બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rajasthan congress crisis sachin pilot fast toady congress sukhjinder singh randhawa rajasthan politics

રાજકીય ઘમાસણ / સચિન પાયલટ આજે ઉપવાસ પર: હાઇકમાન્ડ ગેહલોત સાથે, રાજસ્થાનમાં કોંગ્રેસ પ્રભારીની પરીક્ષા, શું પાસ થશે કે ફેઇલ?

Malay

Last Updated: 08:49 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે પોતાની જ સરકાર વિરુદ્ધ ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જે બાદ હાઈકમાન્ડે રાજસ્થાનના પ્રભારી સુધજિંદર સિંહ રંધાવાને એક્ટિવ કરી દીધા છે.

 

  • જયપુરમાં પાયલોટનો એક દિવસનો ઉપવાસ
  • વસુંધરા રાજેને ટાર્ગેટ કરશે સચિન પાયલટ
  • દરેકની નજર સુખજિંદર સિંહ રંધાવા પર

રાજસ્થાન કોંગ્રેસમાં જે ચાલી રહ્યું છે તે બધાની સામે છે. આ સમગ્ર પ્રકરણમાં એક વ્યક્તિ છે સુખજિંદર સિંહ રંધાવા, તેમના પર બધાની નજર છે. શું રંધાવા કોઈ ઉકેલ શોધી શકશે? શું તેઓ સચિન પાયલટના ઉપવાસ બાદ દબાણ ઘટાડી શકશે? શું તેમની પાસે બંને બાજુના લોકોને શાંત અને સંતુષ્ટ કરવાનો કોઈ પ્લાન છે? આ તમામ સવાલોના જવાબ રંધાવા જ આપી શકે છે. 

કોંગ્રેસના નેતાએ પોતાની સરકાર સામે જ મોરચો ખોલ્યો 
રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ફરી એકવાર મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પોતાની સરકાર સામે જ મોરચો ખોલ્યો છે. સચિન પાટલટ આજે જયપુરમાં શહીદ સ્મારક પર રાજસ્થાન સરકાર વિરુદ્ધ એક દિવસીય ઉપવાસ પર ઉતરશે. 

સચિન પાયલટની તરફથી જાહેર કરાયેલા વીડિયોમાં છે ફક્ત આ 15 ધારાસભ્યો, જુઓ  લિસ્ટ | rajasthan crisis team sachin pilot releases video of mlas  supporting him see full list
સચિન પાયલટ અને અશોક ગેહલોત

સચિન પાટલટના કારણે વધ્યું કોંગ્રેસનું ટેન્શન
સચિન પાયલટ હવે માત્ર સીએમ અશોક ગેહલોત માટે જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટી માટે પણ માથાનો દુખાવો બની રહ્યા છે. સચિન પાયલટે ભાજપની વસુંધરા સરકારના કૌભાંડો અને ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ગેહલોત સરકાર સામે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટી ગેહલોત સરકારની જનહિત યોજનાઓ અને ઉપલબ્ધિઓના આધારે વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે. આવી સ્થિતિમાં સચિન પાયલટના ઉપવાસથી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન થશે. એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ પાયલટને આ ઉપવાસ રોકવા કડક સૂચના આપી છે.

દેશ બચાવવો હોય તો પહેલા મોદીને ખતમ કરો', કોંગ્રેસ નેતાની ફરી જીભ લપસી, PM  પર ન બોલવાનું બોલ્યાં I rajasthan congress in charge sukhjinder singh  randhawa controversial statement on PM
સુખજિંદર સિંહ રંધાવા(રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી)

પ્રભારી રંધાવા એક્ટિવ                                                
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે 11 એપ્રિલે ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરતાની સાથે જ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ. જે બાદ હાઈકમાન્ડે પ્રભારી રંધાવાને એક્ટિવ કરી દીધા છે. હવે રંધાવા જયપુરમાં છે. શું તેઓ સચિનના મંચ પર જશે? શું તેઓ ફોન પર જ વાત કરશે? અથવા કોઈ અન્ય રણનીતિ હશે. દરેકની નજર તેમના પર છે.                                                            
અજય માકન બાદ મળી છે જવાબદારી
અવિનાશ પાંડે પછી અજય માકનને જવાબદારી મળી. તેમ છતાં પરિસ્થતિમાં કોઈ સુધારો ન આવતા તેમને હટાવીને હવે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખજિંદર રંધાવાને અહીં પ્રભારી બનાવવામાં આવ્યા છે, ત્યારે બધાની નજર તેમના પર ટકેલી છે. પરંતુ શું તેઓ કોઈ મોટો અને નક્કર ઉકેલ શોધી શકશે? પાસ થશે કે નાપાસ થશે? આ બધું ટૂંક સમયમાં દેખાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ