બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / Promo creates a stir when will Amitabh Bachchans Kaun Banega Crorepati season 16

KBC / ક્યારે શરૂ થશે અમિતાભ બચ્ચનની 'કૌન બનેગા કરોડપતિ' સીઝન 16? જુઓ પ્રોમો

Pravin Joshi

Last Updated: 05:18 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાહકો લાંબા સમયથી 'કૌન બનેગા કરોડપતિ'ની સીઝન 16ની રાહ જોઈ રહ્યા હતા. 16 એપ્રિલ, 2024 ના રોજ, નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર KBC નો એક નાનો પ્રોમો શેર કરીને બધાને ખુશ કર્યા.

સોની ટીવીનો લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ (KBC) તેની 16મી સીઝન સાથે ટીવી પર પરત ફરવા જઈ રહ્યો છે. સોની ટીવીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ શોનો પ્રોમો પોસ્ટ કરીને KBC 16 ની નોંધણીની જાહેરાત કરવામાં આવી છે. આ વીડિયો અનુસાર અમિતાભ બચ્ચનની KBC 16 માટે રજીસ્ટ્રેશન 26મી એપ્રિલ 2024ના રોજ રાત્રે 9 વાગ્યાથી શરૂ થવા જઈ રહ્યું છે. KBC ના રજીસ્ટ્રેશનની જાહેરાત બાદ હવે અમિતાભ બચ્ચનના ફેન્સ આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

 

 

અમિતાભ બચ્ચનના ચાહકોને કૌન બનેગા કરોડપતિની સિઝન 16 માટે થોડી વધુ રાહ જોવી પડશે. કારણ કે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, અમિતાભ બચ્ચનનો આ શો ઓગસ્ટના બીજા સપ્તાહથી એટલે કે 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ શકે છે. જોકે, ચેનલ કે અમિતાભ બચ્ચન તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી શોમાં ભાગ લેવા માટેના સ્પર્ધકોની પસંદગી નિર્માતાઓ દ્વારા કરવામાં આવશે. અને 75 ટકા સ્પર્ધકો સાથે શોનું શૂટિંગ પૂર્ણ થયા પછી જ આ શો ઓન એર થશે.

આતુરતાનો અંત: શરૂ થવા જઇ રહી છે 'કોન બનેગા કરોડપતિ'ની 15મી સિઝન, પ્રોમો  રિલીઝ, જુઓ Video | KBC 15 'Kon Banega Crorepati' 15th season is about to  start, promo released, watch video

વધુ વાંચો : War 2 ના સેટ પરથી લીક થઈ હૃતિક રોશન અને જુનિયર NTRની તસવીરો, શૂટ થયો ફિલ્મનો સૌથી મોટો એક્શન સીન

છેલ્લી સિઝનના અંતે અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા

ગયા વર્ષે કૌન બનેગા કરોડપતિ સીઝન 15 ના છેલ્લા એપિસોડમાં દર્શકોને અલવિદા કહેતી વખતે અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા. તેને આ રીતે જોઈને ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે આ અમિતાભ બચ્ચનનો છેલ્લો શો હશે. પરંતુ આ બધાને ખોટા સાબિત કરીને અમિતાભ બચ્ચને ટીવી પર કમબેક કર્યું છે. લોકોના પ્રેમને કારણે અમિતાભ બચ્ચને 'આપણે ફરી એકવાર આવવું પડશે' કહીને આ કમબેક કરવાનો નિર્ણય લીધો છે. ઓગસ્ટ 2024માં તે ફરી એક વાર નવા અંદાજમાં દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ