બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / અજબ ગજબ / Public pools in Spain must allow women to swim topless in major win for feminists

શરમ છૂટી / પૂલમાં મહિલાઓ કપડાં વગર નહાઈ શકશે, જાહેરમાં સ્તનપાનની પણ છૂટ, અહીંયા નવો કાયદો

Hiralal

Last Updated: 06:14 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપિયન દેશ સ્પેનમાં મહિલાઓને કપડાં વગર સ્વીમિંગ પૂલમાં નાહવાની અને જાહેરમાં સ્તનપાન કરવાની છૂટ આપી છે.

  • યુરોપિયન દેશોમાં મહિલાઓને અપાઈ રહ્યાં છે પુરુષો જેવા અધિકારો
  • સ્પેન સરકારે મહિલાઓને આપી બે મોટી છૂટ
  • મહિલા સ્વીમિંગ પૂલમા કપડાં વગર નહાઈ શકશે
  • જાહેર સ્થળોએ બાળકોને સ્તનપાન પણ કરાવી શકશે 

યુરોપિયન દેશોમાં મહિલાઓને પણ પુરુષો સમોવડી ગણવામાં આવી રહી છે અને જેવા હકો પુરુષોને મળે છે તેવા તેમને આપવા માટેની ઝૂંબેશ ચાલી રહી છે. ત્યારે હવે સ્પેન સરકારે પણ આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે. સ્પેન સરકારે મહિલાઓને સ્વિમિંગ પૂલમાં ટોપલેસ સ્નાન કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ કેટેલાન ક્ષેત્રના સ્વિમિંગ પૂલમાં મહિલાઓ કપડાં વગર સ્નાન કરી શકશે. સ્પેન સરકારના આ નિર્ણયને ત્યાંની નારીવાદીઓની મોટી જીત ગણાવવામાં આવી રહી છે.

મહિલાઓ જાહેરમાં બાળકોને સ્તનપાન કરાવી શકશે
સ્પેન સરકારે મહિલાઓને બીજી પણ એક મોટી છૂટ આપી છે. મહિલાઓ હવેથી જાહેર સ્થળોએ તેમના નવજાતને સ્તનપાન કરાવી શકશે આ માટે તેમને કોઈ નહીં રોકે. મહિલાઓને સ્વીમિંગ પૂલમાં કપડાં વગર નહાતી અને જાહેરમાં સ્તનપાન કરાવતી અટકાવનાર અધિકારીઓ માટે તગડા દંડની પણ ખાસ ગોઠવણી કરાઈ છે. 

મહિલાઓની શું માગ હતી 
સ્પેનની મહિલાઓ પણ લાંબા સમયથી આની માંગ કરી રહી છે. તેમની એવી દલીલ હતી કે જો પુરુષો પૂલમાં ટોપલેસ બાથ લે છે, તો તેમને પણ આવી છૂટ મળવી જોઈએ. સરકાર મહિલાઓની વાત માનીને એક કાયદો બનાવ્યો છે જેમાં કહેવાયું કે  દરેક માનવીને તેના શરીર પર સંપૂર્ણ અધિકાર છે અને તે ગમે તે રીતે સ્નાન કરી શકે છે. જે મહિલાઓ ફુલ બોડી સ્વિમસૂટ પહેરવા માંગે છે અથવા જે 'બુર્કિની' એટલે કે બુરખા બિકિની પહેરવા માંગે છે તેમને પણ છૂટ આપવામાં આવશે. 

કેટલા દેશોએ મહિલાઓને આપી સ્વીમિંગ પૂલ કપડાં વગર નાહવાની છૂટ  
અત્યાર સુધી અમેરિકા, કેનેડા, સ્વીડનમાં મહિલાઓને ટોપલેસ સ્વીમિંગ પૂલ સ્નાનની મંજૂરી આપવામાં આવી છે તેમાં હવે સ્પેનનો ઉમેરો થતાં ચાર દેશોએ આવી છૂટ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ