બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / Rain with heavy wind in areas including Bodakdev, Vastrapur of Ahmedabad city

'બિપોરજોય' સંકટ / અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: શહેરના બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

Malay

Last Updated: 03:16 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'Biporjoy' crisis: અમદાવાદમાં બપોરના 2 વાગ્યા પછી ભારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પાણી-પાણી થઈ ગયા છે.

  • બિપરજોય વાવાઝોડાની અસર
  • પવન સાથે વરસાદની શરૂઆત
  • શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ વર્તાઈ રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો અમદાવાદમાં બપોરના 2 વાગ્યા પછી ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. શહેરના બોડકદેવ, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, શિવરંજની, નારોલ, વિશાલા, પંચવટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પણ પાણી-પાણી થઈ ગયા છે.તો વરસાદની સાથે શહેરમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. મહત્વનું છે કે, આજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 

ગુજરાતભરમાં વાતાવરણ પલટાયું: અમદાવાદ અને રાજકોટમાં વરસાદ, સૌરાષ્ટ્ર અને  બનાસકાંઠાના ખેડૂતો ચિંતાતુર | Cloudy weather prevailed across Gujarat from  early morning today

મ્યુનિ. મોન્સૂન કંટ્રોલરૂમથી સતત રખાઈ રહી છે નજર
ભારે વરસાદ તથા ઈમર્જન્સીની સ્થિતિમાં નાગરિકોને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બલ્ક મેસેજથી સ્થિતિની જાણકારી મળી રહે તે મુજબની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોનું જાહેર રોડ પરના પોલીસ કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા, બીઆરટીએસ કેમેરા, ચાર રસ્તા પરના કેમેરા તેમજ અંડરપાસના કેમેરાથી પાલડી ખાતેના મ્યુનિ. મોન્સૂન કંટ્રોલરૂમથી સતત ઓનલાઈન મોનિટરિંગ કરાઈ રહી છે. ખાસ તો ભારે વરસાદ વખતે વરસાદી પાણી ભરાઈ જવાથી નાગરિકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક ડાઈવર્ઝન ઉપરાંત જંક્શન પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શહેર ટ્રાફિક પોલીસ સ્ટાફને વાયરલેસ સિસ્ટમની સાથે હાજર રાખવામાં આવ્યો છે. 

અમદાવાદમાં વાતાવરણ પલટાયું: રેઈનકોટ કાઢીને જ રાખજો, આગામી દિવસોમાં અહીં  વરસાદની આગાહી | Climate change : Rain forecast in Ahmedabad

બપોરે 2 વાગ્યાથી ક્લબો બંધ 
વાવાઝોડાને ધ્યાનમાં રાખીને શહેરની રાજપથ-કર્ણાવતી સહિતની ક્લબો આજે બપોરે 2 વાગ્યાથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંભવિત વાવાઝોડાને લઇ ક્લબો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના કર્ણાવતી અને રાજપથ ક્લબના ભાવમાં વધારો: મેમ્બરશીપ માટે જુઓ કેટલા  લાખ ભરવા પડશે | Ahmedabad's Rajpath, Karnavati Club hiked membership prices

અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ બંધ 
બિપરજોય વાવાઝોડાને અંગે AMC દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યાં છે. સંભવિત વાવાઝોડાને પગલે 15 અને 16 જૂન બે દિવસ અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમીનાડ લોકોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે પવન અને વરસાદની આગાહીને પગલે શહેરમાં જ્યાં પણ ભયજનક મકાનો, હોર્ડિંગસ તેમજ ઘટાદાર વૃક્ષો હોય તેને ઉતારી લેવાની સૂચના આપી દેવાઈ છે. 1000થી વધુ ઝાડ ટ્રીમગ કરવામાં આવ્યા છે. 44 ભયજનક મકાન ઉતારવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ પાણી ભરાવાની સમસ્યા સર્જાય ત્યારે તેના નિકાલ માટે હેવી પંપ પણ મૂકવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ