બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / rahul not the only politician to lose membership after conviction amit shah

સભ્યપદ રદ પર પ્રતિક્રિયા / 'સજા સામે અપીલ કરો, આ કેવો ઘમંડ, સાંસદ તરીકે રહેવું છે અને કોર્ટ પણ જવું નથી'? રાહુલને અમિત શાહનો સવાલ

Hiralal

Last Updated: 10:43 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ થવા અને તેમને બંગલો ખાલી કરવાની મળેલી નોટીસને લઈને અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે.

  • રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા અંગે અમિત શાહનું મોટું નિવેદન
  • કહ્યું- રાહુલે તેમની સજા સામે ઉપલી કોર્ટમાં જવું જોઈએ
  • પહેલી વાર કોઈ નેતાનું સભ્યપદ રદ થયું નથી
  • કોઈ નેતા દોષી ઠરે તો આપમેળે સભ્યપદ રદ થઈ જાય છે તેની કાયદાની જોગવાઈ છે 

માનહાની કેસમાં સુરત કોર્ટની સજા બાદ રાહુલ ગાંધીને સાંસદ પદેથી ગેરલાયક ઠેરવાયાં છે. રાહુલ ગાંધીની સજા અને સંસદ સભ્યપદ રદ થવા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલી વાર એક મોટું નિવેદન આપ્યું છે.

સજા સામે ઉપલી કોર્ટમાં અરજી કરો
એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાનો કેસ લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ. તેના બદલે, તેઓ વડા પ્રધાન મોદી પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની સજા પર સ્ટે મૂકવાની અપીલ કરી નથી. આ કેવો અહંકાર છે? તમારે તરફેણ જોઈએ છે. તમે સાંસદ તરીકે ચાલુ રહેવા માંગો છો અને કોર્ટ સમક્ષ પણ જવા માગતા નથી. આ તે કેવા પ્રકારનો ઘમંડ છે. 

પહેલી વાર કોઈ નેતાનું સભ્યપદ રદ થયું નથી- અમિત શાહ  
શાહે કહ્યું કે આ કંઈ પહેલી વાર નથી કે કોઈ નેતાનું સંસદનું સભ્યપદ રદ થયું હોય. આ પહેલા પણ આવા કિસ્સા બનેલા છે. 
તેમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો લાલુ પ્રસાદ (બિહાર) અને જે જયલલિતા (તમિલનાડુ) સહિત 17 જેટલા રાજકારણીઓને અદાલતો દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા જ્યારે તેઓ કાં તો વિધાનસભા અથવા સંસદના સભ્ય હતા અને તેમની પાસે રાહુલ ગાંધી કરતા ઘણો વધારે અનુભવ હતો. અમિત શાહે કહ્યું કે બધાને યાદ છે ને રાહુલ ગાંધીએ યુપીએ સરકારના શાસન વખતે ભરી પ્રેસ કોન્ફરન્સમાં મનમોહન સરકારનો વટહુકમ ફાડી નાખ્યો હતો, જો તેમણે આ વટહુકમ ફાડ્યો ન હોત તો આજે તેમને મદદ કરી શક્યો હોત. 

સંસદસભ્ય કે ધારાસભ્ય દોષી ઠરે તો સભ્યપદ રદ થઈ જાય છે 
શાહે કહ્યું કે આપણા દેશનો કાયદો છે કે જે કોઈ પણ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવે છે તે સંસદ અથવા વિધાનસભાનું સભ્યપદ ગુમાવે છે. કોંગ્રેસ પાસે ઘણા મોટા વકીલો છે અને તેમાંથી કેટલાક રાજ્યસભાના સભ્યો છે. તેઓએ તેમને કાનૂની મુદ્દાઓ વિશે સલાહ આપવી જોઈએ. 

બંગલો ખાલી કરવાની રાહુલની નોટીસ અંગે પણ બોલ્યાં અમિત શાહ 
રાહુલ ગાંધીને તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાની તાત્કાલિક નોટિસ વિશે પૂછવામાં આવતા શાહે કહ્યું હતું કે તેમાં કોઈ ઉતાવળ થઈ નથી અને તે માત્ર એક કુદરતી પ્રક્રિયા છે. આ દેશનો કાયદો છે કે સંસદમાં તેમના તમામ ભાષણોને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા તે ક્ષણથી જ રેકોર્ડમાંથી દૂર કરવા પડશે. જો થોડા દિવસો પછી તેમની ગેરલાયકાતની નોટિસ આપવામાં આવી હોત, તો પણ તેનાથી કોઈ ફરક પડ્યો ન હોત. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ