બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot News: Gujarat Govt gives approval to Amul plant at Gadka

BIG NEWS / સૌરાષ્ટ્ર-કચ્છના પશુપાલકો માટે મોટા સમાચાર, સરકારે રાજકોટના ગઢકા ખાતે અમૂલ પ્લાન્ટને આપી મંજૂરી

Vishnu

Last Updated: 05:12 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ કરી સત્તાવાર જાહેરાત, ગઢકા ખાતે 100 એકર જમીનમાં અમૂલ પ્લાન્ટને અપાઈ મંજૂરી

  • રાજકોટમાં અમૂલ પ્લાન્ટને લઇને મોટા સમાચાર
  • સરકારે ગઢકા ખાતે અમૂલ પ્લાન્ટને આપી મંજૂરી
  • ગઢકા ખાતે 100 એકર જમીનની ફાળવણી કરાઇ

રાજકોટમાં અમૂલ પ્લાન્ટને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, સરકારે ગઢકા ખાતે અમૂલ પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે જિલ્લા વહીવટી તંત્રએ સરકારમાં દરખાસ્ત કરી હતી જે બાદ ગઢકા ખાતે 100 એકર જમીનની ફાળવણી કરાઇ, સૌરાષ્ટ્રમાંથી 25 લાખ લીટર દૂધનો પ્લાન્ટમાં ઉપયોગ થશે, ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. પ્લાન્ટમાં દૂધનો પાઉડર તૈયાર કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્રએ સરકારમાં પ્લાન્ટની મંજૂરી માટે કરી હતી દરખાસ્ત
મહવનું છે કે ગઢકા ગામની સર્વે નંબર 477ની 100 એકર જમીન આ માટે પસંદ કરવામાં આવી હતી. જમીન માટે જિલ્લા તંત્રએ  દરખાસ્ત પણ મૂકી હતી.જમીન જંત્રીનો ભાવ 520 રૂપિયા આસપાસ નક્કી કરાયો છે. આ પહેલા રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા અમૂલ ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આનંદપરા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. પણ GCMMFને પ્લાન્ટ સેટ અપ કરવા માટે આ ભાવ મોંઘો પડતો હતો. તેથી જગ્યા બદલીને ગઢકાગામની જમીન લેવાનું પસંદ કરવામાં આવ્યું હતું. અહી પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય 25 સપ્ટેમ્બર 2020માં લેવાયો હતો. 

12 વર્ષમાં દૂધ ખરીદીમાં 190 ટકાનો થયો વધારો
19 જુલાઇએ આણંદમાં અમૂલ ફેડરેશનની AGM પૂર્ણ થઈ છે. અમૂલે ચાલુ વર્ષે 61 હજાર કરોડનું ટર્નઓવર હાંસલ કર્યુ છે. આ સાથે અમૂલે વિશ્વમાં સૌથી મોટા ડેરી સંઘ તરીકે 8માં નંબરનું સ્થાન મેળવ્યુ છે. આ તરફ હવે અમૂલ દ્વારા દિલ્હીથી લઈને કોલકાતા સુધી 5 શહેરોમાં પ્લાન્ટ નાખવાનું નક્કી કરાયું છે. નોંધનીય છે કે, 12 વર્ષમાં દૂધ ખરીદીમાં 190%નો વધારો પણ થયો છે. 

અમૂલ દ્વારા 5 શહેરોમાં પ્લાન્ટ નંખાશે 
આણંદમાં અમૂલ ફેડરેશનની AGM બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અમૂલ દ્વારા આગામી 2 વર્ષમાં દિલ્હી, વારાણસી, રોહતકમાં નવા પ્લાન્ટ બનશે. આ સાથે કલકત્તા અને બાગપતમાં પણ પ્લાન્ટ બનાવવામાં આવશે. 

અમૂલની સ્થાપના અને ઇતિહાસ 
અમૂલ એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થાપના 1946માં થઈ હતી. અમૂલ એ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) દ્વારા સંચાલિત એક બ્રાન્ડ છે. અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખુબજ ઉત્તમ ઉદાહરણ છે. અમૂલ ભારતની શ્વેત ક્રાંતિ છે, જેથી ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક બન્યું છે. તે વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાન્ડ પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ