બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / વિશ્વ / Police entered the Google CEO office and arrested 9 people

કાર્યવાહી / અચાનક એવું શું થયું કે Google CEO ઓફિસમાં પોલીસ ઘૂસી ગઇ, કરાઇ 9 લોકોની ધરપકડ, સામે આવ્યું ઈઝરાયલ કનેક્શન

Priyakant

Last Updated: 10:56 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google Office NewYork Latest News : ગૂગલની ન્યૂયોર્કમાં કંપનીની ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓની ધરપકડ,  અમેરિકન ટેક કંપનીઓ ઈઝરાયેલ સરકારને સપોર્ટ કરી રહી હોવાનો દાવો

Google Office NewYork : ગૂગલના કર્મચારીઓની મંગળવારે  ધરપકડ કરવામાં આવી હતી. વિગતો મુજબ આ કર્મચારીઓ ન્યૂયોર્કમાં કંપનીની ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, કંપની ઇઝરાયેલ સરકાર સાથે મળીને કામ કરી રહી છે, જેની સામે કેટલાક કર્મચારીઓએ રક્ષણ કરવાનું શરૂ કર્યું. આ પછી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આવી સ્થિતિમાં ગુગલ ઓફિસમાં વિરોધ કરી રહેલા કર્મચારીઓનો દાવો છે કે અમેરિકન ટેક કંપનીઓ ઈઝરાયેલ સરકારને સપોર્ટ કરી રહી છે. શું યુદ્ધ વચ્ચે કોઈ એક દેશને ટેક્નોલોજી આપવી યોગ્ય છે?

દેખાવકારોના પ્રવક્તા જેન ચુંગે કહ્યું કે, બંને ઓફિસમાંથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક પ્રદર્શનકારીએ વીડિયો રેકોર્ડ કર્યો અને વીડિયો શેર કર્યો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, ન્યૂયોર્ક પોલીસ ન્યૂયોર્કમાં ગૂગલની ઓફિસમાં આવે છે અને પ્રદર્શનકારીઓને શાંત રહેવા માટે કહે છે અને જો તેઓ ન છોડે તો તેમની ધરપકડ કરવાનું કહેવામાં આવે છે. આ પછી જ્યારે કર્મચારીઓ પોલીસની વાત સાંભળતા નથી ત્યારે તેમને કસ્ટડીમાં લેવામાં આવે છે. 

વધુ વાંચો : 'ત્યારે કેવી મુશ્કેલીઓ પડતી, અમે જાણીએ છીએ', EVM વિરુદ્ધની ચર્ચા પર જુઓ શું બોલી સુપ્રીમ કોર્ટ

ગુગલ વિરોધ કરનારાઓ સામે કાર્યવાહી કરશે
ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે, કંપનીની નીતિનો વિરોધ કરી રહેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અન્ય કર્મચારીઓ સાથે ઝપાઝપી કરનાર કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મંગળવારે વિરોધીઓ ન્યુ યોર્ક અને કેલિફોર્નિયામાં ઓફિસોમાં પ્રવેશ્યા. આ પછી તેમણે કંપનીનો વિરોધ શરૂ કર્યો અને કહ્યું કે ગૂગલે તેનો 1.2 બિલિયન યુએસ ડોલરનો કોન્ટ્રાક્ટ પાછો ખેંચી લેવો જોઈએ  જે તેણે એમેઝોન સાથે મળીને કર્યો છે. એમેઝોન ઈઝરાયેલ સરકારને ક્લાઉડ સર્વિસ અને ડેટા સર્વિસ પૂરી પાડી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ