બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / 'પરણેલા કપલો બીજા સાથે મરજીથી સેક્સ સંબંધો બાંધે તો ખોટું ન કહેવાય'- HC

રેપ કેસમાં ચુકાદો / 'પરણેલા કપલો બીજા સાથે મરજીથી સેક્સ સંબંધો બાંધે તો ખોટું ન કહેવાય'- HC

Last Updated: 06:06 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું કહ્યું કે લગ્ન થયાં હોય કે નહીં, મરજીથી બંધાયેલ સેક્સ સંબંધને ખોટા ન કહી શકાય.

દિલ્હી હાઈકોર્ટે એક રેપ કેસમાં મહત્વની ટીપ્પણી કરતાં એવું કહ્યું કે લગ્ન થયેલા હોય પરંતુ બે કપલો મરજીથી સેક્સ સંબંધ બાંધે તો તે ખોટું ન કહેવાય. પરણેલા મરજીથી બીજા સાથે સેક્સ સંબંધ બાંધે તો તે ખોટું ન કહેવાય. બન્નેની મરજી ખૂબ જરુરી છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે આવો એક ચુકાદો જાહેર કરતી વખતે રેપના આરોપીને છોડી મૂક્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે પુખ્ય વયના પરણેલા લોકો મરજીથી બીજા સાથે શારીરિક સંબંધો બાંધે તો તેમાં કંઈ ખોટું નથી. જસ્ટિસ અમિત મહાજને કહ્યું કે સમાજના ધારા-ધોરણો તો એવા છે કે સેક્સ સંબંધો આદર્શ રીતે લગ્નજીવનની અંદર રહે તો સારુ પરંતુ બે પુખ્ત વયના લોકો વચ્ચે તેમના વૈવાહિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના સંમતિથી જાતીય પ્રવૃત્તિ થાય છે, તો પછી કોઈ ગેરરીતિ થઈ શકે નહીં.

'આરોપી પરણેલો છે' ખબર હોવા છતાં મહિલાએ સંબંધ ચાલુ રાખ્યો

કોર્ટે આ વાત આ કેસની સુનાવણી દરમિયાન કહી હતી જેમાં એક મહિલાએ એક વ્યક્તિ પર લગ્નના બહાને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટે કહ્યું કે, આરોપીની વૈવાહિક સ્થિતિ વિશે જાણ્યા પછી પણ પીડિતાનો સંબંધ ચાલુ રાખવાનો નિર્ણય પ્રથમ દ્રષ્ટિએ તેની સંમતિ તરફ ઇશારો કરે છે. આરોપીએ તેની સાથે બળજબરીથી સેક્સ માણ્યું હોવાના કોઈ પુરાવા મળ્યાં નથી. આ વાત સ્પસ્ટ કરે છે કે મહિલા ફરિયાદ નોંધાવતાં પહેલા ઘણા સમયથી આરોપી સાથે સંબંધમાં હતી અને અરજદાર એક પરિણીત પુરુષ છે તે હકીકત જાણ્યા પછી પણ તેની સાથે તેના સંબંધો ચાલુ રાખવા માંગતી હતી.

વધુ વાંચો : 'પત્ની સાથે અકુદરતી સેક્સ ગુનો નહીં, તેની સંમતિ પણ નકામી', હાઈકોર્ટે જાહેર કર્યો ચુકાદો

શું હતો મામલો

આ કેસમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે સંબંધ પછી તેને જાણવા મળ્યું હતું કે આરોપી પરણેલો છે અને બે બાળકોનો પિતા પણ છે. તેણે મારી પાસેથી ભેટો માગી હતી અને મેં 1.5 લાખ આપ્યાં હતા. તેમની બન્નેની વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયાં હતા. જોકે કોર્ટે ફરિયાદી મહિલાની આ અરજી ફગાવી દીધી હતી અને રેપના આરોપીને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ