ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય દિગગ્જોના આંટાફેરા વધી રહ્યા છે. એક તરફ કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ તથા પીએમ મોદી ખુદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પણ ચૂંટણીને લઇને ફુલ ઓન તૈયારીઓ કરી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સક્રિય થશે.
ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે પ્રિયંકા ગાંધી
ADVERTISEMENT
ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં પ્રિયંકા ગાંધી ઝંપલાવશે. રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી શકે છે. 25 સપ્ટેમ્બરની આસપાસ પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન સભાનું પણ આયોજન થઇ શકે છે. આ દરમિયાન કોંગ્રેસના ઉચ્ચ નેતા અને હોદ્દેદારો સાથે બેઠક કરે તેવી શક્યતા છે. 5 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવશે.

ADVERTISEMENT
ચૂંટણી કેમ્પેઇનના શ્રીગણેશ કરશે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવશે. ભારત જોડો યાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે. કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો સાથે એક દિવસીય બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જનમિત્ર, સંગઠન હોદ્દેદારો, ધારાસભ્યો સાથે પણ બેઠકોનું આયોજન કરવામાં આવશે અને ચૂંટણી કેમ્પેઇનના શ્રીગણેશ કરશે.
ADVERTISEMENT

દરેક વિધાનસભા મતવિસ્તારમાં આયોજન
ADVERTISEMENT
મિશન 2022 માટે કોંગ્રેસ તમામ વિધાનસભામાં પદયાત્રા કરશે. દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 5 કિ.મી.ની પદયાત્રાનું આયોજન કરાયું છે.1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. 2 સપ્ટેમ્બરે પણ 8 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે.
સંકળાયેલા મુદ્દાઓ