બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / ratan tata and 2 other veterans appointed as trustees of pm cares fund

BIG NEWS / PM Cares Fundના ટ્રસ્ટી તરીકે રતન ટાટાના નામની પસંદગી, PM મોદીએ સોંપી મોટી જવાબદારી

MayurN

Last Updated: 04:58 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ અને પૂર્વ ડેપ્યુટી લોકસભા સ્પીકર કરીયા મુંડાને પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

  • ઉદ્યોગપતિ રતન ટાટા બન્યા પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી
  • અન્ય બે લોકો કેટી થોમસ અને કરીયા મુંડા પણ બન્યા ટ્રસ્ટી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી હતી.

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ અને પૂર્વ ડેપ્યુટી લોકસભા સ્પીકર કરીયા મુંડાને પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન કાર્યાલયે આ અંગે નિવેદન જારી કરીને આ નિર્ણયની પુષ્ટિ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં અન્ય લોકો સામેલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સામેલ હતા. બંને પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી છે. આ જ બેઠકમાં રતન ટાટા, કેટી થોમસ અને કારિયા મુંડાને ફંડના નવા ટ્રસ્ટી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

સલાહકાર બોર્ડની રચના માટે નામાંકિત અન્ય મહાનુભાવો
પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ મળીને પીએમ કેયર્સ ફંડના એડવાઈઝરી બોર્ડની રચના માટે અન્ય જાણીતી હસ્તીઓને નોમિનેટ કરી હતી. જેમાં ભારતના પૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન સુધા મૂર્તિ અને ઈન્ડિયા કોર્પ્સના પૂર્વ સીઈઓ અને પીરામલ ફાઉન્ડેશન આનંદ શાહનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, નવા ટ્રસ્ટીઓ અને સલાહકારોના ઉમેરાથી પીએમ કેયર્સ ફંડની કામગીરી અંગે વ્યાપક દૃષ્ટિકોણ મળશે. તેમણે કહ્યું કે જાહેર જીવનમાં આ લોકોનો અનુભવ વિશ્વાસને જાહેર જરૂરિયાતો પ્રત્યે વધુ પ્રતિભાવશીલ બનાવવામાં મદદ કરશે.

બાળકોને મદદ કરવા માટે કરવામાં આવેલી પહેલ
આ બેઠકમાં ફંડની મદદથી ચાલતી યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. તેમાં પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન ફોર ચિલ્ડ્રનનો પણ સમાવેશ થાય છે, જે અંતર્ગત 4345 બાળકોને સહાય કરવામાં આવી છે.

શું છે પીએમ કેયર્સ ફંડ?
કોવિડ -19 રોગચાળાની શરૂઆતના દિવસો પછી પીએમ કેર્સ ફંડની સ્થાપના કરવામાં આવી હતી. રોગચાળાને કારણે ઊભી થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં સહાય પૂરી પાડવા અને અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવા માટે આ ભંડોળ શરૂ કરવામાં આવ્યું હતું. આ ભંડોળ કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા સ્વેચ્છાએ દાનમાં આપી શકાય છે. તેમાં કરવામાં આવેલા દાન પર ટેક્સ છૂટનો દાવો પણ કરી શકાય છે. નાણાકીય વર્ષ 2020-21માં પીએમ કેયર્સ ફંડમાં લગભગ 7,032 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ