બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / puja according to week days which god should be worshiped on which day shiv hanuman ji

આસ્થા / સપ્તાહમાં કયા દિવસે કયા દેવતાની પૂજા કરવાથી થાય છે ભાગ્યોદય? શુભફળની પ્રાપ્તિ માટે કરો આ કામ

Manisha Jogi

Last Updated: 02:37 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં સપ્તાહ અનુસાર પૂજાનું વિશેષ મહત્ત્વ છે. સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે. કયા દિવસે કયા દેવી દેવતાની પૂજા કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • હિંદુ ધર્મમાં સપ્તાહ અનુસાર પૂજાનું વિશેષ મહત્ત્વ
  • સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત
  • દિવસ અનુસાર અલગ અલગ દેવતાની કરો પૂજા

હિંદુ ધર્મમાં સપ્તાહ અનુસાર પૂજાનું વિશેષ મહત્ત્વ છે. સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે. માનવામાં આવે છે કે, વાર અનુસાર ભગવાનની પજા કરવાથી નવગ્રહની શુભતા પ્રાપ્ત થાય છે અને શીઘ્ર ફળપ્રાપ્તિ થાય છે. કયા દિવસે કયા દેવી દેવતાની પૂજા કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

સપ્તાહના અલગ અલગ દેવતા
સોમવાર-
સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે, આ દિવસે ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. કુંડળીમાં ચંદ્ર મજબૂત હોય તો પારાવિરક જીવન સુખમયી રહે છે. સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ, જેથી માનસિક તણાવ દૂર થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે. 

મંગળવાર- મંગળવારે હનુમાનજી અને મંગળ ગ્રહની પૂજા કરવામાં આવે છે. મંગળવારે હનુમાનજીને ચોલા અર્પણ કરવાથી અને વ્રત કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને દુશ્મનો સામે વિજય પ્રાપ્ત થાય છે. ઉપરાંત કુંડળીમાંથી માંગલિક દોષ દૂર થાય છે. 

બુધવાર- બુધવારે ભગવાન ગણેશ અને બુધ ગ્રહની પૂજા કરવામાં આવે છે. બુધવારે ગણપતિ બાપ્પાને દુર્વા અર્પણ કરવી જોઈએ, જેથી ભગવાન ગણેશની વિશેષ કૃપા રહે છે. બુધવારે મગની દાળનું દાન કરવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે. ઉપરાંત વિદ્યા અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે તથા શુભ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી. 

ગુરુવાર- ગુરુવાર ભગવાન વિષ્ણુ અને ગુરુદેવને સમર્પિત છે. ગુરુવારે પીળી વસ્તુ (કેળા, કેસર અને ચણાની દાળ)નું દાન કરવાથી વૈવાહિક જીવન સુખમયી રહે છે. નોકરી તથા લગ્નમાં અડચણ આવી રહી છે, તો ગુરુવારે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ. 

શુક્રવાર- શુક્રવારનો દિવસ લક્ષ્મી માતા અને શુક્ર દેવને સમર્પિત છે. શુક્રવારે પૂજા કરવાથી ધન-ધાન્ય અને સુખ-સુવિધામાં વૃદ્ધિ થાય છે. ઉપરાંત સુંદરતા, ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત થાય છે. 

શનિવાર- શનિવાર શનિદેવને સમર્પિત છે. શનિવારે શનિદેવની પૂજા કરવાથી અને કાળા તલ તથા તેલ અર્પણ કરવાથી શનિ સાઢેસાતી અને શનિઢૈય્યા દૂર થાય છે. ઉપરાંત શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. 

રવિવાર- સૂર્યદેવતાની પૂજા માટે રવિવારને ખાસ માનવામાં આવે છે. નિયમિતરૂપે સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરવાથી માન-સમ્માન, સાહસ અને ઊર્જામાં વૃદ્ધિ થાય છે. તાંબાના કળશમાં જળ, ફૂલ અને અક્ષત નાખીને સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ