બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Pramukh Swami Maharaj Shatabdi Mohotsav completed

સેવાયજ્ઞ / પ્રમુખસ્વામી નગરમાંથી મહિલાઓએ બે જ દિવસમાં હટાવી દીધા દોઢ કરોડ બ્લોક, મહોત્સવ બાદ પણ સેવાયજ્ઞ

Malay

Last Updated: 01:20 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના આંગણે યોજાયેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ બાદ પણ હજારો સેવકો અહીં સેવા આપી રહ્યા છે. હાલ પ્રમુખસ્વામી નગરમાં બ્લોક ઉખાડવાની કામગીરી ચાલી રહી છે.

  • અમદાવાદ શહેરમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ  
  • મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ હજારો સેવકો આપી રહ્યા છે સેવા
  • નગરમાં બ્લોક ઉખાડવાની ચાલી રહી છે કામગીરી
  • હજારોની સંખ્યામાં મહિલા સ્વયંસેવકો કરી રહ્યા છે કામ

ભવ્યાતિભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ગત 15 જાન્યુઆરીએ પૂર્ણાહુતિ થઈ ગઈ છે. 1 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરાઈ હતી. આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 60 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી હતી. ગત 15મી જાન્યુઆરીએ મહંત સ્વામીની હાજરીમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ હજારો સેવકો પ્રમુખસ્વામી નગરમાં સેવા આવી રહ્યા છે. અહીં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે.  

હજારોની સંખ્યામાં મહિલા સ્વયંસેવકો આપી રહી છે સેવા
મહોત્સવ બાદ પણ પ્રમુખસ્વામી નગરમાં સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. પ્રમુખસ્વામી નગરમાં હજારોની સંખ્યામાં મહિલા સ્વયંસેવકો સેવા આપી રહી છે. મહિલાઓ દ્વારા બ્લોક ઉખાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 2 દિવસમાં સવા કરોડ જેટલા બ્લોક હટાવી લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ અમદાવાદના એસ.પી રિંગ રોડ પર પ્રમુખસ્વામી નગર બનાવવામાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 

60 લાખથી વધારે લોકોએ લીધી હતી મુલાકાત
અમદાવાદના ઓગણજ પાસે આયોજીત પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહૂતિ થઇ ગઈ છે. એક મહિનાથી આયોજિત ભવ્ય મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો ચૂક્યો છે. એક મહિના સુધી ચાલેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 60 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત કરી ધન્યતા અનુભવી હતી. 

PM મોદીએ કરાવ્યો હતો  પ્રારંભ 
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંતસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી.

80 હજારથી વધુ સ્વયંસેવકોએ આપી સેવા 
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 80 હજારથી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. મહત્વનું છે કે, આ સ્વયંસેવકો પોતાના નોકરી-ધંધા, રોજગાર છોડી ખડેપગે રહી ભક્તોની સેવામાં રહ્યા હતા. આ સાથે દેશ વિદેશના સ્વયંસેવકોએ પણ સેવા આપી હતી. તો બીજી તરફ આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અનેક લોકોએ દીક્ષા પણ લીધી હતી. 

600 એકર જમીન પર બનાવાયું હતું પ્રમુખસ્વામી નગર 
અમદાવાદના ઓગણજ પાસે 600 એકર જમીન પર આ પ્રમુખસ્વામી નગર બનાવાયું હતું. જેમાં તા. 380 ફૂટ લાંબા અને 52 ફૂટ ઉંચા નગરના 7 કલાત્મક સંસ્કૃતિક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં હતા. આ સાથે આદિ મહાન સંતો-વિભૂતિઓની પૂર્ણ કદની 28 પ્રતિમાઓ મુકવામાં આવી હતી. પ્રમુખસ્વામી નગરમાં 17 એકરમાં ભવ્ય બાળ નગરી, 30 એકરમાં ગ્લો ગાર્ડન બનાવાયું હતું.  આ સાથે 25 હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો ભવ્યાતિભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ