બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પ્રેગ્નન્સી દરમ્યાન ભૂલથી પણ પેશાબમાં દેખાય આ 5 સંકેત, તો સાવધાન! હોઇ શકે આ સમસ્યા

photo-story

8 ફોટો ગેલેરી

હેલ્થ / પ્રેગ્નન્સી દરમ્યાન ભૂલથી પણ પેશાબમાં દેખાય આ 5 સંકેત, તો સાવધાન! હોઇ શકે આ સમસ્યા

Last Updated: 11:22 AM, 5 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રેગ્નન્સી દરમિયાન વારંવાર યુરિન આવવું સામાન્ય છે, પરંતુ તેની સાથે કેટલાક ખાસ લક્ષણો દેખાય તો સાવધાન થવાની જરૂર છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આવા સંકેતો યુરિન ઇન્ફેક્શનના હોઈ શકે છે, જે માતા અને ગર્ભમાં રહેલા બાળક બંનેના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.

1/8

photoStories-logo

1. પ્રેગ્નન્સી દરમિયાન આટલું રાખો ધ્યાન

પ્રેગ્નન્સી દરમિયાન વારંવાર યુરિન આવવું સામાન્ય વાત છે પરંતુ તેની સાથે કેટલાક ખાસ લક્ષણો દેખાય તો તેને અવગણવા જોઈએ નહીં. ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર આવા સંકેતો યુરિન ઇન્ફેક્શન તરફ ઈશારો કરી શકે છે જે માતા અને ગર્ભમાં રહેલા બાળક બંને માટે જોખમી બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વારંવાર તાવ આવવો અને કમરમાં દુખાવો થવો

જો પ્રેગ્નન્સી દરમિયાન વારંવાર તાવ આવે અને કમરના નીચેના ભાગમાં દુખાવો રહે તો તે યુરિન ઇન્ફેક્શન કિડની સુધી પહોંચી ગયું હોવાનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિ ગંભીર બની શકે છે અને સમયસર સારવાર ન મળે તો માતા અને બાળક બંનેની તબિયત પર અસર પડી શકે છે. તેથી આવા લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. યુરિનનો રંગ ખૂબ ગાઢ થવો અથવા લોહી દેખાવું

સામાન્ય રીતે યુરિનનો રંગ હળવો પીળો હોય છે પરંતુ જો તેનો રંગ ખૂબ જ ગાઢ થઈ જાય અથવા તેમાં લોહી દેખાય તો તેને ગંભીરતાથી લેવું જોઈએ. આ કિડની સ્ટોન, ઇન્ફેક્શન અથવા કોઈ આંતરિક ઈજાનો સંકેત હોઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન આ લક્ષણો અવગણવાથી સમસ્યા વધુ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. વારંવાર યુરિનની ઇચ્છા થવી, પણ ઓછું યુરિન આવવું

જો વારંવાર યુરિન કરવાની ઇચ્છા થાય પરંતુ યુરિન માત્ર થોડા ટીપાં સ્વરૂપે આવે તો તે બ્લેડર અથવા યુરિનરી ટ્રેક્ટમાં સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિ યુરિન ઇન્ફેક્શનનું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં યોગ્ય તપાસ અને સારવાર જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. યુરિન કર્યા પછી પણ બ્લેડર ખાલી ન થવું

કેટલીક મહિલાઓને યુરિન કર્યા પછી પણ એવું લાગે છે કે બ્લેડર ખાલી થયું નથી. આ સંકેત યુરિનરી ટ્રેક્ટમાં અવરોધ અથવા ઇન્ફેક્શન તરફ ઈશારો કરી શકે છે. જો આ સમસ્યા સતત રહે તો તેને સામાન્ય ન માનવી જોઈએ અને તબીબી સલાહ લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. યુરિનમાંથી દુર્ગંધ આવવી

યુરિનમાંથી અસામાન્ય અથવા તીવ્ર દુર્ગંધ આવવી પણ ઇન્ફેક્શનનું એક મહત્વનું લક્ષણ છે. શરીરમાં બેક્ટેરિયાની વૃદ્ધિના કારણે આવું થઈ શકે છે. જો દુર્ગંધ સાથે બળતરા, દુખાવો અથવા અન્ય લક્ષણો પણ હોય તો તરત ડૉક્ટરને મળવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. યુરિન કરતી વખતે બળતરા અથવા દુખાવો થવો

જો યુરિન કરતી વખતે બળતરા અથવા દુખાવો અનુભવાય તો તે યુરિન ઇન્ફેક્શનનું સ્પષ્ટ લક્ષણ હોઈ શકે છે. પ્રેગ્નન્સી દરમિયાન આવી સમસ્યાને અવગણવાથી ઇન્ફેક્શન વધી શકે છે અને સમય પહેલાં પ્રસૂતિ (Preterm Delivery)નું જોખમ પણ વધી શકે છે. તેથી શરૂઆતના તબક્કે જ સારવાર લેવી ખૂબ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pregnancy Warning Signs Pregnancy Urine Infection UTI During Pregnancy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ