સાથે તાજ હોટલનો સ્ટાફ પણ વિદાય આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં લોકોને એટલા માટે ખાસ પસંદ આવ્યો કારણ કે ટાટા ગ્રૂપના માનદ ચેયરમેન હોવા છતાં તેમની સાથે એવી કોઇ ટાઇટ સિક્યુરિટી નથી કે નથી કોઇ ગાડીઓનો કાફલો. તામજામ વિના એક સામાન્ય માણસની જેમ જ તેઓ મુંબઇની તાજ હોટલ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
રતનટાટાને પસંદ છે ટાટા નેનો કાર
ADVERTISEMENT
રતન ટાટાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે હું સતત ભારતીય પરિવારોને સ્કૂટર પર મુસાફરી કરતા જોતો હતો, જ્યાં ઘણીવાર બાળક માતા અને પિતા વચ્ચે સેન્ડવીચની જેમ બેસેલુ જોતો હતો. કેટલીકવાર તો ચિકણી અને લપસી જોય તેવા રસ્તાઓ પર તેઓને આ પ્રકારે જતા જોતો હતો. આ જ મુખ્ય કારણ હતું જેણે મને નેનો બનાવવાની ઈચ્છા જગાવી અને મને પ્રેરણા આપી. તેમણે આગળ લખ્યું- સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં ભણવાનો ફાયદો મળ્યો. હું નવી ડિઝાઇન પર કામ કરવાનો પ્રયાસ કરી શકતો હતો.. શરૂઆતમાં 2-વ્હીલરને સુરક્ષિત બનાવવાનો વિચાર હતો. આ માટે એક ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી જે 4-વ્હીલર હતી, પરંતુ તેમાં ન તો કોઈ દરવાજો હતો કે ન તો કોઈ બારી. પરંતુ અંતે મેં નક્કી કર્યું કે તે એક કાર હશે. નેનો કાર હંમેશાથી આપણા બધા લોકો માટે બનાવવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
2008માં ટાટા નેનો કરવામાં આવી લૉન્ચ
ટાટા નેનો, જે 'લખટકિયા કાર' અથવા 'કાર ઓફ ધ કોમન પીપલ' તરીકે જાણીતી છે, તે કંપની દ્વારા 10 જાન્યુઆરી, 2008ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તે સમયના BS-3 સ્ટાન્ડર્ડ અનુસાર ડિઝાઇન કરવામાં આવી હતી. તે 624cc 2-સિલિન્ડર પેટ્રોલ એન્જિન અને 4-સ્પીડ ગિયરબોક્સ દ્વારા સંચાલિત હતું. કંપનીએ તેને 3 વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 1 લાખ રૂપિયા રાખી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો