બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડ ગુમ થઇ ગયું? તો ગભરાશો નહીં, સેકન્ડોમાં આ રીતે મેળવો નંબર
7 ફોટો ગેલેરી
Last Updated: 11:14 AM, 5 June 2026
1/7
આજના જમાનામાં આધાર કાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. આથી જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય કે તમે આધાર નંબર ભૂલી જાઓ તો ચિંતા થવી સ્વાભાવિક છે. ઘણા લોકો એવું વિચારે છે કે કાર્ડ ખોવાઈ ગયા બાદ તેમને નવું આધાર કાર્ડ મેળવવું પડશે કે લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડશે પરંતુ એવું નથી.
2/7
UIDAI તેમના યુઝર્સને એવી સુવિધા પૂરી પાડે છે જે તેમને સરળતાથી આધાર નંબર કે રજીસ્ટ્રેશન ID મેળવી શકાય છે. જો તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ ID તમારા આધાર સાથે લિંક થયેલ હોય તો તમે થોડી જ વારમાં તમારા ઘરેથી તમારો આધાર નંબર મેળવી શકો છો. એના માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની પણ જરૂર નથી. ચાલો જાણીએ કે શું કરવું.
3/7
4/7
જેમાં સૌપ્રથમ UIDAI વેબસાઇટની મુલાકાત લો. જેમાં તમને Retrieve Lost or Forgotten EID/UID" "ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરો અને તમારું નામ અને મોબાઇલ નંબર અથવા ઇમેઇલ સરનામું એન્ટર કરો. ત્યારબાદ તમને તમારા મોબાઇલ નંબર કે ઇમેઇલ સરનામાં પર એક OTP આવશે. OTP એન્ટર કર્યા બાદ UIDAI તમારો આધાર નંબર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામાં પર મોકલશે.
5/7
UIDAI ની આધાર નંબર રીકવર સર્વિસનો ઉપયોગ કરો. જેમાં તમારું પૂરું નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે રજિસ્ટર્ડ ઇમેઇલ સરનામું દાખલ કરો. ત્યારબાદ તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. OTP એન્ટર કરો અને વેરીફીકેશન પૂરૂ કરો. એકવાર OTP વેરીફાઈ થઈ જાય ત્યારે UIDAI SMS અને ઇમેઇલ દ્વારા તમારા આધાર નંબર કે રજીસ્ટ્રેશન IDની માહિતી આપશે.
6/7
એકવાર તમારી પાસે તમારો આધાર નંબર આવી જાય પછી તમે તમારો ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો. એના માટે UIDAI વેબસાઇટ પર "Download Aadhaar"ઓપ્શન પર જાઓ. અહીંયા તમારો આધાર નંબર એન્ટર કરો, OTP વેરીફાઈ કરો અને PDF ફોર્મેટમાં ઈ-આધાર ડાઉનલોડ કરો. આ ડિજિટલ આધાર કાર્ડ ફીઝીકલ આધાર કાર્ડ જેટલું જ વેલીડ ગણાય છે.
7/7
તમારો મોબાઇલ નંબર તમારા આધારમાં લીનક ન હોય કે જૂનો નંબર ઇનએક્ટીવ થઈ ગયો હોય તો તમારો આધાર નંબર ઓનલાઈન રીકવર કરવું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવીપડશે. જેમાં બાયોમેટ્રિક વેરીફીકેશન બાદ ત્યાં મોબાઇલ નંબર અપડેટ કરી શકાય છે. બાદમાં તમે ઓનલાઈન સર્વિસનો કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ