બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / rajnath singh says pok is india integral part

નિવેદન / 'POK અમારું હતું, અમારું છે અને અમારું જ રહેશે' રાજનાથ સિંહના પાકિસ્તાન પર આકરા પ્રહાર

Priyakant

Last Updated: 10:02 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારતની તાકાત વધી રહી છે અને ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના લોકો પોતે ભારત આવવાની માંગ કરશે.

Lok Sabha Election 2024 : પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ કર્યું કે PoK ભારતનો હતું, છે અને હંમેશા રહેશે. લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સતત રેલીઓ યોજવામાં આવી રહી છે. આ સંદર્ભમાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ અહીં પહોંચ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે, ભારતની તાકાત વધી રહી છે અને ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના લોકો પોતે ભારત આવવાની માંગ કરશે. 

રાજનાથ સિંહે રવિવારે (21 એપ્રિલ) કહ્યું, ચિંતા કરશો નહીં. PoK અમારું હતું, છે અને હંમેશા રહેશે. ભારતની તાકાત વધી રહી છે. સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા પણ વધી રહી છે. આપણું અર્થતંત્ર પણ ઝડપથી વધી રહ્યું છે. લોકોને સંબોધતા તેમણે વધુમાં કહ્યું કે, હવે પીઓકેમાં અમારા ભાઈઓ અને બહેનો પોતે જ ભારત સાથે આવવાની માંગ કરશે. નોંધનિય છે કે, દાર્જિલિંગથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદનું હવાઈ અંતર 1642 કિમી છે. રક્ષા મંત્રી રાજનાથ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અને BJP નેતા અમિત શાહ પણ POKને લઈને આવી વાતો કહી ચુક્યા છે.

PoK ભારતનો અભિન્ન અંગઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે ગયા મહિને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, POK ભારતનો અભિન્ન અંગ છે અને ત્યાં રહેતા હિંદુ અને મુસ્લિમ બંને ભારતીય છે. તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ભાજપ અને સમગ્ર સંસદ માને છે કે, PoK ભારતનો અભિન્ન અંગ છે. PoKમાં રહેતા મુસ્લિમો અને હિંદુઓ પણ ભારતીય છે અને તે જમીન પણ ભારતની છે જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. દરેક ભારતીય અને દરેક કાશ્મીરીનું લક્ષ્ય તેને પાછું મેળવવાનું છે.

વધુ વાંચો : પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનથી ચૂંટણી પંચ ટેન્શનમાં, હવે બનાવ્યો આ પ્લાન

આવો જાણીએ દાર્જિલિંગમાં ક્યારે યોજાશે ચૂંટણી ? 
ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટનો સમાવેશ થાય છે. ઉત્તર બંગાળની આ ત્રણેય બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. ભાજપના રાજુ બિસ્તા દાર્જિલિંગથી સાંસદ છે. બીજેપીએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને દાર્જિલિંગથી ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. અહીં તેમની સ્પર્ધા તૃણમૂલ કોંગ્રેસના ગોપાલ લામા સામે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ