બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Rain and heat forecast in Navratri, 3 youths die of heart attack in the state, news super fast

2 મિનિટ 12 ખબર / નવરાત્રીમાં વરસાદ પડશે કે ગરમી? અંબાલાલ અને સ્કાયમેટની વિરોધાભાસી આગાહી, આંખના પલકારામાં 3 યુવાનોના મોત

Dinesh

Last Updated: 07:24 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે,  17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે,  17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. અને આ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને પછી છુટા છવાયા ઝાપટા પડી શકે છે.  નવરાત્રીમાં દશેરા પૂર્વે દુર્ગાષ્ટમી આસપાસ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. 

 સ્કાયમેટ મુજબ ગુજરાતમાં થોડા દિવસોમાં ગરમી વધશે.  રાજ્યમાં હાલમાં વરસાદની શક્યતા નહીવત છે. ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના છે. આ બાબતે સ્કાયમેટ દ્વારા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ વરસાદ થવાની કોઈ શક્યતા નથી. તેમજ રાજ્યમાં છુટા છવાયા વરસાદની પણ શક્યતા હાલ જોવા નથી મળતી. ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં તાપમાન વધવાની શક્યતાઓ સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે તાપમાન વધવાથી દિવસે ખૂબ જ ગરમી લાગશે. તેમજ બીજી ગરમીની જે સીઝન છે તે ઓક્ટોમ્બરમાં આવે છે. એ અહીંયા જોવા મળશે.  પરંતું વરસાદની સંભાવનાં ખૂબ જ વધારે જોવા મળી રહી છે.  

રાજ્યના 128 તાલુકામાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે. 4 તાલુકામાં 60% થી ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યનાં 206 જળાશયોમાં કુલ જળસંગ્રહ 95.19% થયો છે. 31 જળાશયોમાં 50%થી ઓછો જળસંગ્રહ થયો છે. રાજ્યના 71 જળાશયો સંપૂર્ણ પણે ભરાયા છે. જ્યારે 14 જળાશયોમાં 98% થી વધુ જળસંગ્રહ થયો. સરદાર સરોવર 24.04 કરોડ લીટર જળસંગ્રહ સાથે 95.19% ભરાયો છે.રાજ્યમાં જળસંગ્રહની સ્થિતિ વિશે વાત કરીએ તો ઉત્તર ઝોનમાં 15 ડેમમાં જળ સગ્રંહ 156760 છે, જેમાં 81.11 ટકા જળ જથ્છો છે.  મધ્યના 17 ડેમમાં 228189 જળસંગ્રહ છે જેમાં 97.89 ટકા છે. સૌરાષ્ટ્રમાં 141 ડેમમાં 212592માં કુલ જથ્થો 82.13 ટકા છે. અત્રે જણાવીએ કે, કુલ 207 ડેમમાં જળસંગ્રહ 1469578 છે જેમાં કુલ જથ્થો 93 ટકા છે.

128 talukas of the state received 100 percent rainfall of the season, 4 talukas received less than 60 percent rainfall.

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે દક્ષિણ મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે આ સાથે જ ગંગટોક, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા છે, જેના કારણે ભારે વરસાદની આશંકા છે. આ ઉપરાંત આ સમયે અનેક વિસ્તારોમાંથી ચોમાસું પણ પાછું ખેંચાઈ રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો અને રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું ખસી જશે.

imd rainfall alert weather update 1 october delhi up bihar jharkhand heavy rain next 5 days barish forecast

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3 હાર્ટ એટેકથી મોતના બનાવો બન્યા છે. જેમાં દાહોદ, સુરત અને જેતપુરમાં એક-એક યુવકના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાં છે. જેતપુરમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. મૂળ નેપાળનો અને છેલ્લા ઘણા સમયથી જેતપુર ખાતે આવેલ વેલકમ ચાઇનીઝ નાસ્તાની દુકાનમાં કામ કરતો 39 વર્ષીય કેસર દિલબહાદુર ખત્રી નામનો યુવક અચાનક ઢળી પડ્યો હતો. રતના કીમ ગામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. અંકલેશ્વરમાં ચાલુ નોકરીએ અંકુર ઘોડિયા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.દાહોદમાં હૃદય રોગના હુમલાથી થિયેટરના કલાકારનું મૃત્યુ થયું છે. બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર ભોજક દાહોદ ખાતે એંફી થિયેટરમાં નાટક ભજવવા આવ્યા હતા.

Three more youths die of heart attack in Gujarat

Swachhata Hi Seva Campaign: મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પહેલા ગઈકાલે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મોટા નેતાઓએ શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.

 Swachhata Hi Seva Campaign: Leaders including Amit Shah, CM Bhupendra Patel did a clean sweep

કહેવાય છે કે કુદરત સામે માણસ હંમેશા લાચાર હોય છે. જોકે કેટલાક લોકો એવા પણ હોય છે કે જીવવાની જીજીવિશામાં કુદરત સાથે પણ લડે છે અને જીતી જાય છે. આવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં શુક્વારે દરિયામાં ગરકાવ થઇ જનાર 14 વર્ષના કિશોરે 36 કલાક સુધી અફાટ દરિયા સામે ઝઝૂમી પોતાનો જીવ બચાવ્યો છે. સુરતના દરિયામાં ડૂબેલો કિશોર નવસારીથી સુરક્ષિત મળી આવ્યો છે. નવસારી એસ.પી સુશીલ અગ્રવાલે આ ઘટના વિશે જણાવ્યું કે, શુક્રવારે દાદી સાથે ડુમસ બીચ પર ગયેલો 14 વર્ષનો લખન દરિયાના ઉંડા પાણીમાં ગરક થયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયા સામે બાથ ભીડી પાણીમાં તરતો રહ્યો. જેના થોડા સમય બાદ દરિયામાં લાકડાની પાટ મળતાં તે પાટ પર બેસી ગયો હતો.

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રવિવારે ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર જોગ તેમના સંદેશમાં તેમણે કહ્યું કે, તમામ નાગરિકો તરફથી હું રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મૂએ તમામ દેશવાસીઓને તેમના વિચારો, વાણી અને કાર્યોમાં મહાત્મા ગાંધીના મૂલ્યો અને ઉપદેશોનું પાલન કરવા અને કલ્યાણ માટે પોતાને સમર્પિત કરવાની અપીલ પણ કરી હતી.રાષ્ટ્ર જોગ સંદેશમાં તેમણે કહ્યું કે ગાંધીજીના સત્ય અને અહિંસાના આદર્શોએ વિશ્વને નવો માર્ગ બતાવ્યો છે. તેમજ રાષ્ટ્રપિતાએ જીવનભર અહિંસાની લડાઈની સાથે સાથે સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને ખેડૂતોના અધિકારોના મુદ્દા પણ ઉઠાવ્યા હતા. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે તેમના જીવનમાં તેઓ સામાજિક ભેદભાવ અને નિરક્ષરતા સામે પણ લડ્યા હતા.

'Gandhiji's ideals of truth and non-violence showed the way to the world': See what the President said on the eve of Gandhi...

ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ગોલ્ડ જ ગોલ્ડ જીતી રહ્યાં છે. આઠમા દિવસની ઈનિંગમાં ભારતના ખાતામાં ત્રણ ગોલ્ડ મેડલ આવ્યાં છે. સવારના સમયમાં શુટિંગમાં ભારતીય પુરુષ ટીમને ગોલ્ડ મળ્યો હતો તો બપોર પછી 3000 મીટરની સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે અને ત્યાર બાદ શોટપુટમાં તેજિંદર પાલ તુરે ગોલ્ડ જીત્યો હતો. ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. તે એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની ગઈ છે. આ મેડલ સાથે જ ભારતના દિવસનું ખાતું ખુલી ગયું હતું. આ પછી તરત જ ટ્રેપ શૂટિંગમાં મહિલા ટીમે સિલ્વર અને મેન્સે ગોલ્ડ જીત્યો. 

Avinash Sable win gold in athletics

GST Collection : સપ્ટેમ્બર મહિનો GSTથી કમાણીની દૃષ્ટિએ ઉત્તમ સાબિત થયો છે. GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હવે દર મહિને કેન્દ્ર સરકારની તિજોરીમાં લાખો કરોડો રૂપિયા નાખે છે. સપ્ટેમ્બરમાં સરકારનું GST કલેક્શન રૂ. 1,62,712 કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે સરકારનું GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે.અગાઉ ઓગસ્ટ મહિનામાં સરકારને GST માંથી 1,59,069 કરોડ રૂપિયા મળ્યા હતા. આ 6 મહિનામાં પ્રથમ વખત રૂ. 1.60 લાખ કરોડથી ઓછું GST કલેક્શન હતું. તે પહેલા સરકાર માર્ચ 2023 પછી દર મહિને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરતી હતી. જો એક વર્ષ પહેલાની સરખામણી કરવામાં આવે તો ઓગસ્ટમાં GST કલેક્શન પણ સારું હતું, કારણ કે ઓગસ્ટ 2022ની સરખામણીમાં કલેક્શનમાં 11 ટકાનો વધારો થયો હતો.

GST collection figures will tear eyes, this is the fourth time this year

વનડે વર્લ્ડ કપ રમવા ભારતમાં આવ્યં બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમે ખરેખર આનંદ માણી રહી છે. હૈદરાબાદ પહોંચ્યા બાદ પાકિસ્તાનની ટીમ તેમના ખેલાડીઓને ભારતમાં જે મહેમાનગતિ મળી છે તેના ભરપૂર વખાણ કરી રહી છે. હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની તેમની પ્રથમ વોર્મ-અપ મેચ પછી, બાબર આઝમની ટીમના ખેલાડીઓએ ભવ્ય ડિનરની મજા માણી હતી અને ચાહકો સાથે કેટલીક સેલ્ફી પણ ક્લિક કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સત્તાવાર ટ્વિટર (હવે એક્સ) એકાઉન્ટે ટીમના ડિનરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ મસ્તી કરતા જોઇ શકાય છે.પાકિસ્તાની ટીમ સાંજના હૈદરાબાદમાં ડિનર માટે પહોંચી હતી. સ્વાગત બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ડિનરમાં તેમનું મનપસંદ ભોજન પીરસવામાં આવ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડિનર ટેબલ પર બેઠેલા તમામ પાકિસ્તાની ખેલાડીઓ હૈદરાબાદી ફ્લેવરની મજા માણી રહ્યા છે. સ્ટાફ દ્વારા પણ તેમની ખૂબ મહેમાનગતિ કરવામાં આવી. તેથી હોટેલનો તમામ સ્ટાફ ખેલાડીઓ સાથે ઊભો હતો, જેમાં શેફથી લઈને મેનેજમેન્ટ અને સર્વિસના લોકો સામેલ હતા. ડિનર ટેબલ ટીમના ખેલાડીઓએ ખૂબ જ મસ્તી કરી હતી.

કન્નડ સુપરસ્ટાર શિવ કુમારની એક્શન થ્રિલર ફિલ્મ 'ઘોસ્ટ'નું ટ્રેલર હિન્દીમાં રિલીઝ થયું છે. આ ટ્રેલર રિલીઝ થતાની ચાહકોએ વધાવી લીધું છે સાથે જ આ ફિલ્મને જોવા માટે લોકો અધિરા બન્યા છે. આ ફિલ્મ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેને લઈને ચાહકોમાં થનગનાટ છે. મહત્વનું છે કે શિવ કુમારની સાથે આ ફિલ્મમાં અભિનેતા અનુપમ ખેર પણ ટોચનો રોલ અદા કરશે.ટ્રેલર રિલીઝ થતાની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્સુકતા જાગી છે. ફિલ્મ અંગે વાત કરવામાં આવે તો ફિલ્મના મુખ્ય પાત્ર શિવકુમારને એક ગેંગસ્ટરના રોલમાં બતાવવામાં આવ્યા છે. જે જેલનો કબજો કરનાર છે. બીજી તરફ અનુપમ ખેરનું પાત્ર પણ ઘણું મહત્વનું છે. શિવ રાજકુમારની પેન ઇન્ડિયા ફિલ્મ ઘોસ્ટ સેન્ડલવુડની આગામી મોટી ફિલ્મ છે. ફિલ્મનું બ્લોકબસ્ટર હિટ 'બિરબલ' ફેમ શ્રીનીએ નિર્દેશન કર્યું છે

 ghost trailer out in hindi action thriller film shivarajkumar as original gangster anupam kher

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ