બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Politics / punjab assembly election live results aap congress in winning position

2022 Election Results / પંજાબમાં 'AAP'નો જયજયકાર, અમરિંદર-ચન્ની અને સિદ્ધુ સહિતના દિગ્ગજ નેતાઓની કારમી હાર

Mayur

Last Updated: 06:24 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને પંજાબની જનતાએ ભાજપ, કોંગ્રેસ પર નહીં આમ આદમી પાર્ટી પર ભરોસો મુક્યો છે.


 

04:10 PM

PUNJAB RESULTS : પંજાબ માટે AAP અને માનને શુભકામના : સુરજેવાલા

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ચૂંટણીમાં હાર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો કે, તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવીને આ તમામ હારના કારણો અને પાંચેય રાજ્યોની ચૂંટણી પર એક વ્યાપક અંતરમંથન કોંગ્રેસ કાર્યસમિતિ કરશે. તેઓએ કહ્યું કે, 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામ કોંગ્રેસની આશાઓથી વિપરિત રહ્યાં. અમને ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં સારા પરિણામોની આશા હતી પરંતુ અમે સ્વીકારીએ છીએ કે, અમે લોકોના આશિર્વાદ મેળવવામાં અસફળ રહ્યાં. પંજાબ માટે અમે AAP અને ભગવંત માનને શુભકામના પાઠવીએ છીએ.

4:00 PM

Punjab Results : 80 સીટોમાંથી 65 સીટો પર AAPની જીત

ચૂંટણી આયોગ તરફથી જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર પંજાબમાં 117 સીટોમાંથી 80 સીટો પર રિઝલ્ટ આવી ચૂક્યું છે. 80 સીટોમાંથી આમ આદમી પાર્ટીને 65 સીટ પર જીત હાંસલ થઇ છે જ્યારે કોંગ્રેસને 11 અને ભાજપને 2 પર જીત હાંસલ થઇ છે.

03:50 PM

કોંગ્રેસને 59 સીટોનું અનુમાન

પંજાબમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. 2017માં 117માંથી 77 સીટો જીતનારી કોંગ્રેસે આ વખતે અંદાજે 18 સીટ મળતી જોવા મળી રહી છે. ગઇ વખતી ચૂંટણીની તુલનામાં કોંગ્રેસને 59 સીટોનું નુકસાન છે.

3:30 PM

ચરણજીતસિંહ ચન્નીએ હાર સ્વીકારી

ચરણજીતસિંહ ચન્નીએ ટ્વિટ કરી પોતાની હાર સ્વીકારી લીધી છે. હુ વિનમ્રતાપૂર્વક પંજાબના લોકોના નિર્ણયનો સ્વીકાર કરું છું અને આમ આદમી પાર્ટી અને તેમને પસંદ કરેલા CM ભગવંત માનજીને જીત માટે શુભકામના પાઠવું છું. મને આશા છે કે, તે લોકોની આશા પર ખરા ઉતરશે.

3:15 PM

અરવિંદ કેજરીવાલનું પાર્ટી કાર્યાલયમાં સંબોધન

LIVE updates...

3:10 PM

Punjab Results: નાભા અને મલેરકોટલામાં AAPની જીત

નાભાથી આપ પાર્ટીના ઉમેદવાર ગુરૂદેવ સિંહ દેવ માન 52,600 થી જીતી ગયા છે. તેઓએ કેબિનેટ મંત્રી સાધુ સિંહને કારમી હાર આપી છે. મલેરકોટલાથી અમરગઢથી AAPના જસવંત સિંહ ગજ્જનમાજરા જીતી ગયા છે.

3:00 PM

Punjab Results: શરદ પવાર - ખેડૂતોના મનમાં PM માટે હતો ગુસ્સો

NCP પ્રમુખ શરદ પવારે પંજાબમાં AAPની જીત પર કહ્યું કે, 'પંજાબના લોકોએ ભાજપ અને કોંગ્રેસને હરાવીને આમ આદમી પાર્ટીને બહુમત આપી છે. પંજાબના ખેડૂતોના મનમાં પ્રધાનમંત્રી મોદી માટે સૌ કોઇને ગુસ્સો હતો. મહારાષ્ટ્રમાં ભાજપને અઢી વર્ષ સુધી રાહ જોવી પડી.'

2:45 PM

અમૃતસર ઇસ્ટથી મજીઠિયા અને સિદ્ધ બંનેની હાર, AAPની જીવજોત કૌરે મારી બાજી

પંજાબના અમૃતસર ઇસ્ટ વિધાનસભા સીટ પર અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયા અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની લડાઇમાં આમ આદમી પાર્ટીની જીવનજોત કૌરે બાજી મારી.

2:20 PM

AAPના ભગવંત માન શહીદ ભગતસિંહના પૈતૃક ગામમાં લેશે CM પદના શપથ 

AAPના ભગવંત માન રાજભવનમાં નહીં પરંતુ શહીદ ભગતસિંહના પૈતૃક ગામમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.

2:00 PM

પંજાબમાં AAPનો જશ્ન શરૂ
 
પંજાબમાં AAPએ ઝાડું ચલાવતા ભગવંત માને કહ્યું કે, 'અમે સૌ એકસાથે મળીને સેવા કરીશું. જે રીતે વોટ આપ્યો છે એ જ રીતે એકજૂથ થઇને અમે પંજાબને ચલાવીશું.પંજાબ પહેલાં મહેલોથી ચાલતુ હતું, હવે પંજાબ ગામડાઓથી ચાલશે. જેટલા મોટા નામ હતા એ સૌ કોઇ હારી રહ્યાં છે. અમે લખીને આપ્યું હતું કે, 'ચન્ની સાહેબ હારી રહ્યાં છે, એવું બની પણ ગયું.'

ભગવંત માને કહ્યું કે, 'સરકાર બન્યા બાગ અમાર પ્રથમ કલમ બેરોજગારીને દૂર કરવા માટે ચાલશે. અમારે યુવાઓને રોજગાર આપવાનો છે. તમે મારી પર વિશ્વાસ રાખો, તમને એક મહીનામાં જ અંતર દેખાવા લાગશે. ભગવંત માને જણાવ્યું કે, 'પંજાબના કોઇ પણ કાર્યાલયમાં મુખ્યમંત્રીનો ફોટો નહીં લાગે, માત્ર ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરની જ તસવીર લાગશે.'

01:15 PM

ભગવંત માનની રેકોર્ડબ્રેક વોટથી જીત થતા કેજરીવાલે પાઠવ્યાં અભિનંદન

પંજાબના ધુરીથી AAPના ઉમેદવાર ભગવંત માનની મોટી જીત

પંજાબમાં AAPના CM ઉમેદવાર ભગવંત માનની ધુરી બેઠક પરથી જીત થઇ છે. તેઓએ 50 હજાર વોટ સાથે જીત હાંસલ કરી છે. જો કે, હજુ ધુરીમાં મતગણતરી શરૂ છે. પરંતુ ભગવંત માનની રેકોર્ડબ્રેક વોટથી જીત થતા અરવિંદ કેજરીવાલે ભગવંત માનને અભિનંદન પાઠવ્યાં છે.

12:48 PM

પંજાબે કેજરીવાલના શાસનને તક આપી : મનીષ સિસોદિયા

પંજાબમાં AAPની જીતને લઇને મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, 'ગોવા, ઉત્તરાખંડ અને UPમાં અમે ઉમેદવારો ઉભા રાખ્યા હતાં પરંતુ અમારું ફોકસ પંજાબ પર હતું, પંજાબે કેજરીવાલના શાસનને તક આપી છે. આ 'આમ આદમી પાર્ટી'ની જીત છે.

12:40 PM

અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને પાઠવી શુભકામના

દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત પર પંજાબના લોકોને શુભકામના પાઠવી. તેઓએ પંજાબમાં સીએમ ઉમેદવાર ભગવંત માન સાથે એક ફોટો શેર કર્યો છે.

इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa

— Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022

12:40 PM

કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલાથી હાર્યા, AAPના અજીતપાલસિંહની જીત

પંજાબની હોટ સીટ કહેવાતી પટિયાલા વિધાનસભા સીટ પરથી કેપ્ટન અમરિંદર સિંહે હારનો સામનો કરવો પડ્યો છે. અમરિંદર સિંહને AAP ના ઉમેદવાર અજિતપાલ સિંહે 19 હજારથી વધારે વોટથી હરાવ્યાં.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલા બેઠક પરથી હાર્યા#2022ResultsonVTV #2022Elections #ElectionResults #Elections2022 #PunjabElectionResults #AmarinderSingh #vtvcard pic.twitter.com/HDIDof3gR1

— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 10, 2022

12:24 PM

પંજાબમાં મતદાતાઓએ ઝાડુ નહીં વેક્યુમ ક્લીનર ચલાવ્યું : રાઘવ ચઢ્ઢા

AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, 'અમે તો પંજાબીઓને કહ્યું હતું કે, ઝાડુ ફેરવી દેજો, પણ પંજાબીઓએ તો વેક્યુમ ક્લીનર જ ચલાવી દીધું.'

चंडीगढ़: रूझानों में आम आदमी पार्टी ने पंजाब में बहुमत का आंकड़ा पार किया है। AAP के चंडीगढ़ कार्यालय से जश्न का माहौल है।

AAP नेता राघव चड्ढा ने कहा, "हमने तो पंजाबियों को कहा था कि झाड़ू चला दो, पंजाबियों ने तो वैक्यूम क्लीनर ही चला दिया।" pic.twitter.com/UixpBakG31

— ANI_HindiNews (@AHindinews) March 10, 2022

11:56 AM

પઠાણકોટમાં BJPની જીત

પંજાબમાં પહેલી સીટનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપે ખાતુ ખોલાવ્યું છે. ભાજપનાં પંજાબ અધ્યક્ષ અશ્વિની શર્મા પઠાણકોટ સીટથી વિજય જાહેર કરાયા છે. જો કે, પાર્ટી અને તેના ગઠબંધનને 4 સીટો પર જીત હાંસલ થઇ છે.

11:47 AM

AAPને બહુમત મળ્યાનો ફાયદો 5 રાજ્યસભા સીટોની ચૂંટણીમાં પણ મળશે

પંજાબમાં આમ આદમી પાર્ટીને ભારે બહુમત મળવાનો ફાયદો એપ્રિલમાં યોજાવા જઇ રહેલી પંજાબની પાંચ રાજ્યસભા સીટોની ચૂંટણીમાં પણ મળશે. રાજ્યસભા સાંસદ પ્રતાપ સિંહ બાજવા, શમશેર સિંહ દુલો, સુખદેવસિંહ ઢીંડસા, નરેશ ગુજરાલ અને અંબિકા સોનીનો કાર્યકાળ એપ્રિલમાં ખતમ થઇ રહ્યો છે. જ્યાર બાદ પંજાબથી આ 5 રાજ્યસભા સીટો પર એપ્રિલમાં ચૂંટણી યોજાવાની છે. એવામાં આમ આદમી પાર્ટી પોતાના પાંચ રાજ્યસભા સદસ્યોને સરળતાથી રાજ્યસભામાં મોકલી શકે છે.

11:03 AM

પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ 10 હજાર વોટથી પાછળ

પંજાબમાં મત ગણતરીના પાંચ રાઉન્ડ પછી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ પટિયાલા શહેરી બેઠક પર તેમના નજીકના હરીફથી લગભગ 10,000 મતોથી પાછળ છે. આમ આદમી પાર્ટીના અજીત પાલ સતત આગળ ચાલી રહ્યાં છે.

10:50 AM

ટૂંક સમયમાં ચન્ની આપી શકે છે રાજીનામું

આમ આદમી પાર્ટીને પંજાબમાં બમ્પર જીત મળતી દેખાઈ રહી છે. આથી ચરણજીત સિંહ ચન્ની હવે ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે.

10:30 AM

વલણમાં AAP 88 સીટો પર આગળ

અત્યાર સુધીના વલણમાં આમ આદમી પાર્ટી પંજાબમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. 117 સીટોમાંથી 88 સીટો પર તે આગળ છે. જ્યારે કોંગ્રેસ 12 સીટોથી આગળ છે. ભાજપ ગઠબંધન 5 સીટો પર તો અકાલી દળ ગઠબંધન 11 સીટો પર આગળ ચાલી રહ્યું છે.

10:14 AM

પંજાબના પરિણામો પણ સકારાત્મક હશેઃ AAP નેતા ગોપાલ રાય

હાલના વલણોમાં પંજાબમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. ત્યારે દિલ્હીના મંત્રી અને AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે, અમે પંજાબમાં સકારાત્મક વલણો જોઈ શકીએ છીએ અને અમને આશા છે કે પરિણામો પણ સકારાત્મક હશે. પરિવર્તન માટે મતદાન કરવા બદલ હું પંજાબના લોકોનો આભાર માનું છું. AAPએ પંજાબમાં 88 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રારંભિક લીડ સાથે બહુમતીનો આંકડો પાર કર્યો છે.

10:08 AM

પંજાબમાં AAPને સ્પષ્ટ બહુમતી

પંજાબ વિધાનસભામાં મતગણતરી ચાલી રહી છે. જેમાં પંજાબમાં શરૂઆતની મતગણતરીમાં AAP આગળ છે. પંજાબમાં AAPને સ્પષ્ટ બહુમતી મળતી જણાઇ રહી છે.   શરૂઆતની મતગણતરીમાં આપ 83, કોંગ્રેસ 18, અકાળી દળ 10, ભાજપ 4 અને અન્ય 2 બેઠક પર આગળ ચાલી રહી છે. હાલ પંજાબના પરિણામોથી AAPમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંગરુરમાં ભગવંત માનના ઘરે ઉજવણી શરૂ થઇ ચૂકી છે.

9:40 AM

મુખ્યમંત્રી ચન્ની, સિદ્ધુ અને અમરિંદર પોતાની બેઠક પર પાછળ, વલણોમાં આપને બહુમતિ

હાલ પંજાબ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે હાલ વલણોમાં ભાજપ અને અકાળી દળ બન્ને પાછળ છે. તો આમ આદમી પાર્ટી ભારે લીડથી આગળ જોવા મળી રહી છે. પરંતુ મુખ્યમંત્રી ચન્ની, અમૃતસર ઈસ્ટ બેઠક પર સિદ્ધુ, મજીઠિયા અને પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર પાછળ જોવા મળી રહ્યાં છે.

પંજાબના પ્રારંભિક વલણોમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી છે. તો નવજોત સિંહ સિદ્ધુ બાદ સીએમ ચરણજીત સિંહ પણ પોતાની સીટ પરથી પાછળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બરનાલા જિલ્લાના ભદૌરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાભ સિંહ ઉગ્ગોકેથી પાછળ ચાલી રહ્યાં છે.

9.18 AM

અમૃતસર પૂર્વમાં AAP માં ઉલટફેર જોવા મળી રહ્યું છે. અહીં નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા પાછળ છે. આમ આદમી પાર્ટીના જીવન જ્યોતને પહેલા રાઉન્ડમાં 1500 વોટ, બિક્રમ સિંહ મજીઠિયાને 1067, નવજોત સિંહ સિદ્ધુને 949 વોટ મળ્યા હતાં.

8.54 AM

આમ આદમી પાર્ટીના અજીત પાલ સિંહ કોહલી પ્રથમ રાઉન્ડમાં પટિયાલાથી કેપ્ટન અમરિંદર સિંહથી 3300 મતોથી આગળ છે. કોંગ્રેસે અહીંથી વિષ્ણુ શર્માને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

9:26 AM

8.54 AM

પ્રથમ રાઉન્ડમાં પટિયાલાથી આમ આદમી પાર્ટીના અજીત પાલ સિંહ કોહલી કેપ્ટન અમરિંદર સિંહથી 3300 મતોથી આગળ છે. કોંગ્રેસે અહીંથી વિષ્ણુ શર્માને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે.

8.45 AM

નવજોત સિંહ સિદ્ધુ પંજાબની અમૃતસર પૂર્વ બેઠક પરથી આગળ છે. અહીંથી તેઓ શિરોમણી અકાલી દળના બિક્રમ સિંહ મજીઠિયા સામે, આમ આદમી પાર્ટી તરફથી જીવન જ્યોત સામે ચૂંટણી લડી રહ્યાં છે.

8.35 AM: અમૃતસરમાં નવજોતસિંહ સિદ્ધુના ઘરની બહાર સન્નાટો છવાઇ ગયો છે. મળતી માહિતી મુજબ તેમના ઘર પર હવન-પાઠ શરૂ કરી દેવાયા છે. ઘરની બહાર માત્ર સુરક્ષાકર્મીઓ અને મીડિયાના લોકો જ છે.

પંજાબ

મતગણતરી પહેલા CM ચરણજીત સિંહ ચન્નીએ ચમકૌર સાહિબના ગુરુદ્વારામાં પ્રાર્થના કરી હતી.

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સવારે 8 વાગ્યાથી શરૂ થશે. ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો માટે સાત તબક્કામાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થયું હતું. પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું. ઉત્તરાખંડમાં 70 અને ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું. મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું.

તમામ મતગણતરી કેન્દ્રો પર વિડિયો અને સ્ટેટિક કેમેરા લગાવવામાં આવ્યા છે અને ત્યાં મીડિયા સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. મતગણતરીને ધ્યાનમાં રાખીને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ