કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર ઉપર અવારનવાર નિશાન સાધે છે. તેઓ કોરોના વાયરસ મહામારી અને ભારત ચીન વચ્ચેના તણાવભર્યા સંબંધો મુદ્દે સરકારને આડે હાથે લેતા હોય છે. હવે રવિવારે તેમણે જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબુબા મુફ્તીની જેલમાંથી મુક્તિ માટે માંગ કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ભારતનું લોકતંત્ર ત્યારથી ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું જ્યારેથી કેન્દ્ર સરકારે ગેરકાયદેસર રીતે રાજનૈતિક નેતાઓને કેદ કર્યા. હવે સમય આવી ગયો છે કે મહેબુબા મુફ્તીને જેલમાંથી મુક્ત કરવામાં આવે.
India’s democracy is damaged when GOI illegally detains political leaders.
1 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી લોકોની સુરક્ષા માટે ખતરો કેવી રીતે બની શકે?: ચિદંબરમનો સવાલ
રાહુલથી પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમે મેહબુબા મુફ્તીની નજરકેદ વધારવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે શનિવારે કહ્યું હતું કે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ (PSA) અંતર્ગત મુફ્તીની નજરકેદ વધારવાનો નિર્ણય ફક્ત કાયદાનું ઉલ્લંઘન જ નહીં પણ નાગરિકોને મળેલા બંધારણીય હકો ઉપર એક હુમલો છે. તેમણે પૂછ્યું કે 61 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી લોકોની સુરક્ષા માટે ખતરો કેવી રીતે બની શકે?
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ટ્વિટ કર્યું હતું કે, "PSA હેઠળ મહેબૂબા મુફ્તીની નજરકેદ વધારવી એ કાયદાનું દુરુપયોગ અને નાગરિકોના બંધારણીય અધિકારો પર હુમલો છે. 61 વર્ષિય ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે 24 કલાકનો સુરક્ષા ગાર્ડથી ઘેરાયલા હોય છે તેઓ જાહેર સલામતી માટે કેવી રીતે ખતરો છે?"
PSA के तहत सुश्री महबूबा मुफ्ती की नजरबंदी का विस्तार कानून का दुरुपयोग है और नागरिकों के संवैधानिक अधिकारों पर हमला है।
61 वर्षीय पूर्व मुख्यमंत्री, चौबीसो घंटे सुरक्षा गार्ड से संरक्षित व्यक्ति, सार्वजनिक सुरक्षा के लिए खतरा कैसे है?
ચિદમ્બરમે વધુમાં કહ્યું કે તેમની નજરકેદ માટે આપવામાં આવેલા કારણો પૈકી એક કારણ તેમના પક્ષના ધ્વજનો રંગ છે. આ એક હાસ્યાસ્પદ વાત છે. તેમણે કલમ 370 રદ થવા અંગે પોતાનો અભિપ્રાય ન આપવો જોઈએ? શું આ સ્વતંત્ર ભાષણના અધિકારનો ભાગ નથી?
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, "હું સુપ્રીમ કોર્ટમાં કલમ 370ને રદ કરવાને પડકારતા કેસના વકીલોમાંથી એક છું. જો હું કલમ 370ની વિરુદ્ધ બોલું તો એ જાહેર સલામતી માટે ખતરો છે? આપણે સામૂહિક રીતે અમારો અવાજ ઉઠાવવો જોઈએ અને માંગ કરવી જોઇએ કે મહેબૂબા મુફ્તીને મુક્ત કરવામાં આવે."