બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Politics / Low polling in the first phase put the Election Commission under tension

લોકસભા ચૂંટણી 2024 / પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનથી ચૂંટણી પંચ ટેન્શનમાં, હવે બનાવ્યો આ પ્લાન

Priyakant

Last Updated: 09:44 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : EC અધિકારીઓ હાલમાં મતદાનની ટકાવારી ઘટવાના કારણો પર કરી રહ્યા છે વિચાર, ચૂંટણી પંચ હવે કેટલાક નવા કાર્યક્રમો સાથે આગળ આવશે અને મતદારોને જાગૃત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સંબંધિત રાજ્યોમાં ધાર્યા કરતાં ખૂબ જ ઓછી મતદાન થયું હતું. વિગતો મુજબ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનનો આંકડો લગભગ 65.5 ટકા પર પહોંચી ગયો છે. ગયા શુક્રવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી માટે હવે 6 વધુ તબક્કા બાકી છે (26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂન). 4 જૂને મતગણતરી થશે. ગત સામાન્ય ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનમાં લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચ પણ આને લઈને ચિંતિત છે અને મતદાન વધારવા માટે કેટલીક નવી રણનીતિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 

File Photo

એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર ચૂંટણી પંચ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓછા મતદાનને લઈને ચિંતા વધી છે. મતદાન વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેનું બહુ પરિણામ આવ્યું નથી. અધિકારીએ કહ્યું કે, ECએ લોકોને વોટ કરવા માટે પ્રેરિત કરવામાં જબરદસ્ત કામ કર્યું છે. આ અંગે અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી. તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ માટે જાણીતી હસ્તીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. BCCIના સહયોગમાં IPLનો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે પણ કરવામાં આવ્યો હતો. જોકે એવું લાગે છે કે આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે.

વધુ વાંચો : વેકેશનમાં વૈષ્ણોદેવીના દર્શને જવા મળશે કન્ફર્મ ટિકિટ, રેલવેએ કરી મોટી જાહેરાત

ઓછા મતદાન માટેના કારણો પર વિચારણા 
જો સૂત્રોનું માનીએ તો EC અધિકારીઓ હાલમાં મતદાનની ટકાવારી ઘટવાના કારણો પર વિચાર કરી રહ્યા છે. સપ્તાહના અંતે આ અંગે બેઠકો યોજવામાં આવી હતી અને વિવિધ કારણોની ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચ હવે કેટલાક નવા કાર્યક્રમો સાથે આગળ આવશે અને મતદારોને જાગૃત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી રવિ કુમારે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે મતદાન પછી તેમની સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ મતદાર જાગૃતિ મંચો મતદારોના પ્રતિસાદ વિશે પંચને જાણ કરશે. આ માટે બિનસરકારી સંસ્થાઓમાં મતદાર જાગૃતિ મંચની રચના કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ